કિર્તેશ પટેલ, સુરત
સુરત સાયબર ક્રાઇમે અમરોલીની એક યુવતીની તસવીર ફેસબુક પર મૂકીને તેના પર અશ્લીલ કોમોન્ટ કરનાર વ્યક્તિની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે યુવક સામે કાર્યવાહી કરતા તેના બે મોબાઇલ ફોન અને એક લેપટોપ પણ જપ્ત કર્યું છે.
યુવતીએ નોંધાવી હતી ફરિયાદ
સુરતની યુવતીએ સુરત સાયબર ક્રાઇમમાં ફેસબુક પર તેની તસવીર મૂકીને તેના પર અશ્લીલ કમેન્ટ કરવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી. આ મામલે સાયબર ક્રાઇમે ટેક્નિકલ એનાલિસિસના આધારે રાજકોટના એક યુવકની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલો યુવક એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હોવાનું માલુમ પડ્યું છે.
યુવકે ફેસબુક પર ફોટો મૂકી કરી હતી કોમેન્ટ
મળી રહેલી માહિતી પ્રમાણે યુવકે ફેસબુક પર યુવતીની તસવીર પોસ્ટ કરી હતી. જેના પર તેણે અશ્લીલ કોમેન્ટ પણ કરી હતી. સાયબર ક્રાઇમે આરોપી યુવકની ધરપકડ કરીને તેને અમરોલી પોલીસને સોંપી દીધો હતો.