Home /News /south-gujarat /

સુરત: સડી ગયેલી લાશમાંથી દુર્ગંધ મારતા ખુલ્યો ભેદ, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કરી પરિણીતાનાં પતિની હત્યા

સુરત: સડી ગયેલી લાશમાંથી દુર્ગંધ મારતા ખુલ્યો ભેદ, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કરી પરિણીતાનાં પતિની હત્યા

સુરત ટેક્સટાઇલ મિલ

પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દરમિયાન મીલમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં આકાશબાબુ ઊંઘતો હતો ત્યારે તેના ઉપર લક્ષ્મણ કાપડના તાકા નાંખતો નજરે પડતાં પોલીસે લક્ષ્મણને પકડી લીધો હતો. પોલીસે લક્ષ્મણની પ્રાથમિક પૂછપરછ કરતાં આકાશબાબુની પત્નીને એક તરફી પ્રેમ કરતો હોવાની વાત કબૂલી હતી.

વધુ જુઓ ...
    Surat News:  સુરત શહેરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાનનો બીજો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. ગ્રીષ્મા વેકરીયા મર્ડર કેસનાં પડઘા હજુ શાંત નથી થયા ત્યાં સુરતનાં પલસાણા જિલ્લા ખાતે ઇકો ટેક્સટાઇલ પાર્કમાં આવેલી રતન પ્રિયા મિલમાં કામ કરતો યુવાન કાપડનાં તાકા નીચે સડી ગેયલી લાશ મળી આવી. લાશમાં દુર્ગંધ આવતા હત્યાનો ખુલાસો થયો છે. જે બાદ મિલનાં CCTV ફૂટેજની તપાસ કરવામાં આવે જેમાં એક વ્યક્તિ કાપડનાં તાકો નાંખીને એક વ્યક્તિને દાટી દેતો હોવાનું દેખાઇ રહ્યું હતું. મરનારની પત્ની સાથે હત્યા કરનારને એક તરફી પ્રેમ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

    આ પણ વાંચો-રાજકોટ: આઈસક્રીમ પાર્લરનાં નામે ધમધમે છે કપલ બોક્સ, ના જોવાનાં દ્રશ્યો થયા કેમેરામાં કેદ

    પલસાણા તાલુકાનાં ઈટાળવા ગામે કાઠીયાવાડી હોટલની પાછળ આવેલા બિલ્ડિંગમાં મૂળ મધ્યપ્રદેશનો 21 વર્ષનો આકાશબાબુ રામબહાદુર કોરી તેની પત્ની સાથે રહેતો હતો અને ઇકો ટેક્ષ્ટાઈલ પાર્કમાં રતન પ્રિયા મીલમાં કામ કરતો હતો. આકાશબાબુ સાથે લક્ષ્મણ ગિરજાશંકર આરક પણ કામ કરતો હતો. લક્ષ્મણને આકાશબાબુની પત્ની ગમતી હોય એક તરફી પ્રેમ કરતો હતો. લક્ષ્મણે અગાઉ આકાશબાબુની પત્નીને છેડતી કરવા પ્રયત્ન કરતાં આકાશબાબુ તથા તેના વતનમાં અન્ય લોકોએ ઠપકો આપ્યો હતો. જે વાત લક્ષ્મણનાં મનમાં ઘર કરી ગઇ હતી.

    આ પણ વાંચો-જૂનાગઢમાં યુવાનને ટીન્ડર પર ચેટિંગ કરવી ભારે પડી, માર ખાઇ ગુમાવ્યાં 55,000 રૂપિયા

    આ દરમિયાન ગત સોમવારે 14 ફેબ્રુઆરીની રાત્રે નોકરી ઉપર આકાશબાબુ અને લક્ષ્મણ મીલમાં કામ કરતા હતા. દરમિયાન મધ્યરાત્રીએ આકાશબાબુ કાપડના તાકા નજીક ઉંઘી ગયો હતો. તે સમયે લક્ષ્મણે કાપડનાં તાકા આકાશબાબુ પર નાંખી દીધા હતા. આકાશબાબુ દટાઈ જતા મોત થયું હતું. દરમિયાન ગુરૂવાર સવારે કાપડના તાકામાંથી દુર્ગંધ આવતા કાપડના તાકા ખસેડતા આકાશબાબુની સડી ગયેલી લાશ મળી આવી હતી.

    પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દરમિયાન મીલમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં આકાશબાબુ ઊંઘતો હતો ત્યારે તેના ઉપર લક્ષ્મણ કાપડના તાકા નાંખતો નજરે પડતાં પોલીસે લક્ષ્મણને પકડી લીધો હતો. પોલીસે લક્ષ્મણની પ્રાથમિક પૂછપરછ કરતાં આકાશબાબુની પત્નીને એક તરફી પ્રેમ કરતો હતો અને તેને એક વખત પકડવા જતાં આકાશબાબુ અને તેના વતનના અન્ય લોકોએ ઠપકો આપતાં મનમાં અદાવત રાખી હત્યા કરી હોવાની કબુલાત કરી છે. પોલીસે અકસ્માત બાદ હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: One sided love, Surat Crime, Surat. murder

    આગામી સમાચાર