સુરતઃજાહેર રસ્તા પર દારૂની પોટલીઓની રેલમછેલ,લેવા પડાપડી

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 21, 2017, 8:24 AM IST

સુરતઃસુરતમાં દારૂબંધી વચ્ચે જાહેર રસ્તા પર દારૂની પોટલીઓ લેવા માટે પડાપડી જોવા મળી હતી. વાત એમ છે કે શહેરના ઉધના ત્રણ રસ્તા નજીક વહેલી સવારના સુમારે બાઇક પર દારૂની પોટલીઓ લઇને જવાઇ રહી હતી. ત્યારે અચાનક આ સ્લીપ થઇ જતા પોટલીઓ જાહેર રસ્તાના રોડ પર વેર વીખેર થઇ હતી. જો કે ટોળુ જોઇ બુટલેગર સમયસુચકતા વાપરી ભાગી છુટ્યો હતો. એટલામાં પોલીસ પહોચે તે પહેલા જ ટોળું દારૂ જોઇ લૂંટવા લાગ્યું હતું.

જાણવા મળ્યા મુજબ બાઇક સવાર દારૂની પોટલીઓ મોટી કોથળીમાં લઇ જઇ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપને લીધે કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાઇ પટકાયો હતો.જેથી જાહેર રસ્તા વચ્ચે દેશીદારૂની પોટલીઓની રેલમછેલ થઇ ગઇ હતી. પોલીસ આવી જતા બચેલી દારૂની પોટલીઓ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
First published: May 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर