સુરતઃ 28 વર્ષથી પોલીસને 'ખો' આપતો હુશેન મહંમદ યાસીન ઝડપાયો, પાડોશીની હત્યામાં થઈ હતી આજીવન કેદની સજા


Updated: September 25, 2020, 8:24 PM IST
સુરતઃ 28 વર્ષથી પોલીસને 'ખો' આપતો હુશેન મહંમદ યાસીન ઝડપાયો, પાડોશીની હત્યામાં થઈ હતી આજીવન કેદની સજા
આરોપીની તસવીર

કોર્ટે આરોપીને 7 દિવસની જામીન આપતા જેલમાંથી ચુતીયા બાદ આરોપી 1992થી ફરાર હતો. જોકે આરોપી 28 વર્ષથી પોલીસથી ભાગતો ફરતો હતો.

  • Share this:
સુરતઃ શહેરના ઉધનામાં સન્માનીય બાબતે 1984માં પાડોશીની હત્યા (Neighbor murder) કરનાર આરોપીને કોર્ટે (court) આજીવન કેદની (Life imprisonment) સજા ફટકારી હતી. જોકે આરોપી માંદગીની બીમારી માટે પેરોલની માંગ કરી હતી અને કોર્ટે આરોપીને 7 દિવસની જામીન આપતા જેલમાંથી ચુતીયા બાદ આરોપી 1992થી ફરાર હતો. જોકે આરોપી 28 વર્ષથી પોલીસથી ભાગતો ફરતો હોવાને લઈને બાતમીના આધારે પોલીસે આરોપીને રાજસ્થાન (Rajasthan) ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે

સુરત પોલીસે 28 વર્ષથી પોલીસ પકડથી ભાગતા ફરતા એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરતના ઉધના વિસ્તારમાં પરિવાર સાથે રહેતો અને કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અનવર હુશેન મહંમદ યાસીનનો 1984માં પડોશમાં રહેતા ઉસ્માન હાજીસત્તાર ખુરેશી નામના ઈસમની સાથે અગાઉ થયેલી ઝઘડાની અદાવત રાખી ઉધના હરીનગર જાહેર રોડ ઉપર રોકી ચાકુના જીવલેણ ઘા મારી હત્યા કરી નાખી હતી.

જોકે ઉધના પોલીસે આ યુવાન વિરુદ્ધ જેતે અમયે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી જોકે આ કેસ સુરતની સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા તા.10/09/1984ના રોજ આરોપીને આજીવન કેદની સજા થતા તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા હેઠળ રાખવામાં આવેલ હતો. જોકે તે જેલમાં સજા ભોગવી રહ્યો હતો.

આ પણ વાંચોઃ-મોરબીઃ ખાનગી હોસ્પિટલની મનમાની!, સુરક્ષા વગર જ corona દર્દીની લાશને મનપાને સોંપવાનો આક્ષેપ

તે દરમિયાન તેની તબિયત બગડતા 1992ની સલામ પોતાની માંદગીની સારવાર માટે પેરોલ પર સારવાર કરવા માટે કોટ પાસે રાજા માંગી હતી. જેથી કોર્ટ આરોપીને 25/06/1992 થી તા. 02/07/1992 સુધી દિન - 07ના પેરોલ રજા લેતા તેને વડૉદરા મધ્યસ્થ જેલથી મુક્ત કરવામાં આવેલ અને તેને તા. 03/07/1992ના રોજ જેલમાં હાજર થવાનું હતું.

આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા સબજેલમાં મહિલા બેરકમાં લઈ જઈને એક કેદીનું બીજા કેદી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની કોશિશઆ પણ વાંચોઃ-અમદાવાદઃ સતત ચાર દિવસના ઘટાડાને લાગી બ્રેક, સોના-ચાંદીના ભાવમાં થયો સુધારો, જાણો આજના નવા ભાવ

પરંતુ તે સમય મર્યાદામાં જેલમાં હાજર નહી થઈ પેરોલ જાપ કર ભાગી છૂડ્યો હતો અને આજદીન સુધી પોલીસ પકડથી દૂર હતો. જોકે આ મામલે સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે પોલીસ પકડથી છેલ્લા 28 વર્ષથી ભાગતો ફરતો આરોપી હાલ રાજસ્થન ખાતે આવેલા ઝુનઝુન સીટી કાજીવાડા વોર્ડ નં -30  છે. જોકે પોલીસે આ ઈસમની ધરપકડ કરી સુરત ખાતે લઇ આવીને તેની પૂછપરછ કરતા આ ઈસમે તે પેરોલ રજા પરથી ફરાર થયા બાદ પાસપોર્ટ દ્વારા અલગ અલગ દેશો સાઉથ આફીકા, દુબઈ અને સાઉદી અરબીયામાં રહી ત્યાં કામ કરતો હતો.

હાલ આશરે આઠેક વર્ષથી પોતાના વતન ખાતે આવી પોતાની સજા પુરી થઈ ગયેલી હોવાનું જણાવી રાજસ્થાન ખાતે રહી કડીયાકામની મજૂરી કરતો હતો. જેથી પોલીસે આરોપી ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે. જોકે આરોપીને પકડી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ 2017થી સતત આરોપી વિષે વિગત ભેગી કરતી હતી અને આખરે 28 વર્ષ બાદ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે.
Published by: ankit patel
First published: September 25, 2020, 8:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading