Home /News /south-gujarat /

Surat crime: સુરતમાં છેલ્લા 48 કલાકમાં 11 વર્ષના કિશોર સહિત 4 લોકોની હત્યાથી ચકચાર

Surat crime: સુરતમાં છેલ્લા 48 કલાકમાં 11 વર્ષના કિશોર સહિત 4 લોકોની હત્યાથી ચકચાર

ડાયમંડ સીટી સુરતમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ લેતું નથી

    દેશ અને દુનિયામાં જાણીતું બનેલું સુરત (Surat)શહેર crime city તરીકેનું બિરૂદ મેળવી લીધું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરત (Surat crime)સહિત ગુજરાતમાં ચકચાર મચાવનાર ગ્રીષ્મા વેકરિયાની (Grishma Vekariya) અંતિમ યાત્રાના 24 કલાક પહેલા સુરતના વરાછા વિસ્તારમાં હીરા બજારમાં (Diamond market)ટેબલ મૂકવાને લઈને બે દળો વચ્ચે થયેલા ઝઘડામાં એક દલાલે બીજા દલાલની કરપીણ હત્યા (Murder)કરતાં સનસનાટી મચી જવા પામી હતી. ત્યાં જ છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ડાયમંડ સિટી સુરતમાં કુલ ચાર લોકોન હત્યાના બનાવો સામે આવ્યા છે. આ ચાર હત્યાના બનાવોમાં તો એક 11 વર્ષના કિશોરની હત્યાનો કેસ પણ સામેલ છે.

    છેલ્લા 48 કલાકમાં 4 હત્યાથી એવું લાગી રહ્યું છે કે, સુરતમાં ગુનેગારો પોલીસને પડકાર આપી રહ્યા છે અને સુરત હવે ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે. અહીં હત્યાના બનાવો સામાન્ય થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે.

    આ પણ વાંચો- અમદાવાદઃ પત્ની નવા કપડા પહેરે... તેને કોઈની સાથે સંબંધ હશે, બસ એટલે જ મારી નાંખી, પતિની કબૂલાત

    12 ફેબ્રુઆરીએ ગ્રીષ્માની ફેનિલે જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ ઘટના બાદ સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠ્યા હતા. પરંતુ હવે સુરત શહેરમાં છેલ્લા 48 કલાકમાં વધુ ચાર હત્યાના મામલા નોંધાયા છે, જ્યારે એક શંકાસ્પદ હત્યાની ઘટના સામે આવી છે. આજે સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના આવી સામે આવી છે જ્યાં સચિન વિસ્તારમાં 11 વર્ષના કિશોરની હત્યા કરી દેવામાં આવી. માત્ર નાના ઝઘડામાં આ કિશોરની હત્યા કરી દેવામાં આવી હતી.

    પ્રથમ કિસ્સો: ઉધનામાં મહિલાની હત્યા

    ઉધના જે.પી.મીલ પાસેથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ખંડેરમાંથી મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

    બીજો કિસ્સો: વરાછામાં વૃદ્ધની હત્યા

    સુરતના વરાછાના હીરા બજારમાં બે વૃદ્ધ દલાલો ટેબલ મુકવા બાબતે ઝગડ્યા હતા. બંનેએ એકબીજાને ઘારદાર લાકડું માર્યું હતું. જેમાં એકનું મૃત્યુ નિપજ્યું છે.

    આ પણ વાંચો- સાવધાન! અમદાવાદમાં ATM કાર્ડ બદલી છેતરપિંડી કરતી ગેંગનો આતંક, સતત ત્રીજો બનાવ સામે આવ્યો

    ત્રીજો કિસ્સો: 11 વર્ષના બાળકની હત્યા

    સચિન વિસ્તારમાં 11 વર્ષના કિશોરની હત્યા કરી દેવામાં આવી. માત્ર નાના ઝઘડામાં આ કિશોરની હત્યા કરી દેવામાં આવતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સુરતમાં સચિન વિસ્તારના પાલી ગામમાં એક 11 વર્ષના માસૂમ બાળકનો અપહરણ બાદ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ.



    આ પણ વાંચો- સુરતમાં હોટલ-કાફે, રેસ્ટોરન્ટોની આડમાં ધમધમતા કપલ બોકસ પર પ્રતિબંધ, પોલીસ કમિશનરનું જાહેરનામું

    ચોથો કિસ્સો: દારૂના અડ્ડા પર યુવકની હત્યા

    ભેસ્તાનમાંમાં એક દારૂના અડ્ડા પર બાઇટિંગ મામલે યુવકની હત્યા થઇ. અહીં બે અજાણ્યા ઈસમોએ એકનું ગળું દબાવી જમીન પર પાડી દીધો હતો અને ભાગી ગયા હતા. આ દરમિયાન બેભાન અવસ્થામાં સિવિલ લવાયેલા યુવકને મૃત જાહેર કરાયો હતો.

    સુરતમાં ગુનાખોરી એટલી હદે વધી છે દરરોજ સવાર પડેને લૂંટ, ચોરી બળાત્કાર અને હત્યા જેવી ઘટનાઓ સાંભળવા મળતી હોય છે. છેલ્લા એક અઠવાડિયામાં સુરતમાં જે રીતે હત્યાની ઘટનાનો સિલસિલો ચાલ્યો છે તેને લઈને લોકોમાં ડર અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Crime in surat, Surat crime Surat News, Surat news

    આગામી સમાચાર