Corona:સુરતની DP સ્કૂલનાં ધોરણ 1નાં બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, સ્કૂલ 7 દિવસ માટે બંધ
Corona:સુરતની DP સ્કૂલનાં ધોરણ 1નાં બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, સ્કૂલ 7 દિવસ માટે બંધ
સુરતની સ્કૂલનાં ધોરણ-1નાં વિદ્યાર્થીઓ પોઝિટિવ
Corona Case in Surat: અડાજણ વિસ્તાર આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલનાં (DPS) ધોરણ 1માં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યાં છે સ્કૂલ દ્વારા સાત દિવસ માટે વર્ગખંડ બંધ કરવામાં આવ્યા છે. આ બંને વિદ્યાર્થીઓ ભાઇ બહેન છે.
સુરત : અડાજણ વિસ્તાર આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલનાં (DPS) ધોરણ 1માં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યાં છે સ્કૂલ દ્વારા સાત દિવસ માટે વર્ગખંડ બંધ કરવામાં આવ્યા છે. આ બંને વિદ્યાર્થીઓ ભાઇ બહેન છે. સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા બે વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા સ્કૂલના તમામ સંચાલકોનું રેપિડ તથા RTPCR ચેકઅપ કરવામાં આવ્યું હતું. જોકે તમામ વિદ્યાર્થી અને સંચાલકો નેગેટિવ આવ્યા હતા. અત્યાર સુધીમાં છેલ્લા ત્રણ મહિનામાં શાળાની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં કુલ 30 જેટલા વિદ્યાર્થીઓને કોરોના પોઝિટીવ થઇ ચૂક્યો છે.
અમદાવાદની નિરમા અને ઉદગમ સ્કૂલનાં વિદ્યાર્થીઓ પણ પોઝિટિવ આવ્યાં
અમદાવાદના એસ.જી.હાઈવે પર છારોડી ખાતે આવેલી નિરમા વિદ્યાવિહાર સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર ડીઈઓના જણાવ્યા અનુસાર વાલીઓએ પોતાના ઘરમા આવેલા અન્ય સંક્રમિત દર્દીઓને ધ્યાને લઈને સમગ્ર પરિવારના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા.જેમાં બે ઘરમાંથી બાળકો પણ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યુ હતું. ત્યારબાદ વાલીઓએ સ્કૂલને જાણ કરી હતી. કોરોના પોઝિટિવ થયેલા ત્રણ વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી પ્રાથમિક શાળાનો છે અને બે વિદ્યાર્થી માધ્યમિકનાં છે. જેમાં એક વિદ્યાર્થી ધોરણ 9નો અને એક ધોરણ 11નો છે. આ બંને વિદ્યાર્થી એક જ ઘરનાં છે. આ બંને બાળકોના પિતા કોરોના પોઝિટિવ આવતા બાળકો સહિત અન્ય સભ્યોએ પણ ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારબાદથી સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતું.
મુંબઇની સ્કૂલનાં 16 વિદ્યાર્થીઓ પોઝિટિવ
મુંબઇ સ્થિત એક સ્કૂલમાં કોરોના વિસ્ફોટની ખબર આવી છે. અહીં 8થી 12માં ધોરણનાં 16 બાળકોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઇ છે. ખાસ વાત એ છે કે, આ સ્કૂલમાં 500થી વધુ બાળકો ભણે છે. તમામ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસનાં નવાં વેરિએન્ટ ઓમિક્રોનનાં 8 નવાં કેસ સામે આવ્યાં છે. આ વાતની જાણકારી સ્વાસ્થ્ય વિભાગે આપી છે. દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો, મહામારીની પહેલી અને બીજી લહર દરમિયાન મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત થયેલું રાજ્ય હતું.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર