સુરત : ભરૂચ ટોલનાકે 25 લાખ ઝડપાયા બાદ શહેરના બિલ્ડરની ઓફિસમાંથી 30 લાખ મળી આવ્યા

સુરત : ભરૂચ ટોલનાકે 25 લાખ ઝડપાયા બાદ શહેરના બિલ્ડરની ઓફિસમાંથી 30 લાખ મળી આવ્યા
સુરત ક્રાઇમ બ્રાન્ચના એસીપી સરવૈયાએ આ મામલે માહિતી આપી હતી.

સુરતના બિલ્ડરના પૈસા ભરૂચ ટોલનાકે ઝડપાયા, કરજણ પેટાચૂંટણીના ઉમેદવાર માટે આવેલા પૈસા હોવાની કબૂલાત બાદ સુરતમાં ક્રાઇમ બ્રાન્ચના દરોડા. જોકે સુરતના બિલ્ડરનો ઇન્કાર

  • Share this:
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે વાહન ચેકિંગ દરમિયાન મુલદ ટોલ પ્લાઝા પાસેથી બ્રેઝા ગાડીમાંથી  રોકડા રૂ.25 લાખ સાથે બે જણાને ઝડપી પાડ્યા બાદ તેમની પુછપરછમાં આ પૈસા સુરતના બિલ્ડરે કરજણ બેઠકના કોગ્રેસના ઉમેદવારને પહોચાડવા આપ્યા હોવાની કરેલી કબુલાતને આધારે તપાસ સુરત સુધી લંબાઈ છે. અને ભરુચ પોલીસના ઈન્પુટના પગલે સુરત ક્રાઈમ બ્રાન્ચે રાત્રે સરથાણા શ્યામધામ મંદીર તાપી કિનારે  આવેલા રીવેરા ધ ઍટલાન્ટીસ પ્રોજેક્ટની સાઈટ ખાતે રેડ પાડી હતી જેમાં તપાસ દરમિયાન ઓફિસમાંથી વધુ રોકડા રૂપિયા 30.85 લાખ મળી આવતા કબ્જે કર્યા હતા. જાકે બિલ્ડરે તેમણે કરજણ પૈસા મોક્લ્યાનો ઇન્કાર કરી આ રકમ કંસ્ટ્રક્શનની હોવાનું જણાવ્યું

હતું.ગતસાંજે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે મુલદ ટોલ પ્લાઝા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન સુરત તરફથી આવેલી કાર ( નં.જીજે-06-ઍલઇ-2458 ) ને અટકાવી ચેક કરી હતી જેમાં થેલીમાંથી રોકડા 25 લાખ મળી આવ્યા હતા. જે પૈસા અંગે ગાડીમાં બેસેલ ડ્રાઈવર રવિભાઇ લક્ષ્મણભાઇ ચોકરીયા  વડોદરા અને દિપકસિંહ દશરથસિંહ ચૌહાણને અટકમાં લીધા હતા. અને આ રોકડા રૂપિયા કયાંથી મેળવ્યા છે અને કયાં લઇ જવાના છે તે બાબતે બંનેની પુછપરછ કરતા તેમણે રૂપીયા 25 લાખ સુરતના જયંતિભાઇ લુહાડીયા પાસેથી લઇ કરજણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને પહોંચાડવા લઇ જતા હોવાની કબૂલાત કરી હતી.આ પણ વાંચો :  અમદાવાદ : PCBએ દરોડા પાડી 30.60 લાખનો દારૂ ઝડપ્યો, 506 પેટી દારૂ સાથે 3 શખ્સની ધરપકડ

આ પૈસા કામરેજ લાયન સર્કલથી રાઇટ સાઇડ ડેડ ઍન્ડ કન્સ્ટ્રકશન ચાલુ છે ત્યાં ઓફીસમાંથી આપ્યા હોવાની કબુલાત કરી હતી. આ બંને જણાની કબુલાતને આધારે તપાસ સુરતના બિલ્ડર જયંતી લુહાડીયા સુધી લંબાઈ હતી. ભરુચ પોલીસના મેસેજને પગલે ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ કે.ઍ.સાવલીયાએ સ્ટાફના માણસો સાથે સરથાણા શ્યામધામ મંદીરથી તાપી નદી તરફ જતા રોડ પર તાપી નદીના કાઠે આવેલ રીવેરા ધ એટલાન્ટીસ નામના પ્રોજેક્ટની ઓફીસમાં રેડ પાડી હતી.

આ પણ વાંચો :  ડેડીયાપાડા : રસ્તાના ખાતમહૂર્તમાં ધારાસભ્યએ કર્યો દારૂનો અભિષેક, સાંસદે ઝાટકણી કાઢી

જેમાં તપાસ કરતા  બિલ્ડર અલ્પેશભાઇ ધીરૂભાઇ અકબરી ( રહે. ડી/૪, સાગર સોસાયટી, લંબે હનુમાન રોડ, સુરત ) મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે તેમની હાજરીમાં ઓફીસમાં તપાસ કરતા ઓફીસમાંથી રોકડા રૂ.30.95 લાખ મળી આવતા તે કબ્જે કર્યા હતા. બિલ્ડર અલ્પેશભાઇની પુછપરછ કરતા તેમણે કરજણ પૈસા મોક્લ્યાનો ઇન્કાર કરી આ રકમ કંસ્ટ્રક્શનની હોવાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે આ અંગે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Published by:Jay Mishra
First published:October 28, 2020, 15:59 pm

ટૉપ ન્યૂઝ