Home /News /south-gujarat /

'જીતુ વાઘાણી માફી માગે, નહીં તો હું તેમનું મોં કાળું કરીશ'

'જીતુ વાઘાણી માફી માગે, નહીં તો હું તેમનું મોં કાળું કરીશ'

  હાલમાં જ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીત વાઘાણીએ કોંગ્રેસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેને લઇને ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. એવામાં સુરત જીલ્લા કોંગ્રેસના મહામંત્રીની ફેસબુક ઉપર વિચિત્ર જાહેરાત કરીને ચર્ચામાં આવ્યા છે.

  સુરત જીલ્લા કોંગ્રેસના મહામંત્રી સ્નેહલ શાહે ફેસબુક ઉપર જાહેરાત કરી કે જીતુ વાઘાણી 'સ્તનપાન' મુદ્દે એના ફાલતુ નિવેદન બદલ દેશની મહિલાઓની માફી માગે, નહીં તો સુરત જિલ્લામાં આવશે ત્યારે તેમનું મોં હું કાળું કરીશ.

  અહીં ક્લિક કરી વાંચોઃ હવે મેડિકલ સ્ટોર્સ ઉપરાંત કરિયાણાની દુકાન અને પેટ્રોલ પમ્પ પર પણ દવાઓ વેચાશે

  ઉલ્લેખનીય છે કે રાધનપુરમાં ભાજપ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આશ્ચર્યજનક ટિપ્પણીઓ કરી હતી. જેમાં વાઘાણીએ જણાવ્યું કે રાહુલ કમાન્ડોની સુરક્ષા વચ્ચે જનમ્યા હતા. જે ઘોડિયામાં કમાન્ડોની સાથે જનમ્યા હોય તે દેશની વાતો કરે છે. વધુમાં વાઘાણીએ કહ્યું કે દૂધ પીતી વખતે થાય તે ખરુ, આપણે જોવા નથી ગયા. આટલાથી ન અટકતા વાઘાણીએ કહ્યું કે રાહુલે કમાન્ડોની સુરક્ષા વચ્ચે માતાનું દૂધ પીધું છે.

  વાઘાણીની સ્પષ્ટતા

  રાધનપુરમા ભાજપ યુવા સમેલનમાં સંબોધન દરમિયાન ગુજરાત ભાજપ પ્રમુખ વાઘાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને લઇને રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વાઘાણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે વિવાદ બાદ વાઘાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ ખોટી રીતે વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મારો કહેવાનો અર્થ માત્ર વીઆઇપી કલ્ચર હોવાનો હતો. જો કે વાઘાણીએ સાથે જણાવ્યું કે ભૂતકાળમાં મારી માતા અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોંગ્રેસના નેતાઓ દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Facebook post, જીતુ વાઘાણી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन