સુરતમાં કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારની મહિલાઓનો બળાપો, 'કોરોના છે કોરોના છે કહીં દૂધ પણ આપવામાં આવતું નથી'


Updated: April 20, 2020, 11:10 AM IST
સુરતમાં કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારની મહિલાઓનો બળાપો, 'કોરોના છે કોરોના છે કહીં દૂધ પણ આપવામાં આવતું નથી'
વીડિયોમાંથી લીધેલી તસવીર

એક જ બિલ્ડિગમાંથી 50 જેટલા કોરોના પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર દ્વારા હોટસ્પોટ બનેલા 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.

  • Share this:
સુરત : કોરોના વાયરસનાં જે રીતે કેસ વધી રહ્યાં છે તેને લઇને તંત્ર દ્વારા 5 પોલીસ તૈનાત વિસ્તારમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.  પરંતુ લોકો આ કર્ફ્યૂનું પાલન નહિ કરતા અમુક પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. ત્યારે  50થી વધુ પઝિટિવ કેસ નોંધાયેલા માનદરવાજામાં રહીશો દ્વારા સોશિયલ મીડિયા મારફતે બળાપો કાઢવામાં આવ્યો છે. મહિલાઓ જણાવ્યું હતું કે, 'લોકો માનદરવાજાનાં લોકોને બદનામ કરી રહ્યા છે. કોરોના છે કોરોના છે કહીં દૂધ પણ આપવામાં આવતું નથી. અનાજ પણ આપતા નથી.'

કોરોના વાયરસને લઇને જે રીતે બે તબક્કામાં લોકડાઉન આપવામાં આવ્યુ છે ત્યારે સુરતનાં માનદરવાજા સુરતનું  હોટ સ્પોટ બન્યું છે. અહીંયાથી કોમ્યુનિટી ટ્રાન્સમિશનનાં કેસ સતત મળી રહ્યાં છે. જોકે એક જ બિલ્ડિગમાંથી 50 જેટલા કોરોના પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર દ્વારા હોટસ્પોટ બનેલા 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.  જોકે, આ કર્ફ્યુમાં પણ તંત્ર દ્વારા અમુક બાબતે લોકોને કડકપણે અમલીકરણ કરવાના આદેશ આપવામાં આવ્યો છે.  નિયમોનું ઉલઘ્ઘંન થશે તો પ્રતિબંધ લાગવાની તંત્ર દ્વારા પહેલા વાત કરવામાં આવી હતી. જોકે ,અહીંયા લોકો મોટી સંખ્યામાં એકત્ર થવા સાથે સોિયલ ડિસ્ટન્સ નહિ રાખતા હોવાનાને લઇને તંત્ર દ્વારા તેનું કડકપણે અમલીકરણ કરવાનું શરુ કરવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો - રાજકોટનાં પોલીસ કર્મીની દિલદારી, લૉકડાઉન પહેલાથી મંદબુદ્ધિ યુવાનને બે સમય ભરપેટ જમાડે છે

આ વિસ્તરમાં રહેતી મહિલાઓએ સોશિયલ મીડિયા મારફતે બળાપો કાઢવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, અહીં  દૂધ, અનાજ અને શાકભાજી આપતા નથી. અહીં રહેવું હોય તો કેવી રીતે રહીએ. અમને દુકાન બહાર ઉભા પણ રહેવા દેવામાં આવતા નથી. અમારાથી શું કરંટ લાગે છે. સરકારને અમને અનાજ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવી જોઈએ. ખાલી શરદી-ઉધરસના કેસ જાહેર કરી દીધા છે. લઈ જવા હોય તો બધાને લઈ જાઓ. અહીં બાકી રહેલા લોકોને કંઈ મળતું નથી. હાલ ખાવાના ફાંફા થઈ ગયા છે. અહીં કોઈ સુવિધા નથી. આખા ટેનામેન્ટને લઈ જવામાં આવે તો તમામ સુરક્ષિત રહેશે. આ અંગે નિરાકરણ લાવવા રહિશોએ અપીલ કરી છે. જોકે આ મહિલાઓદ્વારા આગામી દિવસમાં તંત્ર દ્વારા કોઈ સુવિધા નહિ આપવામાં આવે તો રસ્તા પર ઉતરીને વિરોધ કરવાની ચીમકી પણ આપી છે.

આ પણ જુઓ - 
First published: April 20, 2020, 11:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading