સુરત : પર સ્ત્રી સાથે અંગતપળોનો વીડિયો બનાવી બ્લેકમેલ કરતા હીરા દલાલની હત્યા


Updated: June 4, 2020, 11:44 AM IST
સુરત : પર સ્ત્રી સાથે અંગતપળોનો વીડિયો બનાવી બ્લેકમેલ કરતા હીરા દલાલની હત્યા
કાંતિભાઈ (મૃતક)

હીરા દલાલ અંગતપળોનો વીડિયો બતાવી બ્લેકમેલ કરતો હોવાથી અન્ય હીરા વેપારીએ મોતને ઘાટ ઉતારી દીધો.

  • Share this:
સુરત : શહેરના કતારગામ (Katargam-Surat) વિસ્તારમાં રહેતા અને હીરા (Diamond Trader) દલાલીનું કામ કરતા યુવાનની તેના મિત્ર અને હીરા વેપારીએ ગતરોજ કરપીણ હત્યા કરી નાખી છે. હીરા દલાલે એક હીરા વેપારીના મહિલા સાથે અંગતપળોનો વીડિયો બનાવી બ્લેકમેલ (Blackmailing) કરતો હોવાની વાત સામે આવી છે. જે બાદ હીરા દલાલને ગત રોજ કારખાનામાં મળવા માટે બોલાવી હત્યા કરી નાખી છે. આ કેસમાં આરોપી મોડી રાત્રે પોલીસ મથકે હજાર થતા પોલીસે આ મામલે ગુનો નોંધી બે આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરુ કરી હતી.

હત્યામાં મદદ કરનાર આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થયો

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા અંબિકા પાર્ક સોસાયટીમાં રહેતા અને મહીધરપુરા હીરા બજારમાં હીરા દલાલીનું કામ કરતા કાંતિભાઈ ગોરધનભાઇ રાખોલી ગતરોજ બપોર બાદ ગુમ થયાનું માલુમ પડતા પરિવારે આ મામલે કતારગામ પોલીસમાં ફરિયાદ આપી હતી. આ દરમિયાન મોડી રાત્રે એક યુવાને કતારગામ પોલીસ મથકે આવીને પોલીસને જાણકારી આપી હતી તેનું નામ આશિષ છે. તેના પિતરાઈ ભાઈ જે બપોરથી ગુમ છે તેની હત્યા તેના મિત્ર સંદીપભાઈ વસરામભાઈ પટેલે કરી નાખી છે. તેમજ કતારગામ ગોટાલાવાડીમાં આવેલા બારડોલીયા પ્લોટમાં આવેલ સી/રઘુનંદન એપાર્ટમેન્ટના ત્રીજા માળે તેમની લાશ સંતાડી છે. બનાવ સ્થળે કાંતિભાઈએ પહેરેલા કપડાં અને તેમનું બાઇક સગેવગે કરવા સારૂ સંદીપભાઈ મને સોંપતા હું કામરેજ તરફ મૂકી આવ્યો છું.

આ પણ વાંચો : નોકરીની ચિંતા છોડો! લૉકડાઉનમાં આ બિઝનેસ શરૂ કરો અને કરો લાખો રૂપિયાની કમાણી

ગળું દબાવી હત્યા કરી નાખી

આ બનાવમાં આશિષને પસ્તાવો થતા પોલીસ સ્ટેશનમાં પહોંચીને આ પ્રકારની જાણકારી આપી હતી. જે બાદમાં પોલીસે કતારગામ વિસ્તારમાં લક્ષ્મી રેસિડન્સી  ગજેરા સ્કૂલ પાસે રહેતા હીરા વેપારી સંદીપભાઇ વસરામભાઇ પટેલની અટકાયત કરી હતી. આરોપીની પૂછપરછ કરતા ગતરોજ બપોરના ચારથી સાડા ચાર વાગ્યાના સુમારે કાંતિભાઇ આરોપી સંદીપને મળવા તેમના કારખાનામાં નીચે ગયો હોવાનું માલુમ પડ્યું હતું. આરોપીએ જણાવ્યું હતું કે, કાંતિભાઈના મોબાઇલમાં મારો એક સ્ત્રી સાથેનો અંગતપળોનો વીડિયો હતો. તેઓ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતા હતા. જે બાદમાં આરોપી સંદીપે કાંતિભાઈને કારખાનામાં નીચેના ભાગેથી ત્રીજા માળે ઉપર એકાંતમાં લાવી તેમનું કાયમના માટે કાશળ કાઢી નાખવાના ઇરાદે ગડદાપાટુનો માર મારી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. 

કપડાં કાઢી લાશને રૂમમાં મૂકી દીધી

હત્યા બાદ આરોપીએ લાશના કપડાં કાઢી કારખાનામાં પડેલી દોરીથી હાથપગ બાંધી પ્લાસ્ટિકના એક મીણીયામાં વીંટી દીધી હતી. જે બાદમાં લાશને એક રૂમમાં મૂકી દીધો હતો. ત્યારબાદ આરોપીએ તેના મિત્ર આશિષને ફોન કરી કારખાનાના નીચે બોલાવ્યો હતો. જે બાદમાં આરોપીએ કાંતિભાઈની હત્યા કર્યાનું જણાવ્યા બાદ તેમના કપડાં, બાઇક તથા મોબાઇલનું સીમકાર્ડ કામરેજ તરફ જઇ સગેવગે કરવા તથા નવો મોબાઇલ ફોન લેવા રૂ. 3000 રોકડા આપી કાંતિભાઈના ઘરે તેના સીમ કાર્ડથી ગેરમાર્ગે દોરવા ફોન કરવા જણાવી રવાના કરી દીધો હતો.

આ પણ વાંચો : રાજ્ય સભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસની વધુ એક વિકેટ પડી, કરજણના MLA અક્ષય પટેલનું રાજીનામું

Poll : હીરાનું પેમેન્ટ ન કરવું પડે તે માટે હત્યા કર્યાનો પરિવાનો આક્ષેપ

આરોપીની કબૂલાત બાદ પોલીસ બનાવની જગ્યા પર પહોંચી હતી અને મૃતક કાંતિભાઈની લાશનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી. મૃતક કાંતિભાઈના પરિવારનો આક્ષેપ છે કે આજથી ચાર મહિના પહેલા કાંતિભાઈએ રૂપિયા ચાર લાખના હીરા સંદીપને આપ્યા હતા. પરંતુ સંદીપ હીરાનું પેમેન્ટ આપતો ન હતો અને હીરા પણ પરત આપતો ન હતો. જેથી કાંતિભાઈ સતત ઉઘરાણી કરતા હતા. હીરાનું પેમેન્ટ ન આપવું પડે તે માટે હત્યા કર્યાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે. પોલીસે આ કેસમાં આરોપી સંદીપ અને હત્યામાં મદદ કરનાર આશિષની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
First published: June 4, 2020, 11:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading