Home /News /south-gujarat /

Surat: મહારાષ્ટ્રમાં યુવકની હત્યા કરી ભાગી આવેલા ત્રણ આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા

Surat: મહારાષ્ટ્રમાં યુવકની હત્યા કરી ભાગી આવેલા ત્રણ આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા

સુરત શહેરમાં વધી રહેલી ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ દ્વારા સતત ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવાની કામગીરી કરવામાં આવી ગઈ છે.

સુરત શહેરમાં વધી રહેલી ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ દ્વારા સતત ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવાની કામગીરી કરવામાં આવી ગઈ છે. ત્યારે મહારાષ્ટ્ર રાજ્યના બીડ જિલ્લાના વૈરાગ પોલીસ સ્ટેશનમાં 4 એપ્રિલના દિવસે ચારેક વાગ્યાના અરસામાં એક હત્યાને અંજામ આપીને આરોપીઓ સુરતના ડુમસ ખાતે સંતાયા હોવાની વિગત મહારાષ્ટ્ર પોલીસે સુરત પોલીસને આપી હતી.

વધુ જુઓ ...
મહારાષ્ટ્ર (Mahrastra)ના બિલ જિલ્લામાં ચંપલની દુકાનના માલિક બ્રેસલેટ વેચવા આપ્યા બાદ તે વેચીને તેના પૈસા નહીં આપી અવારનવાર ઝઘડો કરતા આ બાબતે સમાધાન બાદ પણ અવારનવાર ધમકી આપતા દુકાન માલિકની હત્યા (Murder) કરી ત્રણ જેટલા આરોપીઓ સુરત (Surat) ખાતે ભાગી આવ્યા હતા. જોકે આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે પોસ્ટર બનાવી વાઈરલ કરતા તપાસ અધિકારીને ફોન કરીને જ મારી નાખવાની ધમકી આપતા આરોપીઓને પોલીસે સુરત પોલીસ (Surat Police)ની મદદથી ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં વધી રહેલી ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ દ્વારા સતત ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવાની કામગીરી કરવામાં આવી ગઈ છે. ત્યારે મહારાષ્ટ્ર રાજ્યના બીડ જિલ્લાના વૈરાગ પોલીસ સ્ટેશનમાં 4 એપ્રિલના દિવસે ચારેક વાગ્યાના અરસામાં એક હત્યાને અંજામ આપીને આરોપીઓ સુરતના ડુમસ ખાતે સંતાયા હોવાની વિગત મહારાષ્ટ્ર પોલીસે સુરત પોલીસને આપી હતી. જેન પગલે સુરત પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. જોકે પકડાયેલા આરોપીઓએ વિઠ્ઠલ કામળેની સોલાપુર રોડ ઉપર આવેલ ચંપલની દુકાનમાં હરી મોહન કેકડેને તેના સાથીદારો જુબેર શેખ મીથુન સાળવે અને અકીલ શેખ નાઓએ સોનાનુ બ્રેસલેટ વેચવા માટે આપ્યું હતું. તે બ્રેસલેટ વેચીને હરી રોકડા રૂપિયા નહી આપ્યા અને બ્રેસલેટ પણ પરત નહીં આપતો હોવાથી તેઓ વચ્ચે ઝઘડો ચાલતો હતો. ઝઘડામાં મૃતક સચિન મહાદેવ પવારએ સમાધાન કરાવી છુટા પાડ્યા હતા. અને તેને ધમકી આપી હતી કે, તમારી ટોળકીનું નામ પોલીસમાં કહી તમારી ટોળકીનો ભાંડો ફોડી નાંખીશ તેવી ધમકી આપી હતી.

આ પણ વાંચો- corona Update: ગાંધીનગરમાં સંક્રમણ ફેલાતા રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, આજે વધુ 24 કેસ નોંધાયા

આ વાતની અદાવત રાખીને હરી કેકડેના કહેવા મુજબ જુબેર શેખ, મીથુન સાળવે અને અકીલ શેખ નાઓએ દુકાનમાં મૃતક સચીન મહાદેવ પવાર ઉપર લાકડાનો ફટકો તથા ધારદાર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. ફરીયાદીની ડ્રીમ યુગા મોટર સાયકલ જેની કિંમત રૂ .15000- ની મતાની લઇ નાસી જઇ ગુનો કર્યા હોવાની ફરીયાદ આપતા તે અંગે બીડ જિલ્લાના વૈરાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. તે ગુનામાં હરી મોહન કેકડે સ્થળ ઉપરથી પકડાઇ ગયેલ અને જુબેર શેખ મીથુન સાળવે અને અકીલ શેખ નાઓ નાસી ગયેલ હતા.

આ પણ વાંચો- New York Firing: ન્યૂયોર્કના સબવે સ્ટેશન પર ફાયરિંગ, અનેક લોકોના મોત થયાના અહેવાલ, હુમલાખોરે પહેર્યો હતો ગેસ માસ્ક

જોકે આરોપીઓને પકડવા માટે પોલીસે આરોપીઓના પોસ્ટર બનાવીને વાયરલ કરી રહ્યા હતા ત્યારે આરોપીઓએ ઉત્તર પહેલા તપાસ અધિકારીને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની કબૂલાત પોલીસ પૂછપરછ કરી હતી. પકડાયેલા આરોપીઓને સુરત પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે મહારાષ્ટ્ર પોલીસના હવાલે કર્યા છે.
Published by:rakesh parmar
First published:

Tags: Murder case, Surat crime branch, Surat police, સુરત પોલીસ

આગામી સમાચાર