સુરત : વરાછામાં હીરાની ઑફિસમાં યુવતી સાથે દુષ્કર્મ, શેઠ-ડ્રાઇવર ફરાર બે માણસો ઝડપાયા

સુરત : વરાછામાં હીરાની ઑફિસમાં યુવતી સાથે દુષ્કર્મ, શેઠ-ડ્રાઇવર ફરાર બે માણસો ઝડપાયા
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં હીરાની ઓફિસમાં કોલ્ડ્રીંક્સમાં કેફી પદાર્થ પીવડાવી યુવતી સાથે દુષ્કર્મ કેસમાં બેની ધરપકડ, દુષ્કર્મ આચરનાર સહિત બે હજુ પોલીસ પકડથી દૂર

  • Share this:
સુરતના ( Surat) વરાછા-મીનીબજાર ખાતે આવેલી ડાયમંડ વર્લ્ડની (diamon world) ઓફિસમાં બે બહેનપણીને કેફી પીણું પીવડાવી બેહોશ કરાયા બાદ હીરા વેપારીએ બે યુવતીમાંથી  એક યુવતી પર બળાત્કાર(rape) ગુજારતા યુવતીએ  હીરા વેપારી વસંત પટેલ અને તેની આ કરતૂતમાં મદદગાર રહેલા ડ્રાઇવર સામે ગુનો વરાછા પોલીસ મથકમાં નોંધાવ્યો હતો. જે બાદ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. વરાછા પોલીસે આ ઘટનામાં વસંત પટેલની ઓફિસમાં કામ કરતા અંકિત કમલેશકુમાર કાથરોટીયા(ઉ.વ.29) અને હીરા વેપારી યોગેશ ધનશ્યામ સાકરીયાની ધરપકડ કરી છે. બંનેએ ઘટના સમયના ઓફિસના સીસીટીવી અને ડીવીઆર સહિતનો નાશ કર્યો હતો. જ્યારે મુખ્ય આરોપી વસંત અને ડ્રાઈવર જયેશ હજુ પણ નાસતા ફરી રહ્યા છે.

મૂળ જામનગર (jamnagar) ખાતે રહેતી 22 વર્ષીય યુવતી થોડાં દિવસ પહેલાં સરથાણા-કામરેજ રોડ પર આવેલા વેલંજા ખાતે એક બહેનપણીના ઘરે રહેવા આવી હતી. આ બહેનપણીએ  7 નવેમ્બરના રોજ  ફરવા જવાનું નક્કી કર્યુ હતું. પણ તે પહેલા તેને એક જગ્યા પર નોકરી માટે મળવા જવાની વાત કરી હતી. જોકે, પોતાની બહેનપણી સાથે આ યુવતી નીકળી હતી. ત્યારે બહેનપણીએ નોકરી માટે મળવા જવાનું હતું તેવા હીરા વેપારી વસંતને ફોન કરતા, આ વેપારીએ આ બંનેવ યુવતીને લેવા માટે  હીરા વેપારી વસંતે તેના ડ્રાયવર સાથે તેમની મર્સિડિઝ કાર મોકલી હતી.આ પણ વાંચો :  વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર અમદાવાદના પિતા-પુત્રનાં કરૂણ મોત, કારનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત

જેથી, બંનેવ યુવતી તેમાં સવાર થઈને  વરાછા મીની બજાર ખાતે ડાયમંડ વર્લ્ડમાં આવેલી વસંતની ઓફિસે આવ્યા હતા.  વસંત પટેલે બંને યુવતીઓને વાતોમાં ભોળવી હતી. દાનત બગડતા વસંત પટેલે ડ્રાઇવર જયેશ પાસે કોલ્ડ્રીંક્સ મંગાવ્યું હતુ. જેમાં કેફી કહો કે નશીલો દ્રવ્ય ઉમેરી બંને યુવતીને પીવડાવી દેવાયું હતુ. કેફી પીણું પીતા જ બંને યુવતી અર્ધબેહોશ જેવી થઇ ગઇ હતી.

ત્યાર બાદ જામનગરથી આવેલી યુવતી  ભાન આવ્યું ત્યારે તે સોફા પર સુતેલી હતી. અને હીરા વેપારી વસંત અને સુરત ખાતે જેના ઘરે આવેલી તે બહેનપણી ઝગડો કરતા હતા. ત્યાર બાદ વસંતે સુરત ખાતે રહેતી યુવતીને શાંત કરીને પોતાની કારમાં મોટા વરાછા સુધી મુકી આવ્યો હતો. જામનગરથી આવેલી યુવતીને શંકા હતી કે, તેની સાથે બળાત્કાર થયો હતો.

તેના કપડા પર ડાઘ પણ હતા. વસંત પટેલે જામનગરની યુવતી  સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. કુકર્મનો ભોગ બનેલી જામનગરની યુવતી હેબતાઇ ગઇ હતી. જે-તે સમયે તેણી વતન જામનગર પરિવાર પાસે ચાલી ગઇ હતી.વતનમાં પરિવારને પોતાની આપવીતી જણાવી હતી. પરિવારજનો યુવતીની વાત સાંભળી સ્તબ્ધ થઇ ગયા હતા. આખરે પરિવારે ન્યાય માટે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો :  સુરત : 24 કલાકમાં જ હત્યાની બીજી ઘટના, યુવકનો શ્વાસ છૂટ્યો ત્યાં સુધી ફટકાં મારતો રહ્યો 'ખૂની'

તેઓ સુરત આવી રવિવારે સાંજે વરાછા પોલીસમાં ફરિયાદ આપી હતી.પોલીસે પીડિતા યુવતીની ફરિયાદ લઇ હીરા વેપારી વસંત પટેલ અને તેની આ કરતૂતમાં મદદગાર રહેલા ડ્રાઇવર જયેશ સામે બળાત્કારનો ગુનો નોંધી તપાસ આદરી હતી.
Published by:Jay Mishra
First published:December 13, 2020, 18:46 pm

ટૉપ ન્યૂઝ