સુરત: બેકાર બે રત્નકલાકારે પરિવારના ભરણપોષણ માટે દારૂના ધંધામાં ઝંપલાવ્યું, ખોટો રસ્તો ભારે પડ્યો


Updated: September 23, 2020, 9:03 PM IST
સુરત: બેકાર બે રત્નકલાકારે પરિવારના ભરણપોષણ માટે દારૂના ધંધામાં ઝંપલાવ્યું, ખોટો રસ્તો ભારે પડ્યો
સુરતના બે રત્નકલાકારે શરૂ કર્યો દારૂનો ધંધો

નવસારી એલસીબીએ કુલ 1, 19, 800ની કિંમતનો 127.5 લીટર ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

  • Share this:
ભાવિન પટેલ, નવસારી: કોરોના મહામારીનાં કહેર વચ્ચે ધંધા રોજગાર ઠપ થઈ જતાં, બેરોજગારીએ માજા મુકી છે.પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બનતાં કેટલાક આર્થિક પાયમાલ લોકો આત્મહત્યા કરી જીવન ટુંકાવી રહ્યા છે તો કેટલાક લોકો બે નંબરના ધંધામાં ઝંપલાવી પોતાનું ગુજરાન ચલાવવા મજબુર બન્યા છે ત્યારે સુરતના બે રત્નકલાકાર યુવાન મહામારીનાં કહેર વચ્ચે પોતાનો ધંધા રોજગાર ઠપ થઈ જતાં દારૂની ખેપ મારતા નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી એલસીબીએ પકડેલ દારૂની ખેપ મારતા સુરતના બે યુવાનો છે. કોરોના અને લોકડાઉનને કારણે પોતાના નોકરી ધંધા બંધ થઇ જતા સુરતના અમરેલી વિસ્તારના રત્નકલાકાર યુવક સચિન આહિર અને રાજ ગોહિલએ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા છેલ્લા 6 મહિનાથી અવારનવાર સેલવાસથી સુરત પોતાની કારમાં GJ:15:CD:7451માં દારૂની ખેપ મારતા હતા.

આ પણ વાંચોસુરત: દુકાન માલીક અને ભાડુઆત વચ્ચે મારમારી, થયો એસિડ એટેક, 6 લોકો ઘાયલ

આખરે નવસારી એલસીબી પોલીસને બાતમી મળતા બંને રત્નકલાકાર યુવકો સચિન આહિર અને રાજ ગોહિલને કુલ 1.19.800ની કિંમતનો 127.5 લીટર ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે આ બંને રત્નકલાકાર યુવાનોને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા પકડેલ ખોટા રસ્તો જવાનું ભારે પડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, એક બાજુ કોરોનાની મહામારી અને બીજી બાજુ બેરોજગારીએ માજા મુકી છે, ત્યારે પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બનતાં કેટલાક લોકો મજબૂરીને કારણે ન ભરવાનું પગલું ભરતા હોય છે તો કેટલાક લોકો બે નંબરના ધંધામાં પડી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મજબુર બનતા હોય છે, પરંતુ ખોટો રસ્તો ખોટો જ સાબિત થાય છે.
Published by: kiran mehta
First published: September 23, 2020, 9:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading