Home /News /south-gujarat /

સુરત: ડાયમંડ વર્લ્ડની ઓફિસમાં ચાકુની અણીએ લાખોની લૂંટ

સુરત: ડાયમંડ વર્લ્ડની ઓફિસમાં ચાકુની અણીએ લાખોની લૂંટ

    સુરત: દિવસેને દિવસે ચોરી, લૂંટ અને મર્ડરની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત લૂંટારૂઓએ લાખોની લૂંટ ચલાવી છે. અને એ પણ ચાકુની અણીએ.

    ઘટના બની છે સુરતના વરાછામાં. કે જ્યાં ડાયમંડ વર્લ્ડની ઓફિસમાં લૂંટારૂઓએ ચાકુની અણીએ લૂંટ ચલાવી હતી. ઘટનાની વિગત અનુસાર પહેલા તો આ લૂંટારૂઓએ ઓફિસના કર્મચારીને બંધક બનાવી લીધા હતા. અને ત્યાર બાદ ચાકુ બતાવીને લાખો રૂપિયાની ચોરી કરી હતી. અને ફરાર થઈ ગયા હતી.

    જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હાલ તો આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે લૂંટનો ગુનો નોંધીને ફરાર આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અને સીસીવીટી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.

    મહત્વનું છે કે વરાછા વિસ્તારની મિનિ બજારમાં આવેલી ડાયમંડ વર્લ્ડની એક હીરાની ઓફિસમાં મોડી આ લૂંટારૂઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Loot, તસ્કરી, સુરત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन