સુરત: એન્જિ. વિદ્યાર્થીઓએ પાકના રક્ષણ માટે બનાવી "ક્રોપ મોનિટરીંગ સિસ્ટમ"

News18 Gujarati
Updated: June 25, 2019, 4:57 PM IST
સુરત: એન્જિ. વિદ્યાર્થીઓએ પાકના રક્ષણ માટે બનાવી
એન્જીયરિંગના વિદ્યાર્થીઓએ ખેડૂતો માટે મહત્વનો પ્રોજેક્ટ બનાવી નવી શોધ કરી છે.

એન્જીયરિંગના વિદ્યાર્થીઓએ ખેડૂતો માટે મહત્વનો પ્રોજેક્ટ બનાવી નવી શોધ કરી છે.

  • Share this:
કેતન પટેલ, સુરત: ભારત દેશે ખેતી પ્રધાન દેશ છે. દેશમાં ખેતી કરતા ખેડૂતો પણ સૌથી વધુ છે. દેશના ભાવિ વૈજ્ઞાનિકો ગણાતા વિદ્યાર્થીઓએ તેની પ્રતિભાઓથી નવું સંશોધન કર્યુ છે. બારડોલીની તાજપોર ખાતે આવેલ એન્જીનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ અવનવું સંશોધન કર્યુ. જેનાથી આ નવી સિસ્ટમથી પાકને બચાવી શકાય છે.

સુરતના બારડોલી ખાતે આવેલી તાજપોર એન્જીયરિંગના વિદ્યાર્થીઓએ ખેડૂતો માટે મહત્વનો પ્રોજેક્ટ બનાવી નવી શોધ કરી છે. ખેતી કરતા ખેડૂતો માટે પાકના રક્ષણ માટે " ક્રોપ મોનિટરીંગ સિસ્ટમ " નો પ્રોજેકટ બનાવવામાં આવ્યો છે.

ક્રોપ મોનિટરીંગ સિસ્ટમની ખાસિયત

વિશેષતા એ છે કે આ સિસ્ટમથી જમીનનું ભેજ માપવા માટે સેન્સર મુકાય છે અને જ્યારે જમીનમાં ભેજ ઓછો થાય ત્યારે ત્વરિત મોટર ચાલુ થઈ જાય છે અને ખેતરમાં મુકેલા ફુવારા શરૂ થઈ જાય છે. જેથી પાકને યોગ્ય સમયે અને પૂરતું પાણી મળી રહે.સળગતા પાકને બચાવશેતાજપોર એન્જીનિયરીંગ કોલેજના ઇલેક્ટ્રિકલ વિભાગના વિદ્યાર્થીઓએ આ પ્રોજેકટ બનાવ્યો. પ્રોજેકટમાં જમીનમાં સળગી જતા પાકને બચાવવા પણ સંશોધન અને ઉપાયો શોધી કાઢયા છે. આગ લાગવાના સમયે ત્વરિત સેન્સર એક્ટિવ થાય છે અને ત્યાં મુકેલા પાણીના ફુવારઓ ચાલુ થઈ જાય છે જેનાથી આગ પર નિયંત્રણ મેળવી શકાય છે.આ સિસ્ટમ આવી રીતે કરે કામ

હવે રહી વાત સિસ્ટમ મુકવાની તો અંદાજીત માત્ર 15 થી 20 હજારના ખર્ચમાં તૈયાર થઈ જાય છે. જો કે ફુવારા સહિતનો અન્ય ખર્ચ અલગથી થાય છે. વિદ્યાર્થીઓએ બનાવેલ આ પ્રોજેકટ ને ખેડૂતો ઘરે બેઠા પણ ચલાવી શકે છે અને ખેતરમાં ગયા વગર ખેતરની જાણકારી મેળવી શકે છે. તેના મોબાઈલ ઉપર મેસેજ આવી જાય છે. ખેતરમાં પ્રાણીનો પ્રવેશ, મોટર બંધ થવી , પાકમાં આગ લાગવી એ તમામ સંજોગોમાં મોબાઈલ ઉપર ત્વરિત ખેડૂતને મેસેજ મળી જાય છે.
First published: June 25, 2019, 4:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading