સુરત : એસટી બસને વધુ સલામત કરવા માટે નિગમ દ્વારા નવતર પ્રયોગ

News18 Gujarati
Updated: October 18, 2019, 4:15 PM IST
સુરત : એસટી બસને વધુ સલામત કરવા માટે નિગમ દ્વારા નવતર પ્રયોગ
સલામત સવારી માટે એસટી ને વધુ સલામત કરવા માટે નિગમ દ્વારા નવતર પ્રયોગ

સલામત સવારી એસટી અમારી સ્લોગનને સફળ કરવાનો પ્રયાસ સુરત ખાતેથી કરવામાં આવી રહ્યો છે

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે ત્યારે સુરતથી વતન જવા માટે 300થી વધુ બસ એસટી નિગમ દ્વારા સુરતથી શરુ કરવામાં આવશે. આવા સમયે દિવાળીને લઈને કોઈ અકસ્માત ના થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ડ્રાઇવર દારૂના નશા સાથે નોકરી પર આવતા હોવાને લઈને મુસાફરોની સુરક્ષાને ધ્યાન માં રાખી સુરત ડેપોમાંથી નીકળી તમામ બસ ના ડ્રાઇવરને બ્રેથ એનલાઇઝરથી ખાસ ચેક કરવામાં આવી રહ્યા છે.

સલામત સવારી એસટી અમારી આ સ્લોગન પર છેલ્લા લાંબા સમયથી કલંક લાગી રહ્યો છે ત્યારે આ કલંક દૂર કરવાનો અને લોકો વધુને વધુ એસટીની સવારી કરે તે હેતુથી એસટી નિગમ દ્વારા એક નવતર પ્રયાયોગ કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં દિવાળી આવી રહી છે ત્યારે લોકો અને ખાસ કરીને 300 જેટલી બસમાં સુરતથી પોતાના વતન લોકો જવાના છે. ત્યારે ડ્રાઇવર દારૂના નશામાં હોય તો અકસ્માત સર્જાય તો મુસાફરો જીવ જઈ શકે છે. જોકે આવી ઘટના ના બને તે માટે નોકરી પર આવી ને ડેપોમાંથી નીકળતી તમામ બસ ના ડ્રાઇવર નશાની હાલતમાં છે કે નહીં તે ચેકિંગ ની કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - સુરત : દિવાળીમાં ઘરે જતા રત્નકલાકારો માટે એસટી બસે કરી ખાસ ઓફર

બ્રેથ એનલાઇઝર ચેકિંગ બાદ ડ્રાઇવર બસની સીટ પર બેસી શકશે, કારણકે ડ્રાઇવર પર બસમાં બેસેલ મુસાફરોની જવાબદારી છે. આ ચેકિંગને ડ્રાઇવર સાથે તમામ અધિકારી આવકારી રહ્યા છે.
First published: October 18, 2019, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading