સુરતઃ રાંદેરમાં તાપી નદીમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત

News18 Gujarati
Updated: March 13, 2018, 8:33 PM IST
સુરતઃ રાંદેરમાં તાપી નદીમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત
સુરતઃ રાંદેરમાં તાપી નદીમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત.
News18 Gujarati
Updated: March 13, 2018, 8:33 PM IST
સુરતઃ રાંદેર વિસ્તારમાં તાપી નદીમાં નાહવા પડેલા યુવકના ડૂબી ગયો હોવાના સમાચાર મળ્યા છે. ઘટનાની માહિતી મળતાં ફાયરની ટીમ અને સ્થાનિક ખારવા સમાજના લોકોએ શોધખોળ શરૂ કર્યા બાદ યુવકનો મૃતદેહ મળ્યો હતો.

મળતી વધુ વિગત મુજબ, સુરતના રાંદેર વિસ્તારમાં તાપી નદીમાં ચાર યુવક-મિત્રો નાહવા પડ્યા બાદ એક યુવક ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ફાયર ફાઇટર યુવકની શોધખોળ કરતાં યુવકનો મૃતદેહ મળ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું છે કે મરનાર યુવકનું નામ સ્વપ્નિ ભેંસનિયા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर