Home /News /south-gujarat /

સુરતઃ લગ્નની લાલચ આપીને શિક્ષિકાને હવસનો શિકાર બનાવનાર સહકર્મી શિક્ષક હિતેષ ઝડપાયો

સુરતઃ લગ્નની લાલચ આપીને શિક્ષિકાને હવસનો શિકાર બનાવનાર સહકર્મી શિક્ષક હિતેષ ઝડપાયો

મહિલાની પ્રતિકાત્મક અને પકડાયેલા આરોપીની તસવીર

26 વર્ષીય યુવાને શિક્ષિકાને લગ્ન કરવાની લાલચ આપીને અવાર-નવાર બળાત્કારનો શિકાર બનાવી હતી. શિક્ષિકાએ લગ્ન કરવાની વાત કહેતા શકર્મચારી શિક્ષક હિતેષે સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી.

સુરતઃ સુરતમાં (surat) મહિલા અત્યાચારની સતત ઘટના બની રહી છે જેમાં પણ મહિલાને લગ્નની લાલચ (lure of marriage) અપાઇને તેની શારીરિક શોષણ (Physical abuse) કરવાની સતત ફરિયાદો સુરતના પોલીસ ચોપડે (surat police station) નોંધાઈ રહી છે. ત્યારે સુરતમાં વધુ એક ફરિયાદ સામે આવી છે જેમાં એક શિક્ષિકાને લગ્નની (teacher abuse) લાલચ આપીને સહકર્મચારી શિક્ષકે દુષ્કર્મ આચરીયાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

સુરતના નવાગામ-ડિંડોલીના ગંગાનગર ખાતે રહેતા 26 વર્ષીય યુવાને શિક્ષિકાને લગ્ન કરવાની લાલચ આપીને અવાર-નવાર બળાત્કારનો શિકાર બનાવી હતી. શિક્ષિકાએ લગ્ન કરવાની વાત કહેતા સહકર્મચારી શિક્ષક હિતેષે સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા ગુનો નોંધાયો હતો. જો કે પોલીસે ગણતરીના દિવસોમાં જ નરાધમ એવા હિતેષને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાવ્હી હાથ ધરી હતી.

સુરતના નવાગામ-ડિંડોલી ખાતે ગંગાનગરમાં રહેતા હિતેષ રામદાસ મિશ્રા નામના 26 વર્ષના યુવકે સને 2015માં એક શિક્ષિકા સાથે પરિચયમાં આવ્યા બાદ તેની સાથે પ્રેમ સંબંધ કેળવી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી.

આ પણ વાંચોઃ-મહિલા ડોનની દાદાગીરીનો live video, જ્યોતિ ઠાકુરે રસ્તે જતી મહિલાને માર મારીને મોબાઈલ લૂંટ્યો

આ પણ વાંચોઃ-જંગલમાં એડવેન્ચરના બહાને પ્રેમિકાએ પ્રેમી સોનૂ પટેલના હાથ, પગ, મોંઢું બાધ્યા, પથ્થર વડે છૂંદી નાખ્યું માથું, કેમ કરી હત્યા?

આ પણ વાંચોઃ-બસ ડ્રાઈવરે 42 મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા, ચાલું બસમાંથી ડ્રાઈવરે લગાવી છલાંગ, તમામ યાત્રીઓ ઘાયલ

યુવતીનો વિશ્વાસ સંપાદન કરી લીધા બાદ હિતેષ મિશ્રાએ તેણી સાથે અવાર-નવાર અલગ-અલગ જગ્યાએ શરીર સંબંધ બાંધ્યો હતો. શિક્ષિકાએ લગ્ન કરવાની વાત કરવા સાથે લગન માટે સતત દબાણ સાહરુ કરતા સહકર્મચારી એવા શિક્ષકે પોતાનું પોટ પ્રકાશ્યું હતું.

આ પણ વાંચોઃ-દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનર નો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે..... 

આ શિક્ષિકાને લગ્ન નહિ કરવા સાથે જો લગ્ન માટે દબાણ કરશે તો તેણીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી. શિક્ષિકા ઉપર હવસ સંતોષ્યા બાદ હિતેષ મિશ્રા લગ્નની વાતથી ફરી ગયો હતો.



દરમિયાન તરછોડાયેલી શિક્ષિકાએ આ મામલે ડિંડોલી પોલીસ મથકે ગત રાત્રે પોતાની સાથે કામ કરતો શિક્ષક એવા હિતેશ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વડધું તપાસ શરૂ કરી હતી. અને ગણતરીના દિવસોમાં આરોપી હિતેશ મિશ્રાને ઝડપી પાડ્યો હતો.
Published by:ankit patel
First published:

Tags: Teacher, ગુજરાત, ગુનો, બળાત્કાર, સુરત

આગામી સમાચાર