Home /News /south-gujarat /

સુરત : હીરા બજારના 20 હજાર વેપારીઓનો પોકાર, અમારે વેપાર ક્યાં કરવો?

સુરત : હીરા બજારના 20 હજાર વેપારીઓનો પોકાર, અમારે વેપાર ક્યાં કરવો?

હીરા વેપારીઓ.

ગાઇડલાઇન પ્રમાણે તંત્ર ઓટલા અને ગાડી પાર્ક કરીને વેપાર કરતા વેપારીઓને દંડી રહ્યું છે, ઑફિસમાં છથી વધારે લોકો હોય તો પણ દંડ કરાય છે.

સુરત : કોરોના વાયરસ (Coronavirus)ને લઈને શહેરમાં તમામ ઉદ્યોગો બંધ હતા. છેલ્લા થોડા દિવસમાં અનલોક 1.0 અંતર્ગત સુરતનું હીરા બજાર (Surat Diamod Market) ખોલવામાં આવ્યું છે. જોકે, ગાઇડલાઇન (Unlock Guideline) પ્રમાણે એક ઓફિસમાં છ કરતા વધારે લોકો બેઠા હોય તો તંત્ર તરફથી દંડ કરવામાં આવે છે. હીરા બજારમાં લોકો ઓફિસ (Diamond Offices), ઓટલા અને પાર્કિંગનું પણ ભાડું ભરીને વેપાર કરતા હોય છે. હવે તંત્ર તરફથી બહાર બેસતા લોકોને દંડ કરવામાં આવી રહ્યો છે. તંત્રની આવી કાર્યવાહી સામે નારાજગી વ્યાપી છે.

કોરોના વાયરસને લઈને સુરતનો મહત્ત્વનો હીરા ઉદ્યોગ બંધ હતો. છેલ્લા થોડા દિવસથી સરકારની મંજૂરી સાથે આ ઉદ્યોગ ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. જોકે, આ માટે સરકાર તરફથી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. એટલે કે આ તમામ છૂટછાટ શરતોનો આધિન છે. તેવામાં સુરતના મહીધરપુરા હીરા બજારમાં છેલ્લા બે દિવસથી મનપા તંત્ર દ્વારા ગાઈડલાઇનને લઈને 200 થી લઇને 500 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવી રહ્યો છે. આ વાતને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.



આ પણ વાંચો : સુરતનો માનવતા લજવતો કિસ્સો, સાવકા પિતાએ 9 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ

ગાઈડલાઇન પ્રમાણે એક ઓફિસમાં 6 કરતા વધુ લોકો હોય તો દંડ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ 45 વર્ષથી વેપારીઓ ઓફિસના ઓટલાનું ભાડું આપીને વેપાર કરતા હોય છે. કેટલાક લોકો ગાડી પાર્ક કરીને તેનું ભાડું આપીને ગાડી પર બેસીને વેપાર કરતા હોય છે. હવે આ રીતે વેપાર કરતા વેપારીઓને દંડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : લૉકડાઉનમાં પારલે-જીએ એટલા બિસ્કિટ વેંચ્યા કે 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો



સરકારની ગાઈડલાઇન પ્રમાણે કામ કરવામાં આવે તો 50 હજાર લોકો જે બજારમાં કામ કરે છે તેની જગ્યાએ 30 હજાર લોકો વેપાર કરી શકે છે. હવે બાકીના 20 હજાર લોકો ક્યાં જાય તે સવાલ ઊભો થયો છે. બીજી તરફ ગાઇડલાઇનને લઇને તંત્ર વેપારીઓને કનડગત કરીને વેપાર કરવા ન દેતા હોવાની ફરિયાદ ઊઠવા પામી છે. વેપારીઓ તરફથી માંગણી કરવામાં આવી છે કે સરકાર ગાઇડલાઇનમાં સુધારો કરે અને ઓટલા અને ગાડી પર બેસીને વેપાર કરતા વેપારીઓને છૂટ આપે.જો આવું નહીં થાય તો આગામી દિવસમાં તંત્ર અને વેપારીઓ આમને-સામને આવે તો નવાઈ નહીં.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Diamond worker, Lockdown, ડાયમંડ, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन