સુરતમાં કોવિડની ગાઇડલાઇનથી એક જ દિવસમાં 45થી વધુ મૃતદેહનો અંતિમસંસ્કાર પહેલાનો વિડીયો વાયરલ


Updated: July 9, 2020, 8:43 AM IST
સુરતમાં કોવિડની ગાઇડલાઇનથી એક જ દિવસમાં 45થી વધુ મૃતદેહનો અંતિમસંસ્કાર પહેલાનો વિડીયો વાયરલ
વીડિયોમાંથી લીધેલી તસવીર

ગતરોજ સત્તાવારયાદીમાં માત્ર 13 મોત બતાવામાં આવ્યા છે.

  • Share this:
સુરત : મહાનગરપાલિકા વિસ્તારમાં ગતરોજ કોરોનાના (Coronavirus) કારણે મોડી રાત સુધીમાં 13 મોત નીપજ્યા હતા. પરંતુ હૉસ્પિટલ અને સ્મશાન ગૃહના આંકડા કંઈક જુદા જ ચિત્ર બતાવી રહ્યા છે.  સુરત (Surat) મહાનગર પાલિકાના જુદા જુદા સ્મશાન અને કબ્રસ્તાનમા છેલ્લા 24 કલાકમાં કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે 45થી વધુ મૃતદેહની અંતિમ વિધિ કરવામા આવી છે. જોકે મોડી રાત્રે એકતા ટ્રસ્ટ દ્વારા માત્ર સિવિલથી એક સાથે એક ગાડીમાં 8 અને બીજી ગાડીમાં 7 મળી એક સાથે 15 મુતકોને લઇ જતો વડીયો વાઇરલ થયો હતો.

કોરોના વર્ષને લઈને દરોજ અનેક દર્દી મુત્યુ પામી રહ્યા છે. જોકેગતરોજ સત્તાવારયાદીમાં માત્ર 13 મોત બતાવામાં આવ્યા છે. ત્યારે મો ડી રાત્રે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કોવિડ હૉસ્પિટલ ખાતેથી કોરોના વાયરસને કારણે મુત્યુ પામેલા લોકોની અંતિમ ક્રિયા કરવા માટે સુરતના એકતા ટ્રસ્ટે આ જવાબદારી ઉપાડી છે. નોંધનીય છે કે, એકતા ટ્રસ્ટ બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે. ટ્રસ્ટ હવે કોરોનામાં મોતને ભેટેલાની અંતિમવિધી કરી રહી છે.  ટ્રસ્ટના કાર્યકરો પોતાની જાનની પણ પરવાહ કર્યા વિના અને નાત-જાતનો ભેદભાવ રાખ્યા વિના આ સેવાનું કામ કરી રહ્યા છે. જેમાં હિંદુઓમાં અગ્નિ સંસ્કાર, જયારે મુસ્લિમોમાં દફનવિધી કરાઇ છે.

ત્યારે  એકતા ટ્રસ્ટ  મોડી રાત્રે હૉસ્પિટલ ખાતેથી મૃતદેહ અંતિમ ક્રિયા માટે લઇ જતા હતા ત્યારે હૉસ્પિટલમાંથી બનાવામાં આવેલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક ગાડીમાં 8 અને બીજી ગાડીમાં 7 મળી કુલ 15 મૃતદેહ એક સાથે લઇ જતા દેખાય છે. જોકે આખા દિવસમાં કોરોના ગાઈડ લાઇન મુજબ કુલ 45 લોકોની અંતિમ ક્રિયા અથવા દફન વિધિ  એકતા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હોવાનું પણ સમયે આવ્યુ છે.

સુરત  શહેરમાં આવેલી  જહાંગીરપુરાની કુરૃક્ષેત્ર સ્મશાન ગૃહ, અશ્વનીકુમાર સ્મશાન ગૃહ તથા રામનાથ ઘેલા ઉમરા સ્મશાન ભુમિ તથા શહેરના જુદા જુદા ક્રબ્રસ્તાનમાં કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે મૃતકના અંતિમ સંસ્કારનો આંકડો જોવા જઇએ તો આંખ પહોળી થઈ જાય તેમ છે. સુરતમાં આ તમામ સ્મશાન ભૂમિ અને કબ્રસ્તાનમાં અત્યાર સુધીમાં 750થી વધુ મૃતકાનો અંતિમ સંસ્કાર કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કૌભાંડ : EDએ પૂર્વ IAS સંજય ગુપ્તાની 14 કરોડ રૂ.ની સંપત્તિ ટાંચમાં લીધી

સુરત મહાનગર પાલિકાની સત્તાવાર યાદી પ્રમાણે ગઇકાલે શહેરમાં કુલ 13 મોત સાથે શહેરમાં 252 અને જિલ્લામાં 32 મળીને 283 મોત  દર્શાવવામાં આવ્યા છે. જોકે, એજ દિવસ માં સ્મીમેર, સિવિલ, અને ખાનગી હૉસ્પિટલમાંથી કોવિડ કે શંકાસ્પદ કોવિડમાં મૃત્યુ પામનારા 45થી વધુ લોકોના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા છે. આમ સરકાર દ્વારા કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે અંતિમ સંસ્કારના આંકડા છૂપાવવામા આવતાની ચર્ચાને કારણે લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. સુરતમાં કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે મૃત્યુ પામનારાઓની હાલત અંતિમ સંસ્કાર માટે કેવી રીતે લઈ જવામા આવે છે તેના પરથી કલ્પના કરી શકાય છે. સરકારની તંત્રએ મોડી સાંજે નવ લોકોના મોત કોરોનાના કારણે થયાંની જાહેરાત કરી હતી તો બીજી તરફ મોડી સાંજે સિવિલ હૉસ્પિટલમાંથી એક સાથે 14 જેટલા મૃતદેહને કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે અંતિમ વિધિ માટે લઈ જવામા આવ્યા હતા.આ પણ જુઓ - 

કોવિડ હૉસ્પિટલમાં દાખલ કરવામા આવેલા મૃતકોની હાલત એટલી ગંભીર હતી કે મૃતકોને અલગ અલગ શબ વાહિનીમાં લઈ જવાના બદલે એક શબવાહનીમાં ત્રણ બીજી શબવાહિનામાં છ અને ત્રીજી શબ વાહિનીમાં પાંચ મૃતદેહને લઈ જવામા આવ્યા હતા. ત્રણ શબ વાહિનીમાં 14 મૃતદેહને લઈ જવામા આવ્યા હતા. જોકે આ વીડિયો અન્ય કોઈ નહિ પણ શહેરના એક એડવોકેટ દ્વારા કોરોના સારવાર માટે સિવિલમાં દાખલ છે અને ત્યારે ગતરોજ પોતાના મોબાઈલથી વીડિયો બનાવી શહેરના લોકોને જાગૃત કરવા સાથે એકતા ટ્રસ્ટ લોકોનો જુસ્સો વધારવા બનાવ્યો હોવાનું જાણકારી આપી હતી.
Published by: Kaushal Pancholi
First published: July 9, 2020, 8:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading