સુરતમાં હીરા ઉદ્યોગની ચમક ઝાંખી પડે તેવો ડર, રૂ. 3,000 કરોડથી વધુના હીરાની નિકાસ પર બ્રેકનો ભય


Updated: May 27, 2020, 10:30 AM IST
સુરતમાં હીરા ઉદ્યોગની ચમક ઝાંખી પડે તેવો ડર, રૂ. 3,000 કરોડથી વધુના હીરાની નિકાસ પર બ્રેકનો ભય
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસને લઈને લૉકડાઉન વચ્ચે સરકાર દ્વારા વેપાર ઉદ્યોગને છૂટછાટ આપવામાં આવી છે.

  • Share this:
સુરત : કોરોના વાયરસ (Coronavirus)ને લઈને લૉકડાઉન (Lockdown) વચ્ચે સુરતમાં તૈયાર થતા હીરની સીધી નિકાસ (Diamond Export) એક મહિલામાં સુરતથી શરુ થઈ હતી. હવે હોંગકોંગ (Hongkong Protest)માં ધમાલ શરુ થતા હીરા ઉદ્યોગની નિકાસ અટકે તેવી ચિંતા શરુ થઇ છે. ત્રણ હજાર કરોડથી વધુનો વેપાર કરતું હોંગકોંગ, સ્થાનિકોના વિરોધ પ્રદર્શન અને દેખાવો શરુ થતા ગત વર્ષે પણ જેમ એન્ડ જ્વેલરી શૉને મોટી અસર થઇ હતી.

કોરોના વાયરસને લઈને લૉકડાઉન વચ્ચે સરકાર દ્વારા વેપાર ઉદ્યોગને છૂટછાટ આપવામાં આવી છે. સુરતના ડાયમંડ ઉદ્યોગમાં માંડ ચમક આવવાની શરૂઆત થઈ છે ત્યારે જ એવા સમાચાર આવ્યા છે કે જે આ ચમકને ઝાંખી પાડી દેશે. હોંગકોંગમાં માર્ચમાં યોજાનારા જેમ એન્ડ જ્વેલરી શૉને કોરોનાના કારણે રદ્દ કરી દેવાયો હતો. જેના કારણે સુરતના વેપારીઓને શૉમાંથી મળનારો રૂ. 9,000 કરોડનો વેપાર અટક્યો છે.

આ પણ વાંચો :  'વરદાન માંગુગા નહીં' ટ્વિટ કરી પૂર્વ AMC કમિશનર વિજય નહેરાએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું

આ બધી સમસ્યા વચ્ચે સુરતથી માંડ એક માસ પૂર્વે હોંગકોંગ સાથે સીધી હીરાની નિકાસ શરૂ થઈ હતી. એક માસમાં સુરતથી નાની-મોટી કંપનીઓના રૂ. 3,000 કરોડના હીરાના પાર્સલની નિકાસ સીધી હોંગકોંગમાં થઈ છે. રવિવારે 24 મેના રોજ હોંગકોંગના સ્થાનિકો દ્વારા ફરી નાગરિકત્વની લડાઈ ફરી શરુ કરતા વિરોધ પ્રદર્શન શરુ થયા છે. જેને લઈને સુરતના હીરા ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો : સુરત : પરપ્રાંતીયો સાથે ફરીથી છેતરપિંડી, ટિકિટ આપવાના બહાને રૂપિયા ઉઘરાવી લીધા

સુરત સહિતના ગુજરાતી વેપારીઓની 3,000 જેટલી ઓફિસો હોંગકોંગ ખાતે આવેલી છે. સુરતમાં તૈયાર થતા હીરાનો 39% વાર્ષિક વેપાર હોંગકોંગ એક્સપોર્ટ થાય છે. હોંગકોંગમાં વિરોધ પ્રદર્શનના લીધે ઓફિસો બંધ થશે તો સુરતનો વેપાર અસર પામશે. કારણ કે અત્યારે પણ મુંબઈનું બજાર બંધ છે. રવિવારથી સ્થિતિ બગડી છે, ત્યારે ગત વર્ષે પણ આ જ પરિસ્થતિને લઈને નુકસાન વેઠવું પડ્યું હતું.
First published: May 27, 2020, 10:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading