સુરત: કોરોના કાળમાં ડાયમંડ કંપનીનાં સંચાલકો રત્નકલાકારોનો પગાર ચૂકવ્યા વગર કંપની બંધ કરી ફરાર

સુરત: કોરોના કાળમાં ડાયમંડ કંપનીનાં સંચાલકો રત્નકલાકારોનો પગાર ચૂકવ્યા વગર કંપની બંધ કરી ફરાર
કમિશનર કચેરીએ રજુઆત માટે પહોંચેલા રત્નકલાકારો.

રત્નકલાકારોએ દાવો કર્યો છે કે કંપનીએ 60 જેટલા રત્નકલાકારોનો 30 લાખ જેટલો પગાર ચૂકવ્યો નથી.

  • Share this:
સુરત: સુરતમાં અમુક રત્નકલાકારો (Surat Diamond workers)ને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. કોરોના વાયરસ (Coronavirus)ને કારણે લાંબા સમય સુધી કારખાના બંધ રહ્યા બાદ હાલ ધંધો સારો ચાલી રહ્યો છે. આ દરમિયાન એક સુરતની એક ડાયમંડ કંપની (Diamond Company)ના સંચાલકો કારીગરોના પગાર કર્યાં વગર જ કંપની બંધ કરીને ફરાર થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી શ્રી શક્તિ જેમ્સે રત્નકલાકારોનો પગાર ન ચૂકવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. કંપનીના સંચાલકો પગાર ચૂકવ્યા વગર જ ફરાર થઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

રત્નકલાકારોએ દાવો કર્યો છે કે કંપનીએ 60 જેટલા રત્નકલાકારોનો 30 લાખ જેટલો પગાર ચૂકવ્યો નથી. આ બાબતે વારંવાર રજુઆતો કરવાામં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલો આખરે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યો છે. રત્નકલાકારોની રજુઆત પ્રમાણે કંપનીએ દિવ્યાંગ રત્નકલાકારોનો પગાર પણ નથી ચૂકવ્યો. કંપનીએ પગાર ન ચૂકવતા તે લોકોને ઘર ચલાવવામાં પણ ફાંફાં પડી રહ્યાની રજુઆત કરવામાં આવી છે.





આ પણ વાંચો: પૌત્રીની સગાઈમાં 'શક્તિ પ્રદર્શન' કરનારા કાંતિ ગામિત સામે બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવા આદેશ

આ મામલે પોલીસ કમિશનર અજયકુમાર તોમરને કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, માતાવાડી વરાછા ખાતે હીરા પોલીશીંગની ફેક્ટરી ધરાવતા વિપુલભાઈ ગણેશભાઈ કાકડીયા અને અલ્પેશભાઈ કળથીયા અને અન્ય ભાગીદારોએ કારીગરોનો પગાર ચૂકવ્યા વગર કંપની બંધ કરી દીધી છે.

આ પણ વાંચો: જામખંભાળીયામાં યુવાનને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવામાં આવ્યો, પાંચ લોકોની ધરપકડ

આ મામલે સમાધાન માટેનો કેસ હાલ સુરત ડાયમંડ એસોસિએશન પાસે છે, આ માટે એસોશિએશન તરફથી સમાધાન માટે પંચની પણ રચના કરવામાં આવી છે. આ મામલે સુરત ડાયમંડ એસોશિએસન સમક્ષ પણ બાકી નીકળતા નાણા માટે રજુઆત કરવામાં આવી છે. આ મામલે તાત્કાલિક પગલાં ભરવા વિનંતી છે.

આ પણ જુઓ-

ઉલ્લેખનીય છે કે સુરતમાં સમયાંતરે હીરા પેઢીઓ કાચી પડતી કે ઉઠમણું કરતી હોવાનો બનાવો નોંધાયા રહે છે. આવા કેસમાં ફક્ત હીરાના કારીગરો જ નહીં પરંતુ અનેક ડાયમંડ દલાલો અને કંપનીઓએ પણ ભોગવવું પડતું હોય છે.
Published by:Vinod Zankhaliya
First published:December 02, 2020, 14:41 pm

टॉप स्टोरीज