સુરતમાં હીરા વેપારી વસંત પટેલ વિરુદ્ધ વધુ એક યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

સુરતમાં હીરા વેપારી વસંત પટેલ વિરુદ્ધ વધુ એક યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ
વરાછા પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)

સુરતના વેડ રોડ પર રહેતી 24 વર્ષીય યુવતી દોઢેક વર્ષ પહેલા સોશિયલ મીડિયા થકી હીરા વેપારી વસંત ભીખા પટેલના સપર્કમાં આવી હતી.

  • Share this:
સુરત: શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ડાયમંડ વર્લ્ડ (Diamond world)માં આવેલી ઓફિસ ધરાવતા હીરા વેપારી વિરુદ્ધ વધુ એક દુષ્કર્મ (Rape)ની ફરિયાદ દાખલ થઈ છે. પ્રથમ યુવતીએ ફરિયાદ નોંધાવ્યા બાદથી વેપારી ફરાર થઈ ગયો છે. અન્ય યુવતીએ ફરિયાદ નોંધાવી છે તેણી સોશિયલ મીડિયા (Social Media)ના માધ્યમથી વેપારીના પરિચયમાં આવી હતી. જે બાદમાં લગ્ન (Marriage)ની લાલચ આપીને વેપારીએ તેણી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવતીને ગર્ભ પણ રહી ગયો હતો પરંતુ વેપારીએ ગર્ભ પડાવી નાખ્યો હતો. બાદમાં યુવતી સાથે તમામ સંબંધ તોડી નાખ્યા હતા. આ કેસમાં યુવતીએ ફરિયાદ દાખલ કરતા પોલીસે ગુનો નોંધીને વેપારી સામે કાર્યવાહી શરૂ કરી છે.

આ કેસની વિગત જોઈએ તો સુરતના વરાછા ખાતે ડાયમંડ વર્લ્ડમાં હીરાની ઓફિસ ધરાવતા વસંત પટેલ વિરુદ્ધ થોડા દિવસ પહેલા એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. વેપારીએ યુવતીને પોતાની ઓફિસ ખાતે નોકરી માટે બોલાવી હતી. અહીં હીરા વેપારીએ યુવતીને ઠંડા પીણામાં કોઈ નશીલો પદાર્થ ભેળવીનો યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ બાદ વેપારી ગુમ થઈ ગયો હતો.આ પણ વાંચો: 

આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે ત્યારે વધુ એક યુવતીએ તેની સાથે પણ દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી છે. સુરતના વેડ રોડ પર રહેતી 24 વર્ષીય યુવતી દોઢેક વર્ષ પહેલા સોશિયલ મીડિયા થકી હીરા વેપારી વસંત ભીખા પટેલના સપર્કમાં આવી હતી. બંને ફોન પર વાતચીત કરતા હતા. આ સમયે વસંતે યુવતીને કહ્યું કે, 'તું મને ખૂબ ગમે છે. તેનો પરિવાર આફ્રિકા રહે છે. તે તેની સાથે મૈત્રી કરારથી રહેવા માંગે છે.' પહેલા તો યુવતીએ આ માટે ના પાડી હતી. પછી યુવતીને હીરા વેપારી વસંત પટેલે ડાયમંડ વર્લ્ડમાં આવેલી તેની ઓફિસે બોલાવી હતી. અહીં હીરા વેપારીએ વસંત પટેલે ફરીથી મૈત્રી કરારથી સંબંધ રાખવાનું કહ્યું હતું. યુવતીએ ના પાડતા વસંત પટેલે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

જે બાદમાં આરોપી આ યુવતીને યુવતી વારંવાર ઓફિસે બોલાવતો હતો અને પહેલા બળાત્કાર ગુજારતો હતો. વેપારીએ પ્રથમ બળાત્કારનો વીડિયો ઉતાર્યો હોવાનું કહીને યુવતી સાથે વારંવાર બળાત્કાર ગુજારતો રહ્યો હતો. વેપારીએ એક વખત મુંબઈ ફરવા જવાનું કહીને ત્યાં નિલકંઠ બાર એન્ડ રૂમ્સ નામની હોટલમાં સંબંધ બાંધ્યો હતો. અવારનવાર શરીર સંબંધ બાંધવાથી યુવતી ગર્ભવતી બની ગઈ હતી. જે બાદમાં હીરા વેપારીએ કોઈ દવા આપીને યુવતીનો ગર્ભપાત કરાવી નાખ્યો હતો.

આ પણ જુઓ-

જે બાદમાં આરોપીએ તેના ફોનમાંથી પોતાનો અને તેના ડ્રાઇવરનો ફોન નંબર ડિલિટ કરી દેવાની ધમકી આપી હતી. સાથે જ તેને મળવાનો કે ફોન કરવાનો પ્રયત્ન કરશે તો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને બદનામ કરી દેશે તેવી ધમકી આપી હતી. આ મામલે યુવતીએ હિંમત કરીને આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:December 22, 2020, 10:49 am

ટૉપ ન્યૂઝ