સુરત : જો તમને ફોન પર Cashbackની આવી ઑફર મળે તો ચેતજો, રત્નકલાકારે 50,000 રૂપિયા ગુમાવ્યા

સુરત : જો તમને ફોન પર Cashbackની આવી ઑફર મળે તો ચેતજો, રત્નકલાકારે 50,000 રૂપિયા ગુમાવ્યા
ચોંકાવનારી છેતરપિંંડીનો બોધપાઠ આપતો કિસ્સો. જાણ્યા પછી ક્યારેય નહીં કરો આવી ભૂલ

Paytm બાદ હવે phone payનાં ગ્રાહકોને છેતરવાનું કૌભાંડ સામે આવ્યું, જાણો ગઠિયાઓ કેવી રીતે જાળમાં ફસાવે છે અને કેવી રીતે બચવું

  • Share this:
સુરતમાં (Surat) ઠગબાજો ઠગાઈ કરવાની નવી નવી તરકીબો અજમાવતા હોય છે. ઠગબાજો દ્વારા આપવામાં આવેલી લાલચમાં આવી રત્નકલાકારે (Dimond worker lost money) રૂા. 50 હજાર ગુમાવ્યા હતા. સરથાણા વિસ્તારમાં રહેતા રત્નકલાકારે ફોન પે ઉપર કેશબેકનો લાભ મેળવવાની લાલચમાં ગુગલ પરથી મેળવેલા (google) કસ્ટમર કેર નંબર પર કોલ કરતા ભેજાબાજોની (surat cyber crime) ચુંગાલમાં ફસાઇ જતા રૂા. 50 હજાર ગુમાવવાનો વારો આવ્યો હતો. જો તમે ઑનલાઇન પ્લેટફોર્મ પર મોબાઇલ દ્વારા પેમેન્ટ કે ખરીદી કરતાં હોવ તો તમારા માટે આ કિસ્સો ચેતવણીરૂપ છે. આવા કિસ્સામાં ગઠિયાઓ કેવી રીતે છેતરપિંડી કરે છે તે જાણવા માટે આ સમગ્ર અહેવાલો વાંચવો જોઈએ.

કાપોદ્રા (Kapodra surat) મેઇન રોડ સ્થિત એમ. પરેશ નામના હીરાના કારખાનામાં (Diamond factory) નોકરી કરતા રત્નકલાકાર કેતન ધનજી સુતરીયાએ ગત તા. 24 ના રોજ ફોન પે પરથી મોબાઇલનું રૂા. 598નું રિચાર્જ કર્યુ હતું. અને આ રીચાર્જ પર કેશબેકની (Cashback ofer) ઓફર હતી. પરંતુ  ઓફર હોવા છતા તેનો લાભ નહીં મળતા કેતને ગુગલ પરથી ફોન પે નો કસ્ટમર નંબર 9883099648 મેળવી કોલ કર્યો હતો.કોલ રિસીવ કરનારે કેતનની કેશબેકની કમ્પલેઇન નોંધી અમારા સિનીયરનો કોલ આવશે એમ કહ્યું હતું અને ત્યાર બાદ કેતન પર મોબાઇલ નં. 7439448334 પરથી કોલ આવ્યો હતો. મોબાઇલ નં. 7439448334 પરથી વાત કરનાર ભેજાબાજે કેશબેક આપવાની લાલચ આપી કેતન પાસે એની ડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને તેનો 9 ડિજીટનો કોડ તથા બેંક તરફથી કેતનને આવેલા ટેક્સ મેસેજ તથા એક્સીસ બેંકનો ક્રેડિટ કાર્ડ નંબર, સીવીવી નંબર અને કાર્ડની એક્સપાયરી ડેટ મેળવી લઇ પ્રોસેસ કરી જીમેઇલ ચેક કરવા કહ્યું હતું.

આ પણ વાંચો :  ઝડપાયો, બેવાર પાકિસ્તાન જઈ આવ્યો હોવાનો ઘટસ્ફોટકચ્છ : ISI સાથે સંપર્ક રાખવાના આરોપમાં એજન્ટ 

કેતને જીમેઇલ ચેક કરતા તેના એક્સીસ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી રૂા. 84,999 કપાઇ ગયા હતા. પૈસા કાપતા કેતને તુરંત જ પુનઃ ઉપરોક્ત નંબર પર કોલ કર્યો હતો. જેથી તે રૂપિયા તો એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા પરંતુ ભેજાબાજે બીજુ ટ્રાન્જેકશન કરી રૂા. 50 હજાર ઉપાડી લીધા હતા.

આ પણ વાંચો :   સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા બે કાંઠે, ગરુડેશ્વર ખાતે મંદિર ધરાશાયી, જુઓ લાઇવ દ્રશ્યો

જેથી પોતાની સાથે ઠગાઇ થઇ હોવાની જાણ થતા કેતને એની ડેસ્ક નામની એપ્લિકેશન ડિલીટ કરી દીધી હતી અને તુરંત જ પોલીસને આ મામલે જાણ કરતા કાપોદ્રા પોલીસે આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:August 31, 2020, 13:53 pm

ટૉપ ન્યૂઝ