સુરતમાં રત્નકલાકારોમાં વધતા કેસ માટે કારખાના માલિકો જવાબદાર? વીડિયો થયા વાયરલ


Updated: July 2, 2020, 5:42 PM IST
સુરતમાં રત્નકલાકારોમાં વધતા કેસ માટે કારખાના માલિકો જવાબદાર? વીડિયો થયા વાયરલ
કારખાના માલિકો દ્વારા નિયમ ભંગ.

સુરતમાં હીરા યુનિટોમાં કડક નિયમોના પાલનના નિયમો ફક્ત કાગળ પર! બે વીડિયો વાયરલ થયા બાદ ચર્ચા જાગી.

  • Share this:
સુરત : કોરોના વાયરસ (Coronavirus)ને લઈને ચાલેલા લોકડાઉન (Lockdown)બાદ શરૂ કરવામાં આવેલા અનેલોક 1 અને હવે શરૂ થયેલા અનલોક 2 દરમિયાન સુરતમાં સતત કોરોના દર્દી રહ્યા છે. જેમાં પણ સૌથી વધારે રત્નકલાકારો (Diamond Workers) સંક્રમિત થઈ રહ્યા છે. જેમાં તંત્રની ગાઇડલાઇનું (Coronavirus Guideline) પાલન ન થતું હોવાનું સામે આવ્યું છે. તંત્ર જ્યારે તપાસ કરવા માટે જાય છે ત્યારે હીરાના કારખાના માલિકો કારીગરોનો ટેરેસ પર છૂપાવી દેતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થયો છે.

સુરતમાં કતારગામ અને વરાછા વિસ્તારના રત્નકલાકારો સૌથી વધારે કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જે બાદમાં તંત્ર દ્વારા થોડા દિવસ પહેલા ડાયમંડ એસોસિએશન સાથે બેઠક કરી ગાઇડલાઇનનું કડક પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને એક સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતું હોવાનું જાણવા મળ્યા બાદ તંત્ર તરફથી એક ઘંટી પર બેથી વધારે કારીગરોનો ન બેસાડવાના નિયમનું કડક પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું.

આ સાથે તંત્ર તરફથી હવે સઘન ચેકિંગ કરવામાં આવશે તેવી વાત પણ કરવામાં આવી હતી. જોકે, આ નિયંત્રણો માત્ર કાગળ પર જ રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. સતત કેસ વધી રહ્ય છે ત્યારે તંત્ર દ્વારા એક અઠવાડિયા માટે સમગ્ર ડાયમંડ ઉદ્યોગ બંધ કરવામાં આવ્યો છે. એવામાં આજે સુરતના સોશિયલ મીડિયામાં બે વીડિયો વાયરલ થયા છે. આ વીડિયોમાં તંત્રની ગાઇડલાઇનનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. અહીં એક ઘંટી પર બેની જગ્યાએ ચાર લોકો બેસાડવામાં આવી રહ્યા છે. 

વીડિયો જુઓ : સુરતમાં કોરોનાનો સપાટો

ખાસ કરીને ડાયમંડ એસોસિયેશન સાથે તંત્રની ટીમ તપાસમાં આવે ત્યારે કારીગરોનો ધાબા પર મોકલી દેવામાં આવે છે. વાયરલ થયેલો વીડિયો વરાછા વિસ્તારોમાં આવેલા એક ડાયમંડ યુનિટનો હોવાનું માલુમ પડ્યું છે. એક તરફ તંત્ર કોરોના વાયરસ ન ફેલાય તે માટે સતત પ્રત્નશીલ છે ત્યારે બીજી તરફ ડાયમંડ ઉદ્યોગ તરફથી ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે.
First published: July 2, 2020, 5:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading