Home /News /south-gujarat /સુરત : ડાયમંડ કિંગ ચુની ગજેરાના છેડતીના આરોપ મામલે દીકરી સામે આવી, પિતાના બચાવમાં કર્યો ખુલાસો

સુરત : ડાયમંડ કિંગ ચુની ગજેરાના છેડતીના આરોપ મામલે દીકરી સામે આવી, પિતાના બચાવમાં કર્યો ખુલાસો

ચુની ગજેરા પર આક્ષેપ કરનાર મહિલા અને ચુની ગજેરાની તસવીર

ચુની ગજેરા પર તેમની શાળાની પૂર્વ શિક્ષિકાએ સંગીન આરોપો લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. જાણો આ મામલે ગજેરાના દીકરીએ શું કહ્યુ

સુરત : સુરતના ડાયમંડ ઉધોગપતિ (Surat diamond king) વિરુદ્ધ સુરતના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને તેમના વિરુદ્ધ ફરિયાદ અન્ય કોઈ નહિ પણ તેમની અડાજણ (Gajera global school) વિસ્તારમાં આવેલી શાળાની એક શિક્ષિકા દ્વારા તેમની સાથે શારીરિક છેડછાડ કરવામાં આવી હોવાની ફરિયાદ માટે છેલ્લા એક વર્ષ થી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા બાદ આખરે આ મામલે હાઇકોર્ટ પોલીસ ને લેખિતમાં ફરિયાદ નોંધવાનો હુકમ કરતા ફરિયાદ નોંધાઈ છે.

સુરતના ડાયમંડ ઉધોગમાં મોટું નામ ધરાવતા ગજેરા પરિવાર કે જે પરિવારના જ્યેષ્ઠ ધીરુભાઈ ગજેરા કતારગામ વિસ્તરમાંમાં ધારા સભ્ય રહી ચૂકયા છે આજ પરિવારના ચુનીભાઈ ગજેરા (chuni Gajera) ડાયમંડ ઉધોગ સાથે સુરતમાં એક શાળા ચલાવે છે. ત્યારે તેમની અડાજણ વિસ્તરમાં આવેલી ગજેરા ગ્લોબલ સ્કૂલની એક શિક્ષિકાએ તેમના વિરુદ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની સાથે શળા ટ્રસ્ટી ચુની ગજેરા દ્વારા શારીરિક છેડછાડ કરવામાં આવી હતી.

જોકે ફરિયાદ નોંધાતા આ ઉધોગપતિ ભુંગર્ભમાં ઉતરી ગયા છે અને આ ફરિયાદને લઈને શહેરમાં ચકચાર સાથે આ ઉધોગપતિ હાલ સુરતમાં ચર્ચામાં આવી ગયા છે. જોકે પોલીસે આ મામલે આ ઉધોગ પતિને બચવા લાગી હોય તેવું લાગી રહ્યુ છે. કારણકે ફરિયાદમાં આરોપીનું નામ અને ગુનાની જગ્યા બતાવવામાં આવી હોવા છતાંય પોલીસ સમગ્ર વાત છુપાવી રહ્યાનું સામે આવી રહ્યુ છે.

આ પણ વાંચો :  સુરત : 24 કલાકમાં વધુ 232 વ્યક્તિ Coronaની ઝપટમાં, 6 દર્દીનાં મોત, આંકડાની માયાજાળ?

જોકે આ મહિલા મીડિયા સામે આવીને પોતે 15 વર્ષ એક શાળામાં અભ્યાસ કરાવ્યા બાદ ગજેરા શાળામાં શિક્ષિકા તરીકે જોડાઈ હતી. જોકે પહેલા આઠ મહિના સુધી તો કોઈ વાંધો ન આવ્યો બાદમાં તેમને હેરાન કરવા લાગ્યા હતા. જોકે આ મામલે તેમણે અનેક વખત ફરિયાદ કરવા છતાંય કોઈ ધ્યાન આપતું નહોતું. હતું જોકે આર્ક કાર્યકર દરમિયાન ટ્રસ્ટી ચુની ગજેરાની તેમના પર નજર પડ્યા બાદ શાળાના આચાર્ય દ્વારા તેમને ટ્રસ્ટી તેંમને તેમની વરાછાની ઓફિસે બોલાવી હોવાની વાત કરતા એક દિવસ આ શિક્ષિકા અડાજણથી વરાછા ખાતે ગયા હતા.

જ્યાં ઓફિસના પાંચમા મળે તેમને બોલાવી તેમની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે શિક્ષિકા ત્યાંથી ભાગી છૂટી હતી ત્યારબાદ તેમને નોકરીમાંથી કાઢી મૂકી હતી. જોકે આ શિક્ષિકાએ કાયદાનો અભ્યાસ કરેલ હોવાને લઈને પોતાની નોકરી અને પોતાની સાથે બનેલી ઘટના મામલે ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચી હતી. તે મસયે આ ટ્રસ્ટી દ્વારા તેમને મોબાઈલ ફોન પર બ્લ્યુ ફિલ્મ સાથે ગંદા ગંદા મૅસેજ કરવામાં આવતા હોવાના પોલીસને પુરાવા આપ્યા હતા.

છતાંય પોલીસ દ્વારા તેમની ફરિયાદ નોંધવામાં આવતી ન હતી. જોકે પુરાવામાં આપેલ મોબાઈલ પણ પોલીસ મથકમાંથી ચોરી થઈ ગયાની વાત કરી હતી અને આખરે એક વર્ષ બાદ હાઇકોર્ટ દ્વારા લેખિત આદેશ થયા બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી.

ચુની ગજેરાની દીકરીએ પ્રેસ કૉન્ફરન્સ


જોકે ચુની ગજેરાની દીકરી અને ગજેરા શાળાએ તુરંત મીડિયા સામે આવ્યા હતા. અને આ શિક્ષક વિરુદ્ધ અનેક ફરિયાદ આવતા તેમને શાળામાંથી કાઢી મૂકવામાં આવી છે તેવો ખુલાસો આપ્યો હતો.

આ પણ વાંચો :  સુરત : ડાયમંડ કિંગ અને શાળા સંચાલક સામે શિક્ષિકાનો શારીરિક છેડતીનો આરોપ, FIR દાખલ

જોકે આ શાળાના અન્ય ટ્રસ્ટી ચુની ગજેરા મહિનામાં એક જ વાર આવે છે આને શાળાનું સંચાલન તેમની દીકરી તરીકે હું કરું છું તેમ જણાવ્યું હતું. જોકે આ મહિલા એક વર્ષ પહેલાં શાળામાંથી કાઢી મૂક્યાં બાદ કાયદાનો અભ્યાસ કરેલો હોવાથી તેમને બદનામ કરવા માટે કાવતરું કરી રહી છે.
" isDesktop="true" id="1020666" >

જોકે, મહિલાના આક્ષેપો માનીએ તો કંપારી છૂટી જાય તેમ છે. તેણે કહ્યું હતું કે 'ચુની સરે મને સોફા પર બેસવાનું કહ્યું ત્યારે તેમના પેન્ટની ઝીપ ખૂલ્લી હતી અને તેમનું ગુપ્તાંગ બહાર હતું. આ જોઈને હું ગભરાઈ ગઈ હતી. મેં કહ્યું કે હું મજબૂર જરૂર હોઈશ પરંતુ બજારૂં નથી. સરે મને લપેટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મેં વિરોધ કરતા તેમણે કોઈ ગોળી ટેબલમાંથી ખાઈ અને પોતાની જાતને કાબૂમાં કરી હતી.' આ કેસમાં શાળાના સંચાલક સાચા છે કે ફરિયાદી મહિલા તે તો હવે પોલીસ તપાસના અંતે જ જાણી શકાશે પરંતુ સુરતમાં આ હાઇપ્રોફાઇલ ઘટનાએ ચકચાર મચાવી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Surat breaking news, Surat Crime, Surat police, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन