સુરતઃ ભટારમાં કાપડિયા સ્વિમિંગ પૂલમાં બાળકનું ડૂબવાથી મોત

News18 Gujarati
Updated: May 16, 2018, 8:58 PM IST
સુરતઃ ભટારમાં કાપડિયા સ્વિમિંગ પૂલમાં બાળકનું ડૂબવાથી મોત

  • Share this:
સુરતઃ ભટાર વિસ્તારમાં આવેલી કાપડિયા હેલ્થ ક્લબના સ્વિમિંગ પૂલમાં કોચની હાજરીમાં આજે બાળકના ડૂબવાની ઘટના બની છે. બાળકને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મળતી વધુ વિગત મુજબ, ઉનાળો શરૂ થાય અને સ્કૂલમાં વેકેશન પડે એટલે બાળકો બહાર ફરવા નીકળી પડે છે. ઘણા લોકો હિલ સ્ટેશને જાય છે તો કોઈને વધુ ગરમી લાગતાં ઠંડક મેળવવા સ્વિમિંગ પૂલમાં નાહવા જતા હોય છે. છેલ્લા ડોઢ મહિનામાં સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી કુલ ત્રણ બાળકોનાં મોત થયાં છે. આજે સુરતમાં ફરી સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બાળકના મોતના સમાચાર મળ્યા છે. હજી પાંચ દિવસ પહેલાં જ સુરતના પલસાણા વિસ્તારમાં આવેલા અવધ સાંગ્રીલાના સ્વિમિંગ પૂલમાં 6 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું. ગયે મહિને જૂનાગઢમાં કોર્પોરેશન હસ્તકના સ્વિમિંગ પૂલમાં 11 વર્ષના બાળક અને વડોદરામાં લાલબાગમાં 10 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું. આજે સુરતના ભટાર વિસ્તારમાં આવેલી કાપડિયા હેલ્થ ક્લબના સ્વિમિંગ પૂલમાં નાહવા પડ્યો હતો. નાહવા પડેલો કિશોર બહાર ન આવતાં તરત કોચે તેને બહાર કાઢ્યો હતો. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

જાણવા મળેલી વિગત મુજબ, આ હર્ષ પોદાર નામનો બાળક છેલ્લા એક વર્ષથી અહીં સ્વિમિંગ પૂલમાં આવતો હતો અને તેને તરતા પણ આવડતું હતું. ઘટનાની જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી બાળકના મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી કરી રહી છે.

સ્વિમિંગ પૂલમાં બચાવની કામગીરી માટે બે-બે કોચ અને બીજાં સાધનો હોવા છતાં બાળકના ડૂબવાની ઘટના બની છે. બાળકને તરત આવડતું હોવા છતાં તે ડૂબી ગયો હતો. કદાચ એના શરીરમાં કોઈ શારીરિક ખામીને કારણે આવી ઘટના બની શકે છે.

First published: May 16, 2018, 8:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading