સુરત : બેંક એકાઉન્ટમાંથી 1.71 કરોડ રૂપિયા સેરવી લેનારા ઝડપાયા, ઇન્ટરનેશનલ રેકેટનો થયો પર્દાફાશ

સુરત : બેંક એકાઉન્ટમાંથી 1.71 કરોડ રૂપિયા સેરવી લેનારા ઝડપાયા, ઇન્ટરનેશનલ રેકેટનો થયો પર્દાફાશ
સુરત પોલીસના શકંજામાં આવેલા આરોપીઓમાં સ્થાનિક શખ્સો પણ છે.

જુલાઈ મહિનામાં ઘટેલી આ ઘટનામાં બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન 1 કરોડ 71 લાખથી વધુ ટ્રાન્સફર કરનારા બે નાઈઝીરીયન સહિતની ગેંગ ઝડપાઈ

  • Share this:
મારફતે કુલ રૂપિયા 1.71 કરોડની રકમ ટ્રાન્સફર (Cheating of 1.71 crores) કર્યા બાદ ઉપાડી લીધા હતા. ભેજાબાજાઍ બેન્ક ઍકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલ મોબાઈલ નંબર પણ બંધ કરાવી દીધો હતો. આટલી મોટી રકમ ટ્રાન્સફર કરી ઉપાડી લેતા યુનિક કન્ટ્રકશનના માલીકો દોડતા થયા હતા અને તાબડતોડ બનાવ અંગે ફરિયાદ નોધાવતા સાયબર ક્રાઈમ પોલીસે (surat cyber crime Police) ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે. પોલીએ આ મામલે આજે બે નાઈજિરિયન સાથે સુરતનો એક અને અન્ય બે મળી 5 લોકોની ધરપકડ કરી ઓનલાઇન છેતરપિંડી ગેંગે ઝડપી પાડવામાં સફળતા મળી છે જોકે પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ બહાર આવ્યુ છે.

સુરતના બિલ્ડર તરીકે વેવ્સય કરતા એ ભટાર વિતરમાં આવેલ  બેંક ઓફ બરોડાના  યુનીક કન્સ્ટ્રક્શનના એકાઉન્ટમાં કરાવતા હતા. જોકે, તેમની જાણ બહાર  થોડા દિવસ પહેલ તેમના બેંક ખાતામાં 1.71 કરોડ રૂપિયા જુદી જુદી રીતે / NEFT / RTGS થી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરી છેતરપીંડી કરી હોવાની ઘટના બનતા ફરિયાદી દ્વારા આ મામલે સુરત પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.જોકે પોલીસે આ મામેલ તપાસ શરુ કરતા  આ છેતરપિંડીમાં કોઇ મોટા હેકર અથવા સાયબર કિમીનલ્સ દ્વારા આ કામના બિલ્ડરનું કોમ્યુટર હેક કરી અથવા બીજી કોઇ રીતે તેઓના ઇ - મેઇલ આઇડી તથા નેટ બેંકીંગના પાસવર્ડની ચોરી કરી ગુનો આચર્યો હોવાની આશંકા હતી.

આ પણ વાંચો :   સુરત : ફરી Coronaના કેસ વધ્યા, 24 કલાકમાં 275 વ્યક્તિ ઝપટમાં, 6 દર્દીનાં મોત

આ મામલે બેંક એકાઉન્ટમાંથી નેટ બેંકીંગથી જુલાઈ 26 ને 27 તારીખે રોજ આ તમામ રૂપિયા બિહાર , પશ્ચિમ બંગાળ તથા ઉત્તરપ્રદેશના કુલ -૧૧ જેમાં ICICI બેકના 8 ખાતા જયારે અન્ય બેંકના 3 ખાતામાં ટુકડે - ટુકડે રૂપીયા 1.71 કરોડ ટ્રાન્સફર થયા હતા. તેમાંથી ઉત્તરપ્રદેશના ત્રણ એકાઉન્ટોમાંથી સુરતના વિકાસ મનોજભાઇ સોલંકીના બે એકાઉન્ટોમાં રૂ 18,20,000 / - આવેલ હોવાની હકીકત જણાઇ આવેલ હતી . તે આધારે વિકાસ મનોજભાઇ સોલંકીનેપોલીસે અટકાયત કરી પુછપરછ કરી હતી.

આંતરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરનાર સુરત પોલીસના ઝાબાંઝ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સાૉથે ઝડપાયેલા આરોપીઓ


પોલીસે વિકાસ મનોજ ભાઈ સોલંકીની પૂછપરછ કરતા સમગ્ર મામલો ખુલ્યો હતો. જેમાં રાજકોટનો નેવીલ શુક્લા, અમરેલીનો પરેશ માલવીયા, મહારાષ્ટ્રના ઇમરાન કાઝીની સંડોવણી બહાર આવી હતી. આ તમામ લોકો નાઇઝીરીયાના રફેલા અને કેલ્વીન ફેબીયાન ઓઝોમ્બે સાથે એક પછી એક જોડાયેલા હતા. આમ સુરત પોલીસ ઇન્ટરનેશનલ રેકેટને ઝડપી પાડતા મોટા ખુલાસાઓ થાવાની સંભાવના છે.

પકડાયેલા આરોપીઓના નામ

સમગ્ર આંતરરાષ્ટ્રીય રેકેટમાં પોલીસે રાજકોટના નેવીલ અશોક શુકલા (ઉ.વ.33) , મૂળ અમરેલીનો અને હાલ સુરત રહેતા રાકેશ પરબતભાઈ માલવિયા (ઉ.વ.આ.44), મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ઈમરાન ઈબ્રાહીમ કાઝી(ઉ.વ.આ.42)ના અને નાઈઝીરીયાના રફેલ એર્ડડયો ચીન્કા (ઉ.વ.આ.38) અને કેલ્વીન ફેબીયાન ઓઝોમ્બે(ઉ.વ.આ.38)નાને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :   સુરત : 7 વર્ષની બાળકી ગુમ, જોઇન્ટ કમિશનર સહિત 150થી વધું પોલીસનું સર્ચ ઓપરેશન જારી
Published by:Jay Mishra
First published:September 02, 2020, 22:12 pm

ટૉપ ન્યૂઝ