Home /News /south-gujarat /

Surat: સુરતના હીરા ઉદ્યોગોને લાગ્યું મંદીનું ગ્રહણ, હીરાના ભાવ ન મળતાં નુકસાનની ભીતીએ વેપારીઓએ વેચાણ કરવાનું કર્યું બંધ

Surat: સુરતના હીરા ઉદ્યોગોને લાગ્યું મંદીનું ગ્રહણ, હીરાના ભાવ ન મળતાં નુકસાનની ભીતીએ વેપારીઓએ વેચાણ કરવાનું કર્યું બંધ

તૈયાર હીરાના પુરતા ભાવ ન મળતાં અમુક ફેક્ટરીઓમાં 2થી 3 કલાક સુધી કામના કલાક ઘટાડાયા છે. (પ્રતીકાત્મક તસવીર)

Surat News: ઊંચા ભાવે રફ ખરીદ્યા બાદ તૈયારના સમકક્ષ ભાવ નહીં મળતાં હીરાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. 

સુરત :  હાલ સુરતમાં (Surat) હીરા ઉદ્યોગમાં (diamond Industry in Surat) મંદીનું ગ્રહણ લાગ્યુ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હીરાના ધંધા સાથે સંકળાયેલા દિનેશભાઈ ગુજરાતીએ જણાવ્યું હતું કે, હાલમાં હિરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ દેખાઇ રહ્યો છે. આંતરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગ ઘટી રહી છે. આ સાથે તૈયાર હીરાના ભાવો કેરટે 10થી 15 હજાર રૂપિયા તૂટી રહ્યા છે જેને લઈને કારખાનેદારો ને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. જેને લઈને પ્રોડક્શન પર કાપ મૂકવામાં આવ્યું છે. કારીગરો ના પગાર, લાઈટ બિલ મેન્ટેનન્સ ચૂકવવું પોષાય તેમ નથી જેને લઈને કેટલાક નાના ઉદ્યોગકારોએ અઠવાડિયાનું મિનિ વેકેશન જાહેર કર્યું છે. મોટા ઉદ્યોગકારોએ કામના કલાકો ઘટાડયા છે.

દોઢથી બે વર્ષની તેજી પર 1 સપ્તાહથી બ્રેક, વેપારીઓને નુકસાન થવાનો ભય
તૈયાર હીરાના સારા ભાવ નહીં મળતાં અને હોલ્ડિંગ કેપેસિટી હોય તેવી હીરા ફેક્ટરીઓના સંચાલકોએ કામના કલાક ઘટાડી દીધા છે. આ સાથે અમુક નાના યુનિટોએ 7થી 10 દિવસનું વેકેશન પણ જાહેર કરી દીધું છે. છેલ્લાં દોઢ-બે વર્ષથી ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ હાલ તેના પર બ્રેક લાગી છે.

આ પણ વાંચો - સુરતમાં વરઘોડા માટે હરતોફરતો મંડપનો વીડિયો વાયરલ, જોઇને તમે પણ બોલી ઉઠ્શો વાહ

ઊંચી કિંમતે રફની ખરીદી કરી લીધા બાદ હવે તૈયાર હીરાના સમકક્ષ ભાવ ન મળતાં વેપારીઓ નુકસાન જવાના ભયથી વેચાણ કરતા નથી. બીજી તરફ હોલ્ડિંગ કેપેસિટી ઓછી હોવાથી હીરા વેપારીઓ પણ હવે પ્રોડક્શન પર બ્રેક મારી રહ્યા છે. તૈયાર હીરાના પુરતા ભાવ ન મળતાં અમુક ફેક્ટરીઓમાં 2થી 3 કલાક સુધી કામના કલાક ઘટાડાયા છે. જ્યારે નાના યુનિટોએ 7થી 10 દિવસનું વેકેશન જાહેર કરી દીધું છે.

આ પણ વાંચો -  સુરતના અન્ય સમાચાર વાંચવા અહીં કરો ક્લિક. 

‘હાલ રફના ભાવ તો ઘટ્યા છે, પરંતુ તૈયાર હીરાના ભાવ મળી રહ્યાં નથી. જેમની હોલ્ડિંગ કેપેસિટી ઓછી છે તેઓ વેકેશન રાખી રહ્યાં છે. અમુક યુનિટે સમય ઘટાડી દીધા છે. પરંતુ તહેવારો આવતા હોવાથી ફરી ડિમાન્ડમાં વધારો થશે.’
લેબગ્રોનની સબસિડી જલદી આપવા રજૂઆતસુરત પણ લેબગ્રોન ડાયમંડમાં આગળ વધે તે માટે સ્થાનિક હીરાવેપારીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ સરકારની સબસિડીની ફાઈલ આગળ વધી રહી નથી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Surat Diamond industry, ગુજરાત, સુરત

આગામી સમાચાર