Home /News /south-gujarat /

શરમશાર સુરત: પિતાએ પુત્રી પર આચર્યું દુષ્કર્મ, દીકરીએ કરી પોલીસ ફરિયાદ

શરમશાર સુરત: પિતાએ પુત્રી પર આચર્યું દુષ્કર્મ, દીકરીએ કરી પોલીસ ફરિયાદ

સુરતમાં પિતાએ પૂત્રી પર આચર્યુ દુષ્કર્મ

Surat Crime News: ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે કે છેલ્લા એક અઠવાડિયામાં સાત કરતાં વધુ હત્યાની ઘટના ત્યારે બળાત્કારની ચોથી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે

સુરતમાં માનવતા શરમશાર કરનારી ઘટના સામે આવી છે સુરતમાં માન દરવાજા વિસ્તારમાં ધોરણ નવ માં અભ્યાસ કરતી 14 વર્ષની તરુણીને તેના જ પિતાએ એક નહીં પણ બે વખત દુષ્કર્મ આચર્યું હતું આ આખી ઘટના મામલે તરુણીએ તેની માતાને જાણ કરી હતી. પણ માતાએ સપોર્ટ ન કરતા સ્કૂલમાં ગુડ ટચ અને બેડ ટચની જે જાણકારી આપવામાં આવી હતી તેના આધારે નાની બહેન સાથે તરુણી પોલીસ મથકે પહોંચી હતી અને તેણે તેનાં પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પ્રાથમિક ફરિયાદનાં આધારે નરાધમ પિતાની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી

ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે કે છેલ્લા એક અઠવાડિયામાં સાત કરતાં વધુ હત્યાની ઘટના ત્યારે બળાત્કારની ચોથી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે સુરતનાં માન દરવાજા વિસ્તારમાં બનેલી ઘટનાને લઇને લોકોમાં ચકચાર મચી જવા સાથે પોલીસ પણ આ ઘટનાને લઈને એક સમય માટે ચોંકી ઉઠી હતી કે પોલીસ સ્ટેશન પહોંચી તેમાં દરવાજાના પદ્મા નગર ખાતે આ દીકરી રહે છે. ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષની તરુણી જે પોતાનાથી નાની એક વર્ષની બહેનને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસને ફરિયાદ કરી હતી

દીકરીએ તેના સગા પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેનાં પિતાએ તેનાં પર એક નહીં પણ બે વખત દુષ્કર્મ આચર્યું છે તરુણીનો પિતા સિંકદર બે દિવસ પહેલા સારું વિસ્તારમાં આવેલી દરગાહ લઈ ગયો હતો અને ત્યાંથી થોડે દુર ખેતરમાં લઇ જઇ છાતીના ભાગે હાથ ફેરવ્યો હતો. અને બાદમાં તેનાં પર દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ આ તરૂણી ને ધમકી આપી ઘરે લઈ આવ્યો લઈને આવ્યો હતો. તેણે બાળકીને કહ્યું કે, ઘટના વિશે કોઈને જાણકારી આપશે તો તેને અને તેની માતા અને બહેનને જીવથી મારી નાંખશે.

આજ દિવસે બધા સુઈ ગયા બાદ સિકંદરે તરુણી સાથે બીજી વખત દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ગભરાયેલી દીકરીએ સમગ્ર ઘટનાની જાણ પોતાની માતાને કરી હતી પણ માતાએ કોઇપણ જાતનો સપોર્ટ ન કરતાં તરૂણી તેની નાની બહેનને સાથે લઇ પોલીસ સ્ટેશન પહોંચી હતી. મહિલા પોલીસ કર્મચારીને પોતાની સાથે બનેલી ઘટના રડતા રડતા જણાવી હતી ખાસ કરીને સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે સુરત પોલીસ દ્વારા અને એનજીઓની મદદથી ગુડ ટચ બેડ ટચ વિશેની જાણકારી આપવામાં આવી હતી તેને લઈને આ દારૂની પોલીસને સમગ્ર ઘટનાથી હતી.

જેને લઇને પોલીસ પણ એક વખત ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક પોલીસ તરુણીને મેડિકલ ચેકઅપ માટે મોકલી હતી તેની માતાને પોલીસ સ્ટેશન બોલાવી તેની ફરિયાદ લઇ ફરિયાદના આધારે પોલીસે તરુણીના બાપની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ભૂતકાળમાં પણ પિતાએ તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી પર આપવા સમયે માતાએ ઠપકો આપીને સમગ્ર મામલો દબાવી દીધો હતો જોકે પોલીસ હવે આ નરાધમ વિરુદ્ધ કાયદેસરની અને કડક કાર્યવાહી હાથ ધરી છે
Published by:Margi Pandya
First published:

Tags: Crime news, Surat Crime, Surat news

આગામી સમાચાર