Home /News /south-gujarat /

સુરત : 'મેડમ અબ આપકે બદન પે એક ભી કપડા નહીં હોગા,' વરાછાનો યુવક પહોંચી ગયો 'જેલમાં', કરી શરમજનક કરતૂત

સુરત : 'મેડમ અબ આપકે બદન પે એક ભી કપડા નહીં હોગા,' વરાછાનો યુવક પહોંચી ગયો 'જેલમાં', કરી શરમજનક કરતૂત

પોલીસે મોર્ફિંગના આ કેસમાં સ્મિત અઘેરા નામના યુવકની ધરપકડ કરી છે.

મૂળ જૂનાગઢના તાલુકા માણાવદરના ખડીયા ગામનો વતની અને હાલમાં સુરતના મોટા વરાછા ખાતે આવેલ સુદામા ચોકમાં રહેતા સ્મિતની કરતૂત જાણીને ચોકી જશો. જોકે, યુવતી સાથે જબરદસ્તી ફ્રેન્ડશીપ કરવા કરેલા કાંડે પહોંચાડી દીધો જેલમાં

સુરતના (Surat) મોટા વરાછામાંથી (Varacha) એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને ભલભલા લોકો ચોકી જશે .એક યુવાને એક યુવતી સાથે મિત્રતા કરવા માટે તેણે યુવતીની મોટી બહેનને  અર્ધનગ્ન ફોટો (Morphed Picture)  મોકલી જો આ આઈડી બ્લોક કરશે તો તેના ફોલોવર્સને મોકલી આપવાની ધમકી આપી આપતો હતો. જોકે યુવતી સાથે મિત્રતા કેળવ અને વિશ્વાસ આપવા કરેલ અકૃત્યને લઇને યુવાન પહોંચી ગયો છે જેલમાં.

સુરતમાં સતત સાઇબર ક્રાઇમ (Surat Cyber crime) ને લઇને અનેક ફરિયાદ સામે આવી છે. જોકે સુરત ના એક યુવાને ન કરવાનું કામ કરી નાખ્યું છે.  એક યુવતી સાથે મિત્રતા કરવા માટે તેની બહેનના અર્ધનગ્ન ફોટા બનાવી સોસલમીડિયામાં વાઇરલ કરવાની આપી ધમકી.  સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી યુવતી ના ઇન્સ્ટાગ્રામ આઇડી પર મહિના પૂર્વે ઇન્સેન ગેમર 046 નામના આઇડી પરથી મેસેજ આવ્યો હતો. મેસેજમાં મોર્ફ અર્ધનગ્ન ફોટો હતો અને તેમાં ફેસયુવતી નો હતો અને લખ્યું હતું કે જો મને બ્લોક કરી દેશો તો સારૂ નહીં થશે.

જેથીયુવતી ચોંકી ગઇ હતી અને આઇડી બ્લોક કરી દીધું હતું. ત્યાર બાદયુવતીની બહેન  ના આઇડી પર ગ્રો4334 પરથી યુવતીના ફેસ વાળો મોર્ફ ફોટો મેસેજમાં આવ્યો હતો. જેની જાણ યુવતીની બહેને એ યુવતી ને જાણ કરી હતી. બીજી તરફ ગ્રો4334 નામના આઇડી પરથી યુવતી  પર પુનઃ મેસેજ આવ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ : 31stની રાત્રે ઊઘરાણી માટે ખેલાયો ખૂની ખેલ, 6 રાઉન્ડ ફાયરિંગ કરી યુવકની કરાઈ હત્યા

'અબ એક ભી કપડા નહીં હોગા આપકે બદન પે, વો ફોટો આપકે સબ ફોલોવર્સ કો જાયેગા'

જેમાં લખ્યું હતું કે મેડમ આપ ને અબ ખુદ કે પેરો પર કુહાડી માર લી હૈ, હમને મના કિયા ફીર ભી બ્લોક કીયા, ઔર રિપ્લાય બી નહી કર રહે, અબ એક બી કપડા નહીં હોગા બદન પે ઔર વો ફોટો આપકે સબ ફોલોર્સ કો જાયેગા, હા ચહેરા આપકા હોગા ફોટો મે. અભી 6 ઔર ફોટો અલગ-અલગ કપડો, પોઝ, લોકેશન ઔર આપકે ચહેરા ભી અલગ હૈ હમારે પાસ' એવો મેસેજ આવ્યો હતો.

જેથી યુવતી એ આ ઈસમ વિરુદ્ધ ફોટો મોર્ફ કરી બદનામ કરનાર વિરૂધ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને પોલીસે ટેક્નિક સર્વેલસની મદ થી  મૂળ જૂનાગઢના તાલુકા માણાવદરના ખડીયા ગામનો વતની અને હાલમાં સુરતના મોટા વરાછા ખાતે આવેલ સુદામા ચોકના ક્રિષ્ણા પાર્ક એપાર્ટમેન્ટ, રહેતા સ્મિત જીતુ અઘેરાની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :  સુરત : ફિલ્મોના DON જેવા લાલુ જાલિમની ગેંગ સામે પોલીસે GUJCTOCનું હથિયાર ઉગામ્યું, 94 ગુનાઓની છે ક્રાઇમ કુંડળી

જોકે તેની પૂછપરછમાં તે યુવીની બહેનનો મિત્ર છે અને અને યુવતીની બહેન સાથે ગાઢ મિત્રતા અને વિશ્વાસ કેળવવા કૃત્ય કર્યાની કબૂલાત કરી હતી જોકે પોલીસે આ યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Instagram, Surat Crime, Surat police, Varacha crime

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन