સુરત : 'તને બીજી પત્ની તરીકે રાખીશ' કહીને શરીર સંબંધ બાંધ્યો, યુવક ફરી જતાં મહિલાએ ફરિયાદ આપી


Updated: July 1, 2020, 12:16 PM IST
સુરત : 'તને બીજી પત્ની તરીકે રાખીશ' કહીને શરીર સંબંધ બાંધ્યો, યુવક ફરી જતાં મહિલાએ ફરિયાદ આપી
પ્રતિકાત્મક તસવીર

લગ્નની લાલચ આપીને ત્યક્તા સાથે શારીરિક સંબંધ બાંધનાર યુવકની પોલીસે ધરપકડ કરી, યુવકે મહિલાને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

  • Share this:
સુરત : સુરતના મોરાભાગળની ત્યક્તાને છૂટાછેડા (Divorce) બાદ રહેવા માટે ભાડાનો ફલેટ અપાવવા ઉપરાંત લગ્ન (Marriage) કરવાની લાલચ આપી અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા બાદ તરછોડી દઇને જાનથી મારી નાખવાની ધમકી (Death Threat) આપનારની યુવાન વિરુદ્ધ મહિલાયે રાંદેર પોલીસ (Rander Police)માં આપી હતી. ફરિયાદ બાદ પોલીસે યુવકને ધરપકડ કરીને તેને જેલના સળિયા (Jail) પાછળ ધકેલી દીધો છે.

સુરતના મોરાભાગળ વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન વર્ષ 1998માં થયા હતા. જે બાદ મહિલાએ પારિવારિક ઝઘડાને લઈને પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. મહિલાના બે પુત્ર પૈકી એક મહિલા સાથે અને બીજો પતિ સાથે રહે છે. છૂટાછેડા બાદ મહિલા કતારગામ વિસ્તારમાં રહેતી હતી અને લસકાણા ખાતે નોકરી કરતી હતી. આ સમયે તેનો પરિચય દર્શન ભગવાન ભાદાણી સાથે થયો હતો.

આ પણ વાંચો : મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંતોને કોરોના થયો, સારવાર માટે ખસેડાયા

આ મહિલા મૂળ ભાવનગરના વલ્લભીપુર, તાલુકાના શાહપોર ગામના રહેવાસી દર્શન ભગવાન ભાદાણી સાથે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. દર્શન આ મહિલાને આર્થિક મદદ પણ કરતો હતો. દરમિયાન મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા થઇ જતા દર્શને બીજી પત્ની તરીકે રાખીશ એમ કહી લગ્ન કરવાની લાલચ આપી મહિલાને ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો.

વીડિયો જુઓ : અમદાવાદમાં કોરોનાને કેસમાં સતત ઘટાડો
આ ફ્લેટ પર દર્શન વારંવાર આવતો હતો અને બંને વચ્ચે અનેક વખત શરીર સંબંધ પણ બંધાયા હતા. થોડા સમય સુધી ચાલેલા પ્રેમ સંબંધ અને મહિલાનું શારીરિક શોષણ કર્યા બાદ અચાનક યુવાને મહિલા સાથેના સંબંધ કાપી નાખ્યા હતા. જે બાદમાં મહિલા એક દિવસ આ યુવના ઘરે પહોંચી ગઈ હતી. આ સમયે યુવાને મળવાની ના પાડીને મહિલાને ઘરે આવીશ તો જીવથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. મહિલાને પોતાની સાથે ખોટું થયાના ભાવ સાથે પોલીસમાં ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે યુવકની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
First published: July 1, 2020, 12:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading