સુરતમાં હીરા ઉદ્યોગને લઈને મોટો નિર્ણય : ત્રણ પોઝિટિવ કેસ આવશે તો જે તે યુનિટ બંધ કરાશે


Updated: June 22, 2020, 12:51 PM IST
સુરતમાં હીરા ઉદ્યોગને લઈને મોટો નિર્ણય : ત્રણ પોઝિટિવ કેસ આવશે તો જે તે યુનિટ બંધ કરાશે
સુરત ડાયમંડ એસોસિએશનની બેઠક.

છેલ્લા 20 દિવસમાં 250થી વધારે રત્નકલાકારો કોરોના સંક્રમિત થયા, સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા કોરોનાનું સંક્રમણ વધ્યું.

  • Share this:
સુરત : કોરોના વાયરસ (Coronavirus) લઇને અનલોક શરૂ થતાં જ સુરતમાં કોરોનાના કેસ (Surat Coronavirus Cases) સતત વધી રહ્યા છે. સૌથી વધુ સંક્રમિત ડાયમંડ ઉદ્યોગ (Diamond Industry)માં કામ કરતા કર્મચારી અને રત્નકલાકરો થયા હોવાથી તંત્રની ચિંતા વધી છે. કોરોનાના કેસ વધી રહ્યા હોવા પાછળ કારખાનાઓમાં માર્ગદર્શિકા (Corona Guideline for Diamond Workers)નું પાલન ન થઈ રહ્યાનું લાગી રહ્યું છે. આ મામલે હવે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.  જે પ્રમાણે કોઈ યુનિટમાં ત્રણ પોઝિટિવ કેસ આવશે તો યુનિટને બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત એક કેસ પોઝિટિવ આવે ત્યારે જે તે સેક્શન બંધ કરવામાં આવશે. ડાયમંડ એસોસિએશન સાથે સુરતના મ્યુનિસિપલ કમિશનરની બેઠક બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

નિયમો વધારે કડક કરાયા : 

સુરતમાં આજે ડાયમંડ એસોસિએશન સાથે થયેલી મ્યુનિસિપલ કમિશનરની બેઠક બાદ ગાઇડલાઇનમાં વધારે કડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે જેો કોઈ યુનિટમાં એક કેસ આવશે તો જે તે સેક્શન બંધ કરાશે અને જો ત્રણ પોઝિટિવ કેસ આવશે તો આખું યુનિટ બંધ કરાશે. આ ઉપરાંત હીરા બજાર મહિધરપુર અને વરાછા સેલ્ફ વોલ શનિવાર અને રવિવાર બંધ રહેશે. હીરા યુનિટોમાં એસી બંધ કરીને બારી બારણા ખુલ્લા રાખવામાં આવશે. આ ઉપરાંત એક ઘંટી પર બે જ લોકો બેસી શકશે. આ ઉપરાંત કર્મચારીઓને આયુર્વેદિક ઉકાળા અને ગરમ પાણી આપવાની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. પહેલા ઉદ્યોગ બંધ કરવાની વાત હતી પરંતુ આવો કોઈ નિર્ણય ન કરતા નિયમો વધારે કડક કરવામાં આવ્યા છે.

ગાઇડલાઇનનું પાલન ન થતાં ચિંતા વધી હતી

કોરોના વાયરસ સંક્રમણ અટકાવા માટે બે મહિના કરતા વધુ સમય લોકડાઉન બાદ તંત્ર દ્વારા અનલોક 1.0ની શરૂઆત કરવામાં આવી હતી. અનલોક 1.0માં તમામ ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા હતા. જોકે, મોટા પ્રમાણ શ્રમિકો વતન જતા રહેતા બીજા ઉદ્યોગો શરૂ થયા ન હતા પરંતુ હીરા ઉદ્યોગ શરૂ થયો હતો. આ માટે તંત્રએ ખાસ કોરોના માર્ગદર્શિકા બહાર પાડી હતી.

જે પ્રમાણે ફરજિયાત માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા 20 દિવસથી જે રીતે સુરતમાં સતત કેસ વધી રહ્યા છે તેમાં 250 જેટલા રત્નકલાકર સંક્રમિત થયા છે. રવિવારે સુરત શહેરમાં અત્યાર સુધી સૌથી વધારે 150 જેટલા કેસ સામે આવ્યા છે. જેમાં 38 જેટલા કેસ હીરા ઉદ્યોગ સાથે સંકડાયેલા જણાઈ આવતા તંત્રની ચિંતા વધી છે.

તેમાં પણ સૌથી વધુ ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલ અને સંક્રમિત લોકો કતારગામ ઝોનમાં સામે આવ્યા છે. અહીં 50 ટકા સ્ટાફની જગ્યાએ 100 ટકા કર્મચારી સાથે ફેક્ટરી ચાલુ કરવા ઉપરાંત એક ઘંટી પર 2 લોકોને બેસાડવાને બદલે ચાર લોકો બેસડાવામાં આવી છે. આ ઉપરાંત હીરા બજારમાં પણ લોકોને ભીડ નહીં કરવા માટે સૂચના આપવામાં આવી હતી, પરંતુ અહીં પણ લોકોને ટોળે ટોળે એકઠા થતાં હતા.

આ પણ વાંચો : 
First published: June 22, 2020, 12:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading