સુરત: બે વર્ષમાં પૈસા ડબલ કરી આપવાની સ્કીમ મૂકી કંપનીએ અનેક લોકોને નવડાવ્યાં

સુરત: બે વર્ષમાં પૈસા ડબલ કરી આપવાની સ્કીમ મૂકી કંપનીએ અનેક લોકોને નવડાવ્યાં
નવ લોકો સામે ફરિયાદ.

ઠગાઈનો ભોગ બનેલા ડિંડોલીના વૃદ્ધે સરથાણા પોલીસ મથકમાં કંપનીના સંચાલકો, મેનેજર, એજન્ટ સહિત 9 વિરુદ્ધ કુલ રૂ.45.32 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

  • Share this:
સુરત: સુરતમાં બે વર્ષમાં પૈસા ડબલ કરી આપવાની સ્કીમ (Ponzi scheme) આપી કંપનીએ કરોડોમાં ઉઠમણું કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે સરથાણા વિસ્તારની dsgm કંપનીના સંચાલક સહિત નવ લોકો સામે ગુનો (FIR) નોંધ્યો છે. આ લોકો આયુર્વેદિક પ્રોડક્ટ (Ayurvedic product) બનાવીને વેચતી કંપનીમાં રૂપિયા 7,500 ભરી સભ્ય બન્યા બાદ જેમ જેમ વધારે સભ્યોને કંપની સાથે જોડે તેમ વધારે કમિશન આપવાની તેમજ બે વર્ષમાં પૈસા ડબલ થવાની લાલચ આપતા હતા. આ મામલે નવ સભ્ય સામે 45 લાખથી વધુની ઠગાઈની ફરિયાદ દાખલ થાય છે.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં વધુ એક કંપનીનું ઉઠમણું થતા હાહાકાર મચી જવા પામી છે. રિયલ એસ્ટેટ અને પી.વી.સી પાઈપ ઉત્પાદનમાં સક્રિય સરથાણા જકાતનાકા સ્થિત ડીએસજીએમ ઇન્ડિયા પ્રા.લી.ની આયુર્વેદિક પ્રોડક્ટ બનાવી વેચતી કંપનીની બે વર્ષમાં પૈસા ડબલ કરવાની સ્કીમમાં જો કોઈ રોકાણ કરે તો તેને દર મહિને કમિશન આપવાની વાત કરી સેંકડો લોકો પાસે રોકાણ કરાવી લાખો રૂપિયા ઉઘરાવી કંપનીના સંચાલકો ઉઠમણું કરી ફરાર થઈ ગયા છે.આ પણ વાંચો: પીડા આપતી પથરીથી મેળવો છૂટકારો: આ પાંચ રીત અજમાવીને કુદરતી રીતે જ દૂર કરો પથરી

ઠગાઈનો ભોગ બનેલા ડિંડોલીના વૃદ્ધે સરથાણા પોલીસ મથકમાં કંપનીના સંચાલકો, મેનેજર, એજન્ટ સહિત 9 વિરુદ્ધ કુલ રૂ.45.32 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સુરતમાં ડિંડોલી ખરવાસા રોડ ઓમનગર સોસાયટીમાં રહેતા અભિમન્યુ ઉર્ફે આબા હિમતરાવ પાટીલ અગાઉ ઉધના રેલવે સ્ટેશન નજીક આયુર્વેદિક પ્રોડક્ટનું વેચાણ કરતા હતા ત્યારે મિત્ર કૈલાશ સોનવણેએ જીતેન્દ્રકુમાર મોહંતો અને નવીનકુમાર મોહંતો સાથે ઓળખાણ કરાવી હતી.

જીતેન્દ્રકુમાર અને નવીનકુમાર રિયલ એસ્ટેટ અને પી.વી.સી પાઈપ ઉત્પાદનમાં સક્રિય સરથાણા જકાતનાકા સ્થિત ડીએસજીએમ ઇન્ડિયા પ્રા.લી.ની આયુર્વેદિક પ્રોડક્ટ બનાવી વેચતી કંપનીમાં રૂ.7500 ભરી સભ્ય બનનારને કંપની પ્રથમ રૂ.7500 ના રોકાણની સામે આયુર્વેદિક પ્રોડક્ટ અથવા કોઈ અન્ય પ્રોડક્ટ આપતાની બાંહેધરી આપતા હતા. પછી જો રોકાણકાર વધુ રોકાણ કરે તો અને તેને કોઈ પ્રોડક્ટ જોઈતી ન હોય તો તેવા પ્લાન પણ આપી કમિશન અને બે વર્ષમાં પૈસા ડબલ કરવાની બાંહેધરી પણ આપતા હતા.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની આગાહી: જાણો વાતાવરણમાં પલટા બાદ ક્યારે પડી શકે છે માવઠું

જો કોઈ રોકાણકાર તેમની નીચે વધુ સભ્યો બનાવે તો વધુ કમિશન મળશે તેવી લાલચને પગલે અભિમન્યુ ઉર્ફે આબાભાઈ રૂ.7500 રોકી સભ્ય બન્યા હતા. 8-10 દિવસ બાદ જીતેન્દ્રભાઈ અભિમન્યુ ઉર્ફે આબાભાઈને કંપનીની સરથાણા જકાતનાકા ગોકુલમ આર્કેડ સ્થિત ઓફિસે લઈ ગયા ત્યારે ત્યાં હાજર કંપનીના માલિક ભાર્ગવભાઇ, તેમના ભાઈ મહેન્દ્રભાઈએ કીમમાં પી.વી.સી પાઈપ બનાવવાની કંપની અને રોયલના નામે કન્સ્ટ્રક્શનનું મોટું કામ છે તેમ કહી જેટલું રોકાણ કરશો અને કરાવશો તેટલો વધુ ફાયદો થશે તેમ કહેતા અભિમન્યુ ઉર્ફે આબાભાઈએ પોતે તેમજ પોતાના પરિચિત 16 વ્યક્તિનું કુલ રૂ. 63,11,500નું રોકાણ કંપનીમાં કર્યું હતું.

કંપનીએ તમામને શરૂઆતમાં દર મહિને સમયસર કમિશન આપ્યું હતું. પરંતુ એપ્રિલ 2019માં કમિશન આવતું બંધ થઈ ગયું હતું. આથી અભિમન્યુ ઉર્ફે આબાભાઈ જીતેન્દ્રભાઈ અને નવીનકુમારની સાથે કંપનીની ઓફિસે ભાર્ગવભાઈને મળ્યા તો તેમણે તમે રોકેલી કોઈ રકમ ડૂબશે નહીં તેવો વાયદો કર્યો હતો. જોકે, બીજા જ મહિને કંપનીની ઓફિસ બંધ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: વેલેન્ટાઇન વીકમાં સામે આવ્યા દુઃખદ કિસ્સા: રાજકોટમાં પ્રેમી યુગલે ઝાડ સાથે લટકી જીવ આપ્યો, સગીર-સગીરે પુલ પરથી કૂદ્યા

જે બાદમાં રોકાણકારો ભેગા થઈ ભાર્ગવભાઈના ઘરે પહોંચ્યા. જ્યાં ભાર્ગવભાઈ, તેમના ભાઈ મહેન્દ્રભાઈ અને ભાર્ગવભાઈના પત્ની શિવાનીબેને રકમ પરત મળશે તેવી બાંહેધરી આપી હતી. ત્યાર બાદ વારંવાર ઉઘરાણી કરતા તેમણે રોકણકારોને ચેક લખી આપ્યા હતા પરંતુ તે એકાઉન્ટ ક્લોઝના શેરા સાથે પરત થયા હતા. જે બાદમાં ભાર્ગવભાઈ, તેમના પત્ની શિવાનીબેન અને ભાઈ મહેન્દ્રભાઈએ જીતેન્દ્રકુમાર અને નવીનકુમાર જેવા બીજા ત્રણ સિનિયર રોકણકારો મારફતે સેંકડો લોકો પાસે લાખો રૂપિયાનું રોકાણ કરાવી ઉઠમણું કર્યું હોવાની માહિતી મળતા અભિમન્યુ ઉર્ફે આબાભાઈએ કુલ 9 વ્યક્તિ વિરુદ્ધ કુલ રૂ.45,32,185 ની છેતરપિંડીની ફરિયાદ સરથાણા પોલીસ મથકમાં નોંધાવી છે.

આ ઘટનામાં પોલીસે ભાર્ગવભાઈ પ્રવિણચંદ્ર પંડયા, પત્ની શિવાનીબેન, ભાર્ગવનો ભાઈ મહેન્દ્ર, મેનેજર હનીસિંઘ, એજન્ટમાં જીતેન્દ્રકુમાર શ્રીરામલખન મોહંતો, નવીનકુમાર રામબ્રિજપ્રસાદ મોહંતો, કૌશિકભાઈ સુરેશભાઈ રાઠોડ, સંજયકુમાર સતીષચંદ્ર દેસાઈ, વિનોદભાઈ ધુડાભાઈ વણકર એમ ૯ સામે ગુનો નોંધાવ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:February 09, 2021, 16:00 pm

ટૉપ ન્યૂઝ