સુરત: 11 દિવસની કોરોના પોઝિટિવ બાળકીની મદદે આવ્યા પૂર્વ મેયર, બાળકી માટે પ્લાઝમાનું દાન કર્યું

સુરત: 11 દિવસની કોરોના પોઝિટિવ બાળકીની મદદે આવ્યા પૂર્વ મેયર, બાળકી માટે પ્લાઝમાનું દાન કર્યું
પૂર્વ મેયરે બાળકી માટે પ્લાઝમાનું દાન કર્યું.

સુરતમાં માત્ર 11 દિવસ પહેલા જન્મ લેનારી બાળકી પણ કોરોના પોઝિટિવ થઈ છે. હાલ તેની ડાયમંડ હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.

  • Share this:
સુરત: સુરતમાં સતત કોરોના સંક્રમણ (Surat coronavirus cases) વધી રહ્યું છે. દરરોજ અનેક લોકો સંક્રમિત થઈને સારવાર માટે હૉસ્પિટલ (Hospital)માં દાખલ થઈ રહ્યા છે. એવામાં સુરતમાં માત્ર 11 દિવસની બાળકી કોરોના સંક્રમિત થઈ છે. બાળકીની માતા કોવિડ પોઝિટિવ (Covid-19 positive) હોવાને લઈને તેનો ચેપ બાળકીને લાગ્યો છે. હાલ આ બાળકી વેન્ટિલેટર પર છે. સુરત ડાયમંડ હોસ્પિટલ (Diamond hospital) નૉન-કોવિડ હોવા છતાં બાળકની સારવાર શરૂ કરી છે. આ બાળકીની મદદે સુરતના ભૂતપૂર્વ મેયર જગદીશ પટેલ આગળ આવ્યા છે. તેમણે બાળકી માટે પ્લાઝમાનું દાન કર્યું છે.

સુરતમાં માત્ર 11 દિવસ પહેલા જન્મ લેનારી બાળકી પણ કોરોના પોઝિટિવ થઈ છે. હાલ તેની ડાયમંડ હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. બાળકીની માતા કોરોના પોઝિટિવ છે કે કેમ તે અંગે ડૉકટરને કોઇ જાણ થઈ ન હતી. બાળકીની એકાએક તબિયત બગડતા ડૉક્ટરને શંકા જતા તેમણે બાળકનો એક્સ-રે કરાવ્યો હતો. જેમાં બાળકીને કોરોના સંક્રમણ લાગ્યું હોવાનો ખુલાસો થયો હતો.



આ પણ વાંચો: સુરત: પત્ની સાથે પ્રેમ સંબંધ તોડવાનો ઇન્કાર કરનાર યુવકની પતિએ કરી જાહેરમાં હત્યા

બાળકીની માતાને શરદી અને ખાંસી હતા. આથી માતાએ કોવિડ ટેસ્ટ પણ કરાવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. આથી તેણે પોતાની શરદી-ખાંસીને વધુ ગંભીરતા લીધી ન હતી. ફરી વખત માતાનો ટેસ્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, માતાએ ડૉક્ટરને પોતાને શરદી ખાંસી હોવા અંગે કોઈ માહિતી આપી ન હતી.

આ પણ વાંચો: રાજકોટ: આ ગામમાં સ્વૈચ્છિક લૉકડાઉન, દુકાન ખુલ્લી રાખનાર વેપારી પાસેથી દંડ વસૂલ કરાશે

મહિલાએ પહેલી એપ્રિલના રોજ હૉસ્પિટલ ખાતે બાળકીને જન્મ આપ્યો હતો. જે બાદમાં બાળકને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. બાળકી હાલ વેન્ટિલેટર પર છે. ડૉક્ટરો બાળકનો જીવ બચાવવા માટે તેને રેમડેસિવિર અને IVGI ઇન્જેક્શન આપી રહ્યા છે.

આ પણ વાંચો: વૃદ્ધાવસ્થામાં યુવાન લાગે છે આ દેશની મહિલાઓ, પાર્લરમાં ગયા વગર આ કામ કરીને રહે છે સુંદર અને યુવાન



આ પણ વાંચો: કોરોનાથી બચવા તડકે બેસો, સૂર્યપ્રકાશ કોવિડને નિષ્ક્રિય કરતો હોવાનો એક અભ્યાસમાં દાવો

ડાયમંડ હૉસ્પિટલ નોન-કોવિડ હૉસ્પિટલ હોવા છતાં આ બાળકીની સારવાર અહીં જ કરવામાં આવી રહી છે. માતાપિતાને વધુ મુશ્કેલી ન થાય તેને ધ્યાનમાં રાખીને હૉસ્પિટલે આ નિર્ણય લીધો છે. આ સમયે બાળકીની મદદે ભૂતપૂર્વ મેયર ડો. જગદીશ પટેલ આવ્યા છે. 11 દિવસની  કોરોના પોઝિટિવ બાળકીને પ્લાઝ્માની જરૂર છે. ભૂતપૂર્વ મેયર અને બાળકીનું બ્લડ ગુપ મેચ થતું હોવાથી જગદીશ પટેલે બાળકી માટે પ્લાઝમાનું દાન કર્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:April 14, 2021, 15:33 pm

ટૉપ ન્યૂઝ