સુરત હીરા બજાર ખુલતાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનાં લીરેલીરા ઉડ્યાં, પહેલાની જેમ ટોળાં દેખાયાં

સુરત હીરા બજાર ખુલતાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનાં લીરેલીરા ઉડ્યાં, પહેલાની જેમ ટોળાં દેખાયાં
હીરા બજારનું દ્રશ્ય.

તા. 25 મેના રોજથી હીરાના કારખાના અને ઓફિસો માત્ર 6 કલાક સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી જ ખોલવાનો અનુરોધ કરાયો.

  • Share this:
સુરત : મહીધરપુરા અને મીની બજારમાં રોડ પર બેસી હીરાના સોદા કરવાની સ્પષ્ટ મનાઈ હોવા છતાં કેટલાંક દલાલો દ્વારા બાઈક પર બેસી વેપાર કરવામાં આવતો હોવાનું ધ્યાન પર આવતા રવિવારે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં એવી ચિંતા વ્યક્ત કરાઈ હતી કે દલાલ અને વેપારીઓ નિયમનું પાલન નહીં કરશે તો હીરાની ઓફિસો અને કારખાના પણ તંત્ર દ્વારા બંધ કરાવી દેવામાં આવશે. આ મામલે ઉદ્યોગકારો અને વેપારીઓ સ્વયંશિસ્ત પાળે તે અતિઆવશ્યક છે.

આ સમસ્યાના ઉકેલ માટે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સોમવારે તા. 25 મેના રોજથી હીરાના કારખાના અને ઓફિસો માત્ર 6 કલાક સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી જ ખોલવાનો અનુરોધ ઉદ્યોગકારોને કરાયો છે. જેથી આજે કારખાના ખુલ્યા પણ પણ હતા પરંતુ વરાછા મીની બજાર ખાતે ઓપન ટૂ સ્કાયમાં દલાલો પણ ભેગા થયા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંના લીરે લીરા ઉડી ગયા હતા. જો આવી રીતે જ ચાલશે તો આગામી સમયમાં આ હીરાના દલાલો કેટલાય કોરોના કેરિયર તરીકે સામે આવે તો નવાઈ નહીં.

ગયા બુધવારને તા. 20મી મેના રોજથી શહેરના મહીધરપુરા, વરાછા, ખાંડબજાર, મીની બજાર, કતારગામ, નંદુ ડોશીની વાડી સહિતના વિસ્તારોમાં હીરાની ઓફિસ અને કારખાના શરૂ થયા છે. 33 ટકા સ્ટાફ સાથે ડાયમંડ ફેક્ટરીઓમાં પણ હીરા ચમકાવવાનું શરૂ કરી દેવાયું છે. દરમિયાન કારખાના અને ઓફિસો શરૂ થતાં કેટલાંક વેપારી અને દલાલોએ છૂટનો ગેરફાયદો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. મહીધરપુરાની જદાખાડીમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યો હોવાથી ત્યાં દલાલો ભેગા થઈ રહ્યાં નથી પરંતુ મીની બજારમાં બાઈક પર, પાનના ગલ્લા પર, ઓફિસોની નીચે મોટી સંખ્યામાં દલાલો ભેગા થઈ રહ્યાં છે.સુરત ડાયમંડ એસોસિએશનના કારોબારીઓની મળેલી મિટિંગ અંગે એસડીએના પ્રમુખ બાબુ કથીરીયાએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. કથીરીયાએ કહ્યું કે, હજુ હીરાની ઘણી મર્યાદિત ઓફિસો કે કારખાનાઓ ખુલ્યા છે. અમે ઉદ્યોગકારોને નિયમો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને એકમો શરુ કરવા સૂચન કરી રહ્યા છે. હજુ પણ કોરોના દૂર થયો નથી, ત્યારે તમામ ઉદ્યોગકારો અને તેમની સાથે સાંકળયેલા રત્નકલાકરો-કર્મચારીઓએ સાવચેતી કેળવવી આવશ્યક છે. અને જો મીની બજાર ખાતે દલાલો નહીં સમજે તો માર્કેટ ફરી બંધ કરી દેવામાં આવશે.
Published by:News18 Gujarati
First published:May 25, 2020, 16:06 pm

ટૉપ ન્યૂઝ