સુરતઃરોજ કંકાસ કરતી પુત્રવધુને સસરાએ છરીઓ મારી પતાવી દીધી

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 6, 2017, 6:30 PM IST
સુરતઃરોજ કંકાસ  કરતી પુત્રવધુને સસરાએ છરીઓ મારી પતાવી દીધી
સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પાટીલ પરિવારમાં સરારા એજ પોતાના પુત્રની પત્નીને ચપ્પુ ના ઉપરા છાપરી ઘા મારી કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળ્યા મુજબ પરિવારમાં રોજેરોજ કંકાસ થતો હોવાથી આખરે તેનો આ કરુણ અંજામ આવ્યો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 6, 2017, 6:30 PM IST

સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પાટીલ પરિવારમાં સરારા એજ પોતાના પુત્રની પત્નીને ચપ્પુ ના ઉપરા છાપરી ઘા મારી કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળ્યા મુજબ પરિવારમાં રોજેરોજ કંકાસ થતો હોવાથી આખરે તેનો આ કરુણ અંજામ આવ્યો છે.ડિંડોલી વિસ્તારની સાંઈ નગર સોસાયટીમાં રહેતા આધેડ આત્મરામ એ પોતાના મકાના પહેલા માળે રહેતી પોતાના પુત્રની પત્ની અર્ચના સાથે કોઈ બાબતે બોલાચાલી થઇ હતી. જેને પગલે સસરાએ  ચપ્પુ ના ઉપરા છાપરી 8 થી 10 ઘા ઝીકી દીધા હતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યાં ટૂંકી સારવાર બાદ અર્ચના નું મોત થયું હતું
જોકે આ ઘટનાની જાણકારી મળતા ડિંડોલી પોલીસ તાત્કાલિક દોડી જઈને આ મામલે ફરિયાદ લઈને તપાસ શરુ કરી હતી તે સમયે મારનાર અર્ચનાના વકીલ આવીને આક્ષેપ કર્યા હતા કે પોલીસ માં આ મહિલા દ્વારા અનેક વાર સસરા વિરુદ્ધ ફરિયાદ કરવા છતાંય પોલીસે પગલાં નહિ લેતા આજે અર્ચનાની કરપીણ હત્યા તેના 11 વર્ષ ના પુત્ર સામે કરવામાં આવી છે.


જોકે પાટીલ પરિવારના મોભી આત્મારામએ પોતાના સગા સાળાની દીકરી સાથે પોતાના એકના એક પુત્ર મનોજના લગ્ન 11 વર્ષ પહેલા કરાવ્યા હતા. પણ છેલ્લા 2 વર્ષ થી પરિવારમાં ઝગડા થતા મકાના નીચેના ભાગમાં પોતાની પત્ની સાથે રહેતા હતા.પત્ની ના દરોજ ના ઝગડાથી કંટાળી પુત્ર મનોજ પણ માતા પિતા સાથે મકાન ના નીચેના મળે રહેવા લાગ્યો હતો.

 
First published: May 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर