સુરતના ડાઇમન્ડ કિંગ અને પોતાના કર્મચારીઓને ઇન્સેન્ટિવ તરીકે કાર અને ફ્લેટ આપવાના કારણે પ્રખ્યાત થયેલા સવજી ધોળકીયા ફરી એક વખત કર્મચારીઓને ભેટ આપવાની બાબતમાં ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે પોતાના ત્રણ કર્મચારીઓને લક્ઝુરિયસ કાર ભેટમાં આપતા ચર્ચામાં આવી ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ડાયમંડ કિંગ અને કર્મચારીઓને ભેટ સોગાદ આપવા માટે જાણીતા સવજીભાઈ ધોળકીયાએ પોતાની કંપની SRK ડાયમંડના 3 કર્મીઓને લક્ઝુરિયસ કાર ભેટમાં આપી છે.
આ ત્રણ કર્મચારીઓને પૂર્વ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના કાર ભેટમાં આપવામાં આવી છે. સાથે તેમની કંપનીના જે કર્ચારીનું અકસ્માતમાં મોત થયું હતું, તેના પરિવારને રૂ. 1 કરોડની સહાય પણ આપવામાં આવી હતી.
આ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, તથા મધ્યપ્રદેશના રાજ્યપાલ પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જે સમયે કર્મચારીઓને લક્ઝુરિયસ કાર ભેટમાં આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે પુરો સમારોહ તાલીઓના ગડગડાહટથી ગૂંજી ઉઠ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ દિલદાર બિઝનેસમેન પોતાની કંપનીના કર્મચારીઓને મોંઘી મોંઘી ભેટ આપવાને લઈ લાઈમ લાઈટમાં આવી ચુકેલા છે. તમને જણાવી દઈએ કે, તેઓ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પોતાના કર્મચારીઓને કાર, મકાન, સોનું, ડાયમંડ સેટ વગેરે ભેટ સોગાદો આપી રહ્યા છે. તેમની કંપની હરે ક્રિષ્ના એક્સપોર્ટ દ્વારા કંપનીમાં કામ કરતા 1660થી વધુ કર્મચારીઓને બોનસમાં કાર અને મકાન આપી રહી છે. તેમની કંપની લગભગ 6 કરોડની બજાર વેલ્યુ ધરાવે છે. તેઓ સૌપ્રથમ પોતાના 1660 કર્મચારીઓને 51 કરોડની કિંમતની 1260 કાર અને 400 જેટલા મકાન અને 56 કર્મચારીઓને ડાયમંડ સેટ આપવાને લઈ લાઈમ લાઈટમાં આવ્યા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર