ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરતમાં ડાયમંડની ચમક ઓછી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. હાલમાં ચાલી રહેલી મંદીને કારણે માલિકો દ્વારા કારીગરોને છુટા કરવામાં આવી રહ્યા છે ક્યાં તો તેમને આપવામાં આવતી મજૂરી ઓછી કરવામાં આવી રહી હોવાની વાત કારીગરો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે માલિકો કઈક અલગ જ વાત કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરતમાં હાલ હીરાની ચમક ઓછી જોવા મળી રહી છે, મંદીના માહોલમાંથી હાલ હીરા બજાર પસાર થઈ રહ્યું છે ત્યારે કેટલાક કારખાનામાં પગાર ઓછા કરવા સહિત કારીગરોને છુટા કરવામાં આવી રહ્યા હોવાની બુમરાણ ઉઠી છે, ત્યારે હાલ ધમેલીયા બ્રધર્સ ખાતેથી કારીગરો ઓછા પગારને કારણે બહાર આવી ગયા હતા અને કારીગરો દ્વારા આ મામલે પોલીસનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. જોકે આ કંપનીમાં 6000 જેટલા કારીગરો કામ કરી રહ્યા છે ત્યારે 200 થી 300 જેટલા કારીગરોને આ પ્રોબ્લેમ થયો છે, બાકીના કારીગરો કંપનીમાં કામ કરી રહ્યા છે અને મળી રહેલા પગારથી તેઓ ખુશ હોવાનું જણાવી રહ્યા છે તો કેટલાક નારાજ કારીગરો કંપની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે.
સુરત ખાતે આવી રહેલી કારીગરોની ફરિયાદને જાણવા અમારી ટિમ આજે હીરા કારખાનની મુલાકાતે પહોંચી હતી. જેમાં કેટલીક હકીકતો સામે આવી હતી, માલિકો દ્વારા પગાર ઘટાડાની વાત સામે તેમના દ્વારા મંજૂરીની ભાવ પત્રક રજૂ કરાયું હતું. ઉપરાંત કંપનીમાં કામ કરતા બીજા કારીગરો સાથે થયેલી વાતચીતમાં પણ કઈં એવું જણાયું ન હતું કે, કારીગરોને તકલીફ હોય પરંતુ હાલ ચાલી રહેલી મંદીમાં કારીગરો પણ થોડું સમજી લે તો કદાચ કંપની પણ તેમને સારા સમયમાં વળતર આપી શકે.
ધામેલીયા બ્રધર્સના માલિક ભીખાભાઇ ધામેલીયાએ કહ્યું કે, હાલ ચાલી રહેલી મંદીમાં કંપની માલિકો હેરાન છે છતાં પણ તેઓ સારા સમયમાં સાથે રહેલા કારીગરોનું વિચારી રહ્યા છે. તો કંપનિના ખરાબ સમયમાં કારીગર પણ સાચવી લે તો જ હીરા ઉદ્યોગ ટકી રહેશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર