સુરત : સુરતમાં આજે એક 11 વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત સજાનો હુકમ કર્યો છે. આ સાથે જ ભોગ બનનાર બાળકીને 7 લાખ રૂપિયાની સહાય કરવાનો પણ આદેશ આપ્યો છે. આ નરાધમ બાળા સાથે હવસનો ખેલ ખેલ્યા બાદ બાળકીને ધમકી આપી હતી કે, જો તું કોઈને કહીશ તો તારા મમ્મી પપ્પાને જાનથી મારી નાખીશ. જોકે આ મામલે પરિવારે ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.
આજે આ મામલાનો કેસ ચાલી જતા સુરતની કોર્ટ આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સાથે ભોગ બનનાર બાળકીને 7 લાખની સહાય આપવાનો આદેશ કર્યો છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી નાની નાની બાળાને હવસખોરો ચોકલેટ આપવાના બહાને પોતાની સાથે લઈ જઈ પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે, ત્યારે વર્ષ 2019માં સુરતના સલાબતપુરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી બાળકી ઘર નજીક આવેલી દુકાનમાં અવારનવાર ચોકલેટ લેવા જતી હતી. ત્યારે અહીંયા દુકાન ધરાવતા જાવેદ શેખે આ બાળકી પર છેલ્લા કેટલાક સમયથી દાનત બગાડી હતી.
ત્યારે એક દિવસ આ બાળકી ચોકલેટ અને બિસ્કિટ લેવા આવી હતી તાયે જાવેદ શેખ દ્વારા આ બાળકીની એકલતાનો લાભ લઇને તેને પોતાની દુકાનમાં બળજબરી પૂર્વક શારીરિક અડપલા કરી બાળકી સાથે દુસ્કર્મ આચર્યુ હતું. આ ઈસમે બાળકીને ધમકાવી હતી કે જો તું કોઈને કહીશ તો તારા મમ્મી પપ્પાને જાનથી મારી નાખીશ.
જોકે, ગભરાયેલી બાળકીએ આ મામલે કોઈને પણ કહ્ય નહોતું. જોકે આ હવસ ખોરે બાળકી સાથે અનેક વખત દુસ્કર્મ આચર્યુ હતું. જોકે એક દિવસ બાળકી એ તેની સાથે બનતી ઘટના પરિવારને કહેતા પરિવારે આ મામલે પોલીસ મથકે જઈને પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.