સુરત : દિવાળીએ સુરતમાં આવતી-જતી ડોમેસ્ટિક ફ્લાઇટોના ભાડામાં તોતિંગ વધારો

News18 Gujarati
Updated: October 21, 2019, 11:32 AM IST
સુરત : દિવાળીએ સુરતમાં આવતી-જતી ડોમેસ્ટિક ફ્લાઇટોના ભાડામાં તોતિંગ વધારો
સુરત એરપોર્ટ (ફાઇલ તસવીર)

દિવાળીને ધ્યાનમાં રાખીને સુરત આવતી-જતી ફ્લાઇટના ભાડામાં તોતિંગ વધારો, ઇન્ટરનેશનલ કરતા ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડા વધી ગયા!

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતીઓ દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. ખાવા અને ફરવાના શોખીન સુરતીઓએ આ દિવાળીએ બહાર જવા માટે પોતાની પરસેવાનો કમાણી ભાડા પાછળ ખર્ચી દેવી પડી રહી છે. દિવાળીને ધ્યાનમાં રાખીને સુરત એરપોર્ટ પર આવતી ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડામાં તોતિંગ વધારે ઝીંકવામાં આવ્યો છે.

તહેવારના પ્રસંગે એરપોર્ટ પર સુરતના લોકોની અવાર જવર વધી છે. સુરતના એરપોર્ટ પર આવતી એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ અને ઇન્ડિગો એરલાઇન્સે ભાડામાં તોતિંગ વધારો કરતા સુરતીઓના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે.

આ એરલાઇન્સોએ સામાન્ય દિવસની સરખામણીએ દિવાળીમાં એરફેરમાં ત્રણ ગણો તોતિંગ વધારો કર્યો છે. એટલું જ નહીં, એરલાઇન્સો આગામી દિવસોમાં એરફેર હજી પણ વધારે તેવી શક્યતા છે.

હાલ ઉદયપુર, કોલકાતા, જેસલમેર, ભોપાલ અને બેંગ્લોરનું એરફેર ભાડું 12 હજારને પાર પહોંચી ગયું છે . જ્યારે દિલ્હીનું એરફેર 15 હજારને પાર કરી ગયું છે. સામાન્ય દિવસોમાં દિલ્હી, ઉદયપુર, કોલકાતા, જેસલમેર, ભોપાલ અને બેંગ્લોરનું એરફેર 2થી 5 હજાર હોય છે.

દિવાળીમાં દિલ્હી, ઉદયપુર, કોલકાતા, જેસલમેર, ભોપાલ અને બેંગ્લોર ડોમેસ્ટિક ભાડામાં વધારો થયો છે, ત્યારે સુરતથી એક માત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શારજાહ જતી હોવાથી સુરતીએ હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં જવાનું પસંદ કરી રહ્યા છે. ડોમેસ્ટિકના ભાડા વધી જતાં ઇન્ટરનેશનલ ફ્લાઇટના પેકેજની માંગ વધી રહી છે.શહેર દિવાળીમાં ભાટું સામાન્ય દિવસોમાં
દિલ્હી 15,147 5,330
ઉદયપુર 13,394 3233
કોલકાતા 13,080 4029
જેસલમેર 13,071 3570
ભોપાલ 12,870 2684
બેંગ્લોર 12,552 3473
શારજાહ 9,449 8,899
ગોવા 8,722 3,199
ચૈન્નઈ 7,229 2765
જયપુર 6,464 4,470
હૈદરાબાદ 5,204 2673
મુંબઈ 3,741 2,997


First published: October 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading