સુરતઃ મહાનગર પાલિકામાં (SMC) કોરોના વાયરસ (coronavirus) ધીમે ધીમે વધી રહ્યો છે ત્યારે વધુ અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાથી પદાધિકારીઓની તમામ ઓફિસો બંધ કરવામાં આવી છે. સાથે સાથે મનપાના મેયર સહિતના પદાધિકારીઓ, કમિટી ચેરમેનો અને સેક્રેટરી બ્રાંચ આજથી 15 જૂલાઇ સુધી બંધ રાખવામાં આવી છે. ધીરે-ધીરે આખી મનપામાં કોરોનાનો ભરડો વધતો જાય છે. પરિણામે મનપામાં જ હવે કોરોનાના વધતા કેસોને કારણે કઇ રીતે કામગીરી કરવી, કેટલા સ્ટાફ સાથે કામગીરી કરવી? તે બાબતે માર્ગદર્શિકા તૈયાર કરવાની નોબત આવી પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. દિન પ્રતિદિન મનપાના કર્મીઓને કોરોના સંક્રમણ થઈ રહ્યું છે.
આજથી મનપામાં સેક્રેટરી બ્રાંચ તથા તમામ પોલિટિકલ વિંગની કામગીરી પર બ્રેક લાગી ગઇ છે. એકાઉન્ટ વિભાગમાં પણ બે કર્મચારી ઓના કેસ પોઝિટિવ આવ્યા છે. જાકે, સદનસીબે આ બન્ને કર્મચારી ઓ છેલ્લા અઠવાડિયા-દસ દિવસથી નાદુરસ્ત તબિયતને કારણે રજા પર હતા. તેથી સતર્કતાના ભાગરૂપે ગતરોજ એકાઉન્ટ વિભાગનો એક હિસ્સો બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ એકાઉન્ટ વિભાગ વધુ સમય બંધ રાખી શકાય તેવી સ્થિતિ નથી. એટલું જ નહીં, વરાછા-બી ઝોનના ઝોનલ ચીફ અને ડેપ્યુટી કમિશનર એન. વી. ઉપાધ્યાયનો પણ રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ડે. કમિ. ઉપાધ્યાય વરાછા- બી ઝોનના ઝોનલ ચીફ ઉપરાંત કોવિડ-19 અંતર્ગતની ઘણી મહત્વની કામગીરીની જવાબદારી સંભાળી રહ્યા છે. તેથી તેમની ગેરહાજરી મનપા કમિ. માટે ખૂબ મુશ્કેલ બની રહેશે. ડે. કમિ. ઉપાધ્યાય પોઝિટિવ રીપોર્ટને કારણે હોમ આઇસોલેટ થઇ ગયા છે. વરાછા ઝોન-એ વિભાગમાં પણ અત્યાર સુધી ત્રણ ડે. ઇજનેરો પોઝિટિવ આવી ચૂક્યા છે. સામાન્ય રીતે સાથે કામ કરતા લોકો એક પણ પોઝિટિવ કેસ આવે તો હોમ આઇસોલેટ તકેદારીના ભાગરૂપે થઇ જાય છે પરંતુ લોકો સાથે જાડાયેલી સંસ્થા હોવાથી મનપા તંત્રમાં આ શક્ય બની રહ્ન નથી. જાકે, હવે સ્થિતિ તદ્દન બગડી જતાં મનપા તંત્ર દ્વારા પોઝિટિવ કેસો આવે તો તંત્ર કેવી રીતે અને કેટલા સ્ટાફથી ચલાવી શકાય? એ અંગેની એસ ઓપી તૈયાર કરવાનું અનિવાર્ય બની ગયું છે.
કોને સોંપવામાં આવી જવાબદારી?
વરાછા ઝોન-બીના ઇજનેરી વિભાગની જવાબદારી કાર્યપાલક ઇજનેર ભટ્ટને સોપવામાં આવી વરાછા ઝોન-બીના ઝોનલ ચીફ ડે. કમિ. એન. વી. ઉપાધ્યાય પોઝિટિવ રીપોર્ટને કારણે હોમ આઇસોલેટ થતાં ઝોનમાં એન્જિનિયરિંગ કામગીરીનો સમગ્ર ભાર કાર્યપાલક ઇજનેર બી. આર. ભટ્ટને સોપવામાં આવ્યો છે તથા ઝોનલ ચીફના તાબા હેઠળના અન્ય તમામ વિભાગ, ખાતા ઓની કામગીરી આસિ. કમિ. રાજે સંભાળવાની રહેશે. તદ્ઉપરાંત કોવિડ અંતર્ગત વરાછા-બી ઝોન, વેસ્ટ ઝોન, વરાછા ઝોન અને નોર્થ ઝોનની કામગીરી એસ. કે. લાંઘા તથા સેન્ટ્રલ ઝોન, સાઉથ ઝોન, અઠવા ઝોન અને લિંબાયત ઝોન વિસ્તારની કામગીરી આર. જે. માકડિયાએ નિભાવવાની રહેશે.
આ પણ વાંચોઃ-શું ચીનમાંથી ફેલાયો કોરોના વાયરસ, સત્ય સામે આવશે, તપાસ કરવા પહોંચી WHOની ટીમ
મનપાના ડે. કમિ. ઉપાધ્યાય અને ભાજપના કોર્પોરેટર હિતેશ ગામીતનો રીપોર્ટ પોઝિટિવ
ભાજપના કોર્પોરેટર હિતેશ ગામીતનો પણ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગામીત ખાનગી તબીબના માર્ગદર્શનમાં હાલ હોમ બેઝ ટ્રીટમેન્ટ લઇ રહ્ના છે. ત્રણ દિવસ પૂર્વે ગામીતને તાવ આવ્યો હતો અને અશક્તિનું પ્રમાણ જણાતા સિટીસ્કેન રીપોર્ટ કરાવ્યો હતો. આ જ પ્રમાણે મનપાના ડે. કમિ. એન. વી. ઉપાધ્યાયનો રીપોર્ટ પણ આજે પોઝિટિવ આવ્યો છે. ગત શનિવારે મનપા કમિ. સાથે એન. વી. ઉપાધ્યાય વરાછા ઝોન-બીના રાઉન્ડ પર નીકળીને સોસાયટી વિસ્તારોમાં લોકોને તકેદારી માટે માર્ગદર્શન આપી રહ્ના હતા. ઉપાધ્યાયના પોઝિટિવ આવવાથી ઝોનના સ્ટાફ તો ઠીક મનપા કમિશનર માટે પણ જાખમ ઊભું થયું છે.
આ પણ વાંચોઃ-સુરતઃ 'મહોલ્લામાં કેમ આવ્યો છે', બે યુવકો ઉપર ચપ્પા વડે જીવલેણ હુમલો, એકનું મોત અને બીજાની હાલત ગંભીર
આ પણ વાંચોઃ-સેક્સ વર્કરો વિફરી! જર્મનીમાં મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરી સેક્સ વર્કરો અને ધંધો ફરી શરુ કરવાની કરી માંગ
દરેક સોસાયટી પ્રમુખો, ઓફિસોના માલિકો, કારખાના માલિકોને પલ્સ ઓક્સિ મીટરની સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરવા મનપા કમિ. ની અપીલ
મનપા કમિશનર પાનીએ જણાવ્યું કે, પ્રવર્તમાન સ્થિતિમાં અચાનક ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં મોટી મુશ્કેલી ઊભી થાય છે. ખાસ કરીને એરીના લક્ષણો ધરાવતાં દરદી ઓમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવાના કિસ્સા ઓ બની રહ્યા છે. આ સિવાયના કેસોમાં પણ ઓક્સિજનનું પ્રમાણ ઘટી શકે છે તેથી ઘરે જ ઓક્સિજનનું પ્રમાણ જાણવા માટે સોસાયટી પ્રમુખો, ઓફિસોના માલિકો, કારખાના માલિકો વગેરેને પલ્સ ઓક્સિ મીટરની સુવિધા ઊભી કરવાની અપીલ કરી છે.
જેથી શ્વાસ લેવામાં તકલીફ પડે તો જે-તે વ્યક્તિનું પલ્સ ઓક્સિજન તુરંત ચેક થઇ શકે. 94 કે તેથી ઓછું ઓક્સિજનનું પ્રમાણ હોય તો તુરંત તે વ્યક્તિને સિવિલ-સ્મીમેર કે નજીકની ખાનગી હોસ્પિટલમાં રીફર થવાનું સૂચન તંત્ર દ્વારા થઇ રહ્નાં છે. ઘણાં કિસ્સા ઓમાં ધનવંતરી રથ કે 104 નંબરની સુવિધામાં પ્રાથમિક તપાસ દરમિયાન ઓક્સિજનનું લેવલ 94 કે તેથી ઓછું હોય તો હોસ્પિટલમાં રીફર થવાનું સુચન કરવામાં આવતું હોવા છતાં વ્યક્તિ ઓ હોસ્પિટલમાં શિફ્ટ થતાં નથી અને છેલ્લી ઘડીએ હોસ્પિટલમાં દાખલ થતાં કેટલાંક કિસ્સા મૃત્યુમાં પરિણમે છે.