Surat Crime: કોરોના બાદ મકાનનું ભાડું ન આપી શકતા ભાડુઆતે મકાન માલિક સાથે મળી વાહનોની ઉઠાંતરી કરી
Surat Crime: કોરોના બાદ મકાનનું ભાડું ન આપી શકતા ભાડુઆતે મકાન માલિક સાથે મળી વાહનોની ઉઠાંતરી કરી
જોકે પકડાયેલા બંને આરોપીઓ પાસેથી સાત જેટલા વાહનો પોલીસે કબજે કર્યા હતા.
Surat Crime News: સુરતના અશ્વિનીકુમાર ખાતેથી એક મકાન માલિક અને તેના ભાડુઆતને વાહનચોરી (Vehicle theft)ના ગુનામાં ઝડપી પાડવામાં આવ્યા હતા. જોકે પકડાયેલા બંને વિશ્વમાં પાસેથી સાત જેટલા વાહનો પોલીસે કબજે કર્યા હતા. આરોપી વાહનોની ચોરી કરી તેને વેચવાની પેરવી કરતા હતા તે સમયે પોલીસે તેમને ઝડપી પાડી તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત (Surat)માં વધી રહેલા વાહનચોરીના બનાવને લઇને સુરત ક્રાઇમ બ્રાન્ચ (Surat Crime Branch)ની અલગ-અલગ ટીમો દ્વારા વાહન ચોરીમાં સંડોવાયેલા હોય તેવા ઈસમને પકડી પાડવા અભિયાન શરૂ કર્યું હતું. જેમાં સુરતના અશ્વિનીકુમાર ખાતેથી એક મકાન માલિક અને તેના ભાડુઆતને વાહનચોરી (Vehicle theft)ના ગુનામાં ઝડપી પાડવામાં આવ્યા હતા. જોકે પકડાયેલા બંને વિશ્વમાં પાસેથી સાત જેટલા વાહનો પોલીસે કબજે કર્યા હતા. આરોપી વાહનોની ચોરી કરી તેને વેચવાની પેરવી કરતા હતા તે સમયે પોલીસે તેમને ઝડપી પાડી તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરમાં સતત વાહન ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે આ વાહન ચોરને પકડી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખાસ મૂવી શરૂ કરવામાં આવી હતી. જેમાં ભૂતકાળમાં પકડાયેલા ચોર સાથે હાલમાં વાહનચોરીના રવાડે ચઢેલા હોય તેવા લોકોને પકડી પાડવા માટે પાટીદારનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું. ત્યારે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને અંગત પાટીદાર દ્વારા બાતમી મળી હતી કે અશ્વિની કુમાર રોડ પર આવેલા પુષ્પક સોસાયટીમાં રહેતા એક મકાન માલિક અને તેના ભાડુઆત બંને જણા મળીને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વાહન ચોરી કરે છે અને આ બંને આજે ત્રણ પાન વડ પાસે ભેગા થવાના છે. જોકે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આ બંને વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા દીપેશ દેવાની અને નીતિન ભાર્ગવ એક જ મકાનમાં રહે છે. દીપેશ મકાન માલિક છે જ્યારે નિતીન ભાર્ગવ પાડુઆત હતો. કોરોના કાળ બાદ તે ભાડું આપી શકતો હોવાને લઈને તેને એક દેવાનીને કહેતા અને બંને જણાને પોતાના મોજશોખ પૂરા કરવા હતા. જેને લઈને તે વાહન ચોરી કરવાની શરૂઆત કરી હતી પોલીસે બંને આરોપીને ઝડપી પાડયા ત્યારે તેમની પાસેથી ત્રણ બુલેટ ટ્રેન અને એક મોટરસાયકલ મળી સાત જેટલા વાહનો કબજે કર્યા હતા.
જો કે આરોપીઓએ ભૂતકાળમાં બે વાહનો ચોરી કરી હોવાની કબુલાત પણ પોલીસ સામે કરી હતી. પોલીસે બંને વિશ્વમાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે આરોપીની પૂછપરછમાં પોતાના મોજશોખ પૂરા કરવા માટે તે છેલ્લા છ મહિનાથી ચોરીનું કામ કરતા હોવાની કબૂલાત કરતાં પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે સાથે સાથે આ ઈસમો અન્ય વાહન ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર