સુરત : ડીંડોલીમાં પરિવાર સહિત ચાર ઉપર કટરથી જીવલેણ હુમલો, બબાલનો LIVE Video વાયરલ

સુરત : ડીંડોલીમાં પરિવાર સહિત ચાર ઉપર કટરથી જીવલેણ હુમલો, બબાલનો LIVE Video વાયરલ
મારામારીનો વીડિયોગ્રેબ

અમારો છોકરો સાગર દિવાલ કૂદીને આવે છે તો કેમ ગાળો આપે છે હોવાનું કહી હુમલો કર્યો, હેક્સો બ્લેડ (કટર)થી ખેલાયો ખૂની ખેલ

  • Share this:
ડિંડોલી (Dindoli) માનસરોવર તળાવ પાસે સ્વસ્તીક લેકમાં રહેતા પાંડે પરિવાર ઉપર ગઈકાલે રાત્રે નવેક વાગ્યે નજીવી બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખી પડોશીઓએ હેક્સો બ્લેડ (કટર)થી (Stabbing) જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોઍ બચાવવા માટે વચ્ચે પડેલા યુવકને પણ ઘા માર્યા હતા. જો કે પોલીસે સમગ્ર મામલો થાળે પાડીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડિંડોલી માનસરોવર તળાવ પાસે સ્વસ્તીક લેકમાં રહેતા શ્રવણ કમલાશંકર દયાશંકર પાંડે, પત્ની શશી, પિતાજી કમલાશંકર તથા હિતેષ પાઠક ઉપર ગઈકાલે રાત્રે નવેક વાગ્યેï સ્વસ્તીક લેકમાં જ રહેતા સુનિલ મોહન, દિવ્યા મોહન, આલોક સુનિલ, સાગર હેક્સો બ્લેડ (કટર)થી જીલવેણ હુમલો કર્યો હતો.

હુમલાખોરોએ શ્રમણના પિતાને અમારો છોકરો સાગર દિવાલ કુદીને આવે છે તો કેમ ગાળો આપે છે હોવાનું કહી હુમલો કર્યો હતો. જેમાં શ્રવણને છાતી, કપાળ, દાઢીના ભાગે તો પત્ની શશીને ગળા, હાથના ભાગે ઘા માર્યા હતા. પીડિત પરિવારએ જણાવ્યું હતું કે, પિતા બાલ્કનીમાં બેઠાં હતા. બાજુના ટાવરનો છોકરો ડિવાઈડર કૂદીને કોમ્પ્લેક્સમાં આવી રહ્યો હતો.આ પણ વાંચો : સુરત : કાળજું ચીરી નાખતી સુસાઇડ નોટ, 'Sorry મરવું એ ઉપાય નથી પરંતુ ઈજ્જત વગર જીવવું પણ નકામું છે'

જેને બૂમ પાડી મેઈન ગેટથી પ્રવેશ કરવા કહ્યું હતું. બસ આ વાતને લઈ છોકરાના માતા-પિતા ચાર-પાંચ જણાને લઈ તેમના ઘરે દોડી આવ્યા હતા અને દરવાજો ખોલતા જ મારામારી પર આવી ગયા હતા. ત્યારબાદ બ્લેડ કે ચપ્પુ વડે પરિવારના ત્રણ અને બચાવવા આવેલા એકને ગળાના ભાગે ઘા મારી દીધા હતા. ભારે હોબાળો થતા પોલીસ દોડી આવી હતી.

આ પણ વાંચો : સુરત : ઘાડ પાડવા નીકળેલી ચીકલીગર ગેંગે PSIને કચડી નાખવાનો પ્રયાસ કર્યો, અડધી રાતે ફિલ્મી દૃશ્યો સર્જાયા

 આ પણ વાંચો : સુરત : કતારગામાં પતિ-પત્નીએ જાહેરમાં શરમજનક કૃત્ય કર્યુ, પોલીસે કરી અટકાયત

ઇજાગ્રસ્ત પરિવારને તતાકાલિક સારવાર માટે સિવિલ મોકલ્યા હતા. ત્યારબાદ હુમલાખોર પરિવાર સામે તપાસ શરૂ કરી હતી.  શ્રવણકુમાર પાંડે મિલમાં નોકરી કરતા હોવાનું અને અલ્લાહબાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલામાં તેમની પત્ની શશીબેન, પિતા કમલા શંકર, બચાવવા આવેલા રિતેશ નામના યુવાનને ઇજા થઇ હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:May 14, 2021, 17:49 pm

ટૉપ ન્યૂઝ