સુરત: ચોરીની આશંકા રાખી માલિકે હીરાના કામદારને ઢોર માર માર્યો

News18 Gujarati
Updated: February 19, 2019, 7:47 AM IST
સુરત: ચોરીની આશંકા રાખી માલિકે હીરાના કામદારને ઢોર માર માર્યો
બન્ને યુવાનોને 24 કલાક સુધી ગોંધી રાખી સખત માર મારવામાં આવ્યો હતો

બન્ને યુવાનોને 24 કલાક સુધી ગોંધી રાખી સખત માર મારવામાં આવ્યો હતો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સુરતમાં આવેલા એક હીરાના કારખાનાના માલિકે કામદાર સહિત એક અન્ય યુવાનને ગોંધી રાખી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બન્ને યુવાનોને 24 કલાક સુધી ગોંધી રાખી સખત માર મારવામાં આવ્યો હતો. સાથે જ ધમકી આપી હતી કે પોલીસ ફરિયાદ કરી તો તેમના પરિવારને મારી નાખશે.

અગાઉ સુરતમાં આવેલા સીતારામ ડાયમંડમાં ચોરી થઇ હતી. આ અંગે કારખાનાના માલિકે કામદાર પર શંકા રાખી તેને ગોંધી રાખી માર માર્યો હતો. આટલું જ નહીં, કારદારનો આક્ષેપ છે કે, તેને 24 કલાક ગોંધી રાખી લગભગ 12 જેટલાં લોકોએ ઢોર માર માર્યો હતો.

આ પણ વાંચો: કચ્છમાં એક સાથે 200થી વધુ ગાયના મોતથી અરેરાટી

સાથે જ કારખાનાના માલિકે કામદાર વિપુલને નોકરી પર રખાવનાર જયેશભાઇને પણ ગોંધી રાખી માર માર્યો હતો. જયેશભાઇએ લગભગ પાંચ વર્ષ પહેલાં વિપુલને નોકરી પર લગાવ્યો હતો. માર માર્યા બાદ કારખાનાના માલિકે બન્ને યુવકોને ધમકી પણ આપી હતી કે, જો તે પોલીસ ફરિયાદ કરશે તો તેમના પરિવારને મારી નાખશે.
First published: February 18, 2019, 6:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading