સુરતઃ પોલીસ સ્ટેશન બહાર જ PSIની પ્રજા સાથે દાદાગીરી, live video થયો વાયરલ

સુરતઃ પોલીસ સ્ટેશન બહાર જ PSIની પ્રજા સાથે દાદાગીરી, live video થયો વાયરલ
વાયરલ વીડિયોની તસવીર

એક PSI  પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી પોલીસ સ્ટેશનની બહાર એક યુવાને ધમકાવની સાથે પોતાની સાથે માથાકૂટ કરતો જોવા મળે છે.

  • Share this:
સુરતઃ સુરત પોલીસ (surat police) થોડા દિવસ થઈને વિવાદમાં આવતી હોય છે. ત્યારે સુરત અડાજણ પોલીસના એક PSI  પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી પોલીસ સ્ટેશનની બહાર એક યુવાને ધમકાવની સાથે પોતાની સાથે માથાકૂટ કરતો જોવા મળે છે. જોકે આ પોલીસ (Police) પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરતા હોવાનો વીડિયો (video) સ્થાનિક એક નાગરિકે પોતાના મોબાઈલમાં (mobile) બાનાવી સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (Viral video) કર્યો છે.

સુરત પોલીસ થોડા દિવસ થઈને વિવાદમાં આવતી હોય છે અહીંયા લોકોની સેવા માટે સરકારે ભરતી કરેલા પોલીસ કર્મચારી લોકો સાથે સન્માન્ય બાબતે માથાકૂટ કરી પોતાની સત્તાનું જોર મારતા હોય છે. રૂપિયાનો તોડ કરી સામાન્ય પ્રજાને રંઝાડતા હોવાની અનેક બાબતો સામે આવતી હોય છે ત્યારે સુરત પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે.અહીંયા સુરતના અડાજણ પોલીસ સ્ટેશનના PSI પોતાની ખાખી વર્દીના જોર પર અને પોતાની સત્તાના લીધે પોલીસ સ્ટેશન બહાર એક યુવાન સાથે માથાકૂટ કરવા સાથે તેન ધમકાવતા જોવા મળી રહ્યા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ આ આર્યુવેદિક દવાથી સિવિલમાં 8000 કોરોના દર્દીઓએ મેળવી રાહત, ફટાફટ તમે પણ જાણી લો

આ પણ વાંચોઃ-જામનગરઃ અનૈતિક સંબંધોનો કરુણ અંજામ, ભાભીને છરીના ઘા મારી દીયરે પણ પોતાના શરીર ઉપર ઘા મારતા મોત

આ પણ વાંચોઃ-રાજકોટઃ કર્ફ્યૂ દરમિયાન બર્થડે સેલિબ્રેશન કરવું ભારે પડ્યું, પોલીસપુત્ર રિઝવાન સહિત તમામ યુવકો ઝડપાયા

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! 29 વર્ષીય બહેને પોતાના નાના ભાઈના બાળકને આપ્યો જન્મ, નવજાતને કચરામાં ફેંક્યું

જોકે પ્રજાના ટેક્સના રૂપિયે પગાર લઇને પ્રજાની સુરક્ષા કરતા પોલીસ કર્મચારી સત્તાના નશામાં પ્રજા સાથે માથાકૂટ અને પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરત જોવા મળતા હોય છે. ત્યારે સુરતના એક જાગૃત નાગરિક દ્વારા આ દાદાગીરી કરતા અધિકારી પોતાના મોબાઈલમાં કેદ કરી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.જેને લઈને સુરત પોલીસ પ્રજાની સેવા અને સુરક્ષા કરવાની જગ્યાએ લોકો સાથે ઝઘડતી હોવાનું આ વીડિયોમાં સામે આવી રહ્યું છે. ત્યારે આ વીડિયો વાયરલ થતા હવે પોલીસ વિભાગના અધિકારી આ PSI વિરુદ્ધ પગલાં લેછે તેવી માંગ પણ સોશિયલ મીડિયામાં ઉભી થવા પામી છે. ત્યારે જોવાનું રહીયું કે આ પોલીસ અધિકારી સામે ઉચ્ચ અધિકારી પગલાં લેશે કે કેમ તે જોવાનું રહ્યું.
Published by:ankit patel
First published:April 25, 2021, 21:36 pm

ટૉપ ન્યૂઝ