વાલીઓ સાવધાન! MBBSમાં એડમિશનના નામે એજન્સીએ 30 લાખ રૂપિયા પડાવી લીધા

News18 Gujarati
Updated: November 27, 2019, 6:22 PM IST
વાલીઓ સાવધાન! MBBSમાં એડમિશનના નામે એજન્સીએ 30 લાખ રૂપિયા પડાવી લીધા
પ્રતિકાત્મક તસવીર

સુરતની કનસલ્ટન્સીએ રાજસ્થાનની યુવતીને બેંગલુરૂની મેડિકલ કૉલેજમાં એડમમિશન અપાવાના નામે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ

  • Share this:
સુરત : સુરતમાં (Surat)માં સતત ચિટિંગના (Cheating) બનાવો સતત વધી રહ્યા છે ત્યાં વધુ એક કિસ્સો સામે આવ્યો. બેંગલુરૂની(Bengluru)ની મેડિકલ કૉલેજમાં (Medical Collage) પ્રવેશ (Admission) અપાવવાના બહાને ડુમ્મસ રોડ (Dummas Road)ની ટેલેન્ટ એરા સર્વિસે (Talent Era Service) એક વાલી પાસેથી રૂ. 30 લાખ પડાવી (Cheated) લીધા અને રૂપિયા પરત નહિ આપતા પોલીસ (Police)માં વાલીએ ફરિયાદ નોંધાવી છે. આ કિસ્સો તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન છે.

બનાવની વિગત એવી છે કે શહેરના ડુમસ રોડ પર આવેલ લક્ઝૂરીયા બિઝનેસ હબમાં ટેલેન્ટ એરા સોલ્યુશન એન્ડ સર્વિસીસના સંચાલકોએ રાજસ્થાન કોટાની યુવતીને બેંગ્લોરની વૈદેહી મેડિકલ ઇન્સ્ટીટયુટ એન્ડ રિસર્ચમાં એમ.બી.બી.એસમાં એડમીશન અપાવવાના બહાને રૂા. 30 લાખ પડાવી લઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં નોંધાઈ છે. જોકે, એડમીશનના નામે કંપની દ્વારા અન્ય લોકો સાથે પણ ઠગાઇ કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચો : અમદાવાદ ટ્રાફિક પોલીસનો સપાટો, પોર્શે, રેંજ રોવર, મર્સિડીઝ ડિટેન, ચાલકોને દંડ

રાજસ્થાન કોટાના પી.આઇ.પી રોડ સ્થિત મહાવીર નગરની પરિજાત કોલોનીમાં રહેતા અનિલએ પુત્રીને એમ.બી.બી.એસ માં એડમીશન અપાવવા માટે શહેરના ડુમસ રોડ મગદલ્લા નજીકના લક્ઝુરીયા બિઝનેસ હબમાં આવેલી ટેલેન્ટ એરા સોલ્યુશન એન્ડ સર્વિસીસનો ગત એપ્રિલ મહિનામાં સંર્પક કર્યો હતો.પણ આખરે કૉલેજમાં એડમિશન પણ ના મળ્યું અને રૂપિયા ભરેલા પરત ના મળતા આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રની પ્રખ્યાત ધ ગ્રાન્ડ ઠાકર અને ભાભા સહિતની હોટલોમાં દરોડા, અખાદ્ય ખોરાક મળ્યો

પોતાની વ્હાલસોયી પુત્રીને ડોકટર બનાવવાના સપના જોનાર અનિલ ગાલવે ટેલેન્ટ એરા સોલ્યુશન એન્ડ સર્વિસીસના સંચાલકો સાથે ટેલિફોનીક અને રૂબરૂ મુલાકાત દરમ્યાન વાતચીત કરતા કર્ણાટકના બેંગલુરૂ સ્થિત વૈદેહી મેડિકલ ઇન્સ્ટીટયુટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં પ્રવેશ અપાવવાની લાલચ આપી હતી. જેના માટે ટેલેન્ટ એરા સર્વિસીસના સંચાલકોએ ટૂકડે-ટૂકડે અનિલ ગાલવ પાસેથી રોકડા અને ચેકથી કુલ રૂા. 30 લાખ લીધા હતા. પરંતુ ટેલેન્ટ એરા ના સંચાલકો મેડિકલ કોલેજમાં એડમીશન અપાવી શક્યા ન્હોતા. જેથી અનિલ ગાલવે આપેલા રૂા. 30 લાખ પરત આપવાની માંગણી કરી હતી. જેથી ટેલેન્ટ એરાના સંચાલકોએ અલગ-અલગ રકમના કુલ રૂા. 30 લાખના ચેક આપ્યા હતા. જે ચેક બેંકમાં ભરતા રિટર્ન થયા હતા અને ત્યાર બાદ સંચાલકો ઓફિસને રાતોરાત તાળા મારી ભુગર્ભમાં ઉતરી ગયા હતા. જેથી આ અંગે અનિલ ગાલવે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. 
First published: November 27, 2019, 6:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading