રેમડેસિવિર ઇન્જેક્શન માટે સુરત જિલ્લા વહીવટી તંત્રની પ્રશંસનીય કામગીરી, અહીં નથી લાગતી લાઈનો, જાણો કેમ?

રેમડેસિવિર ઇન્જેક્શન માટે સુરત જિલ્લા વહીવટી તંત્રની પ્રશંસનીય કામગીરી, અહીં નથી લાગતી લાઈનો, જાણો કેમ?
રેમડેસિવિર પહોંચાડવાની કામગીરી.

છેલ્લા કેટલાક દિવસોથી રેમડેસિવિર ઈન્જેકશનની અછતને કારણે રાજ્યભરમાં ભારે ઉહાપોહ મચ્યો છે. અનેક ઠેકાણે ઈન્જેક્શનના કાળા બજાર થઈ રહ્યા છે.

 • Share this:
  કેતન પટેલ, બારડોલી: એક તરફ સુરત સહિતના મોટા શહેરોમાં કોરોનાની સારવારમાં જરૂરી રેમડેસિવિર ઈન્જેક્શન (Remdesivir injection) માટે હૉસ્પિટલો (Hospitals) અને મેડિકલ સ્ટોર્સ પર દર્દીના સગાઓની લાંબી કતારો જોવા મળી રહી છે, ત્યારે સુરત જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા એક અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવસ્થાના ભાગરૂપે તમામ સરકારી તેમજ ખાનગી હૉસ્પિટલોને ખૂબ જ સરળતાથી ઈન્જેકશનનો જથ્થો પહોંચી રહ્યો છે.

  છેલ્લા કેટલાક દિવસોથી રેમડેસિવિર ઈન્જેકશનની અછતને કારણે રાજ્યભરમાં ભારે ઉહાપોહ મચ્યો છે. અનેક ઠેકાણે ઈન્જેક્શનના કાળા બજાર થઈ રહ્યા છે. અંદાજિત 800-900 રૂપિયાનું ઈન્જેક્શન 5 હજારથી12 હજાર રૂપિયામાં મળી રહ્યું છે. ઈન્જેકશન સમયસર નહીં મળવાથી અનેક દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે.  આ પણ વાંચો: રાજકોટ: રાત્રિ કર્ફ્યૂમાં મહિલા કૉલેજ અંજરબ્રિજ પાસે ડાન્સ કરતી યુવતીનો વીડિયો વાયરલ

  આ સમયે બારડોલીના વહીવટી તંત્ર દ્વારા રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા સુરત જિલ્લા માટે રેમડેસિવિર ઈન્જેકશનનો જે જથ્થો ફાળવવામાં આવ્યો છે, તેનો વહીવટ બારડોલી પ્રાંત કચેરી ખાતેથી થઈ રહ્યો છે. બારડોલી પ્રાંત દ્વારા સમગ્ર જિલ્લામાં તાલુકા માટે અલગ અલગ ઇ-મેલ આઈડી જાહેર કરવામાં આવ્યા છે. જે ઇ-મેલ આઇડી પર હૉસ્પિટલ દ્વારા જથ્થાની જરૂરિયાત અને દર્દીનાં નામ અને ઓળખકાર્ડ સાથે ફોર્મ મોકલવાનું હોય છે. ઇ-મેલ મળ્યાના ગણતરીના કલાકોમાં જ બારડોલી પ્રાંત કચેરીના કર્મચારી જે તે હૉસ્પિટલ સુધી આ જથ્થો સમયસર પહોંચાડી દે છે.

  આ પણ વાંચો: વૃદ્ધાવસ્થામાં યુવાન લાગે છે આ દેશની મહિલાઓ, પાર્લરમાં ગયા વગર આ કામ કરીને રહે છે સુંદર અને યુવાન

  આ નિર્ણયને કારણે દર્દી કે હૉસ્પિટલના પ્રતિનિધિએ કચેરી સુધી ધક્કા ખાવા પડતાં નથી અને સમયસર હૉસ્પિટલમાં જ ઈન્જેકશન ઉપલબ્ધ થવાથી દર્દીને સમયસર સારવાર પણ મળી રહી છે. અત્યારસુધીમાં 1200 જેટલા ઈન્જેક્શન જિલ્લાની અલગ અલગ ખાનગી અને સરકારી હૉસ્પિટલોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. તમામને પૂરતા પ્રમાણમાં ઈન્જેકશનનો જથ્થો પણ મળી રહ્યો હોય હાલ ચિંતાની કોઈ વાત નથી.
  Published by:Vinod Zankhaliya
  First published:April 15, 2021, 09:33 am

  ટૉપ ન્યૂઝ