Home /News /south-gujarat /Surat News: હિરાનાં વેપારી, કરોડોની સંપત્તિ છોડી પત્ની અને દીકરી સાથે લેશે દિક્ષા
Surat News: હિરાનાં વેપારી, કરોડોની સંપત્તિ છોડી પત્ની અને દીકરી સાથે લેશે દિક્ષા
હિરાનાં વેપારી લેશે દિક્ષા
Surat News: હાલ સુરતમાં રહેતા ડાયમંડના (Diamond Trader) વેપાર સાથે સંકળાયેલા નીરવભાઈ વલાણી (Niravbhai Valani) તેમની પત્ની સોનલ અને દીકરી વિહા સાથે દીક્ષા લેશે. પત્ની સોનલ અને પુત્રી વિહા 10 ફેબ્રુઆરીના રોજ દીક્ષા લેશે
સુરત શહેરમાં મોટી સંખ્યામાં જૈન સમાજના બાળકોથી માંડીને મોટી વયના લોકો જવાન સંસાર છોડીને સંયમનાં માર્ગે જવાનો નિર્ણય ક્યો છે. તેઓ તેમની કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને પણ આખો પરિવાર સાથે દીક્ષા લઈ રહ્યા છે. ત્યારે વધુ એક કરોડપતિ પરિવાર ધન દોલત છોડીને સંયમનાં માર્ગે જવાનું નક્કી કર્યું છે.
સુરતનાં વેસુમાં નંદનવન સોસાયટીમાં રહેતા અને મૂળ ધાનેરાના વતની અને હાલ સુરતમાં રહેતા ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા નીરવભાઈ વલાણી તેમની પત્ની સોનલ અને દીકરી વિહા સાથે દીક્ષા લેવાં જઇ રહ્યાં છે.
પત્ની સોનલ અને પુત્રી વિહા 10 ફેબ્રુઆરીના રોજ વેસુમાં મહાવીર કોલેજની બાજુમાં બનેલા ડોમમાં આવેલ રશ્મિરત્નસૂરિજીના હસ્તે રજોહરણ ગ્રહણ કરશે. જ્યારે નીરવભાઈ 17મીએ આંધ્રપ્રદેશના તેનાલી ખાતે મુનિરાજ ગુણહંસવિજય મહારાજના હસ્તે રજોહરણ ગ્રહણ કરશે.
તેમણે માત્ર ધોરણ 4 સુધીનો અભ્યાસ કર્યો છે પરંતુ તેને સંસ્કૃતનાં 1500થી વધુ શ્લોક કંઠસ્થ છે. દીકરા લક્ષે પણ 13 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. પરિવારના મોભી નીરવભાઈએ કહ્યું હતું કે, અગાઉ 5 વર્ષ પહેલા એમના દીકરા લક્ષે પણ 13 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. હાલ તેઓ ક્ષમાશ્રમણવિજય મહારાજ તરીકે સાધુ જીવન વિતાવી રહ્યા છે. પુત્રના સંયમના જીવનને જોઇને મારા પરિવારના બાકીના સભ્યોએ પણ સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું હતું. કરોડોની સંપત્તિ છોડીને ઘરને તાળું મારી સંયમજીવન જીવશે.
પરિવારનું જણાવ્યા પ્રમાણે છેલ્લા 4 વર્ષથી મહારાજ પાસે રહીને સંયમજીવનની તૈયારી કરી રહી હતી. 2 વર્ષથી અમે પણ મહારાજ પાસે જતા હતા. ત્રણેયે નક્કી કર્યું હતું કે, હવે આપણે એક સાથે દીક્ષા લઈ ઘરને તાળું મારી સંયમજીવન જીવીશું. મારી દીકરી વિહાને ફોનનો ખૂબ જ શોખ છે.
શહેરના વેસુ વિસ્તારમાં રહેતો પરિવાર ડાયમંડનો બિઝનેસ અને કરોડોની સંપત્તિ છોડી સંયમના માર્ગે જશે. લગ્ન પહેલા જ દીક્ષા લેવાની ઇચ્છા અઘરું રહી તે લગ્ન પછી પૂર્ણ કરી વલાણીનાં મોભી એવા નિરવભાઈના લગ્ન પહેલા જ દીક્ષા લેવાની ઇચ્છા હતી પરંતુ કેટલાક સંજોગોના કારણે તેઓ ત્યારે દીક્ષા લઈ શક્યા ન હતા. ત્યારે હવે કરોડો રૂપિયાની સંપત્તિને છોડીને આખો પરિવાર સંયમના માર્ગે જવાનું નક્કી કર્યો છે જોકે આખો પરિવાર સંયમ ના માંગે જવાનું નક્કી થતા પરિવારજનોમાં ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે.