સુરતમાં વધુ એક આપઘાત, કોરોના મહામારી વચ્ચે હીરા વેપારમાં દેવું થઈ જતા વેપારીનો આપઘાત

સુરતમાં વધુ એક આપઘાત, કોરોના મહામારી વચ્ચે હીરા વેપારમાં દેવું થઈ જતા વેપારીનો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

મૂળ ભાવનગરના ઉમરાળા તાલુકાના માંડવાના વતની અને હાલ કતારગામ ગજેરા સ્કૂલ પાસે લક્ષ્મી રેસિડેન્સીમાં રહેતા મુકેશ જીવરાજ પટેલ (39) મહિધરપુરા દાલગીયા મોહલ્લામાં હીરાની ઓફિસ ધરાવતા હતા.

  • Share this:
સુરત: કોરોના મહામારી (Corona Pandemic) વચ્ચે સતત ધંધામાં નુકસાન થઈ રહ્યું હતું. જેને લઇને દેવું થઈ જતા સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને મહિધરપુરા વિસ્તારમાં હીરાની ઓફિસ ધરાવતા વેપારીએ આવેશમાં આવીને પોતાની ઓફિસમાં આપઘાત (Surat Diamond merchant Suicide) કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કોરોના મહામારી વચ્ચે સતત લોકોના વેપાર ઉદ્યોગ હજુ પણ શરૂ થયા નથી તેવામાં સતત થઈ રહેલા નુકસાનને લઇને વેપારમાં લોકોને દેવું થઈ રહ્યું છે. આવા વેપારી હતાશ થઈને આપઘાત સુધીના પગલાં ભરતા ખચકાતા નથી.

મૂળ ભાવનગરના ઉમરાળા તાલુકાના માંડવાના વતની અને હાલ કતારગામ ગજેરા સ્કૂલ પાસે લક્ષ્મી રેસિડેન્સીમાં રહેતા મુકેશ જીવરાજ પટેલ (39) મહિધરપુરા દાલગીયા મોહલ્લામાં હીરાની ઓફિસ ધરાવતા હતા. ગતરોજ બપોરે ઓફિસમાં ફાંસો ખાધેલી હાલતમાં તેઓ મળ્યા હતા. તેમના ભાઈ તેમની ઓફિસે ગયા હતા ત્યારે મુકેશભાઈ આપઘાત કર્યો હોવાની હાલતમાં મળી આવ્યા હતા.મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક દિવસ મુકેશભાઈ સતત માનસિક તાણમાં ફરતા હતા અને આવેશમાં આવી જઇને આ પગલું ભર્યું હોવાનું સામે આવતા મુકેશભાઈના ભાઈએ આ મામલે પોલીસને જણકારી આપી હતી.

આ પણ વાંચો:

માહિતી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવી હતી અને ગુનો નોંધીને તપાસ કરતા મૃતક મુકેશભાઈએ આપઘાત પહેલા એક સુસાઈડ નોટ લખી હોવાનું ખુલ્યું હતું. પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને આ મામલે વધારે તપાસ શરૂ કરી છે.

આ પણ જુઓ- 

કામના ભારણથી એન્જિનિયરનો આપઘાત

સુરત શહેરના જ અન્ય એક બનાવમાં એક એન્જિનિયરે કામના ભારણથી કંટાળીને આપઘાત કરી લીધો છે. અડાજણ માનસરોવર સોસાયટી સામે આવેલા પ્રેમજી નગરમાં રહેતા જીગર બંસીલાલ ગાંધી (32) નોઈડાની એક કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. તેઓ ઘરેથી જ કામ કરતા હતા. મંગળવારે તેમણે ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ મામલે અડાજણ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એન્જિનિયરે કામના ભારણથી કંટાળીને આપઘાત કર્યાનો ખુલાસો થયો છે.
Published by:Vinod Zankhaliya
First published:October 22, 2020, 11:42 am

ટૉપ ન્યૂઝ